કોઇ પણ માતા-પિતા ક્યારેય એવી આશા ન રાખે કે પોલીસ તેમનો સંપર્ક કરે અને જણાવે કે તમારા બાળકની ધરપકડ કરાઇ છે. જો, તેમ થાય તો વિવિધ કાયદાકિય જોગવાઇ, હક અને સેવાનો બાળક તથા તેના માતા-પિતા લાભ લઇ શકે છે.
યુથ સપોર્ટ એન્ડ એડ્વોકસી સર્વિસના સીઇઓ, એન્ડ્ર્યુ બ્રુનના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં એવી સંસ્થાઓ કાર્યરત છે કે જેઓ યુવાનોને સજા નહીં પરંતુ તેમના વિકાસ તથા કલ્યાણ માટે કામ કરે છે.યુવાનો માટે કામ કરતી ન્યાયપ્રણાલી તેઓ ફરીથી ગુનાના રસ્તા પર ન જાય તેનું ધ્યાન રાખી તેમના જીવનમાં એક હકારાત્મક લાગણી ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે.
જોકે, દરેક રાજ્યોમાં યુવા ન્યાયપ્રણાલીની કાર્ય કરવાની રીત અલગ છે પરંતુ મોટાભાગની પદ્ધતિ એકસરખી રીતે જ કાર્ય કરે છે.
ચાર્લ્સ સ્ટર્ટ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર લો એન્ડ જસ્ટિસ વિભાગના પ્રોફેસર કેથરિન મેકફારલેન કહે છે કે મેકફારલેને વધુમાં ઉમેર્યું હતું કે યુવાનો અને બાળકો પોલીસની મદદથી યુથ જસ્ટિસનો સંપર્ક કરી શકે છે.
Source: Getty Images
- જો કોઇ બાળકની ધરપકડ થાય તો પોલીસ તેની પૂછપરછ કરશે.
- જો તેઓ 14 કે તેથી ઓછી ઉંમરના હોય તો તેમના માતા-પિતાએ હાજર રહેવું જરૂરી છે.
- જો તેઓ 14થી 17 વર્ષની ઉંમરના હોય તો તેઓ નક્કી કરી શકે છે કે માતા કે પિતા બંનેમાંથી કોણ તેનો સાથ આપી શકે છે.
- તેમાં પરિવારનો કોઇ સભ્ય, વકીલ, 18 કે તેથી મોટી ઉંમરનો મિત્ર કે યુથ વર્કર હોઇ શકે છે.
તે જણાવે છે કે કોઇ પણ બાળક કે તેના માતા-પિતા ઇન્ટરવ્યુ શરૂ થાય તે પહેલા વકીલ સાથે વાત કરે તે જરૂરી છે.
યુવાન માટે સૌથી મહત્વની બાબત એ છે કે, જ્યારે પોલીસ તેમનું ઇન્ટરવ્યુ કરવા માગે તે અગાઉ તેઓ વકીલની સાથે વાત કરી શકે છે. મને લાગે છે કે આ એક અગત્યની બાબત છે જે તમામ માતા-પિતાએ ધ્યાનમાં રાખવી જરૂરી છે.
તમારા રાજ્યનો કાયદાકીય સહાયતા વિભાગ કરી શકે છે.વકીલ જ્યારે બાળકની સાથે વાત કરે છે ત્યારે તે તેમના મનની સ્થિતિ સમજવાનો પ્રયત્ન કરે છે. તેમને કોર્ટની તથા પોલીસની કામ કરવાની પદ્ધતિ સમજાવે છે. તેમની પર કયા આરોપ મૂકાયા છે. વધુમાં તેમને કાયદાના કયા નિયમ હેઠળ લડત કરી શકાય છે તે જણાવે છે. આ ઉપરાંત, તેમની પર લાગેલા આરોપ કેટલા મજબૂત છે અને તેનું પરિણામ શું આવી શકે છે તેની સમજ આપે છે.
Policeman questioning witnesses during crime investigation. Source: Getty Images
જો કોઇ યુવાને સૌ પ્રથમ વખત ગુનો કર્યો હોય અને તે એટલો ગંભીર ન હોય તો પોલીસ તેમની સામે ગુનો નોંધતી નથી તેમને
તે યુવાને તેનો ગુનો સ્વીકારવો પડે છે અને તેણે પોતાના માતા-પિતા સાથે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડે છે. જે પોલીસ અધિકારી તે યુવાનની પૂછપરછ કરે છે તેને સારા વર્તનની (good behaviour bond) અને આગામી પાંચ વર્ષ સુધી કોઇ પણ પ્રકારના ગુનાની સંડોવણીમાં નહીં પડવાની ખાતરી આપવી પડે છે.
યુવાને પ્રથમ વખત ગુનો કર્યો હોય એટલે પોલીસ માફ કરે તે જરૂરી નથી, તેમની પર આરોપ દાખલ પણ કરી શકે છે.જો કોઇ બાળક પર ગુનો દાખલ કરવામાં આવે તો તેમને કોર્ટમાં હાજર રહેવાની નોટીસ મળે છે. જેમાં તારીખ, સમય તથા અન્ય વિગતો લખેલી હોય છે. જો પોલીસને તેમ લાગે કે યુવાને ગંભીર ગુનો કર્યો છે અને તે સમાજ માટે વધુ જોખમી બની શકે તેમ છે તો પોલીસ તેની ધરપકડ કરીને બીજા દિવસે તે યુવાનને કોર્ટમાં રજૂ કરે છે.
An attorney discusses evidence with his client in a courtroom. Source: Getty Images
જો તમે ઇન્ટરવ્યુ સમયે કોઇ વકીલની મદદ ન લીધી હોય તો પણ તમને કોર્ટમાં વકીલ મળશે.
કોઇ પણ પ્રકારની માહિતી મેળવવા માટે કાયદા સહાયતા વિભાગનો સંપર્ક કરી શકાય છે.
જો તમારી પાસે આ તમામ વિકલ્પો પર ધ્યાન આપવાનો સમય ન હોય તો તમે કોર્ટમાં વકીલની માંગણી કરી શકો છો.જેરોનીમસ જણાવે છે કે તમે દુભાષિયાની મદદ પણ લઇ શકો છો. વકીલની સાથે પણ તમે આ સહાયતા મેળવી શકો છો.
Source: Getty Images
જો કોઇ યુવાન આરોપી, તેના માતા-પિતા કે તેને સાથ આપનાર અન્ય કોઇ વ્યક્તિ દુભાષિયાની મદદ લેવા માગતા હોય તો તેમણે પોલીસ ધરપકડ કરે તે સમયે અધિકારીને જણાવવાની જરૂર છે. તેમને દુભાષિયાની સેવા ન મળે ત્યાં સુધી ઇન્ટરવ્યું શરૂ ન થઇ શકે. જો તેઓ કાયદાકિય સહાયતા વિભાગમાં પણ વકીલ સાથે વાત કરતી વખતે દુભાષિયાની મદદ ઇચ્છે તો એ પણ ઉપલબ્ધ થઇ શકે છે. કોર્ટમાં કેસ ચાલતી વખતે પણ યુવાન આરોપી કે તેના માતા-પિતાને દુભાષિયાની સેવા મળે છે.
કોર્ટમાં ગુનાની ગંભીરતા મુજબ સજા મળે છે. ચૂકાદામાં સામાજિક સેવા, દંડથી લઇને ધરપકડ સુધીની સજા મળે છે. ધરપકડ એ અંતિમ ઉપાય ગણાય છે.
કેથરિન જણાવે છે કે બાળકોને જેલની બહાર રાખવા માટે જ સમગ્ર પદ્ધતિ ઘડાઇ છે. જોકે, તેનો મતલબ એ નથી કે કોઇ સજા થઇ શકે નહીં, રીસર્ચના તારણ પર નજર કરીએ તો, જો કોઇ વ્યક્તિ નાની ઉંમરે જ ગુનામાં સંડોવાયો હોય, જેલની સજા ભોગવી હોય તો એનું ભવિષ્ય પણ અંધકારમય જ થઇ જાય છે.
અનૌષ્કા જેરોનીમસના મત પ્રમાણે, યુથ જસ્ટિસ સિસ્ટમ એ યુવા આરોપીને બીજી તક આપે છે. તેઓ આ સિસ્ટમની મદદથી તેમનું ભવિષ્ય સુધારીને એક સારા નાગરિક બની શકે છે.
બાળકો પર કોઇ આરોપ મૂકાય અને તેમને લગતી કોઇ કાયદાકિય મદદ જોઇતી હોય તો તમારા નો સંપર્ક કરવો જોઇએ. તમારા વકીલ તમને યુથ જસ્ટિસ સિસ્ટમ દ્વારા તમામ પ્રકારની સહાયતા કરી શકશે.