SBS Radio પર જીવંત તથા મફતમાં FIFA World Cup 2022ᵀᴹ સાંભળો

કતર ખાતે રમાનારા ફીફા વર્લ્ડ કપની દરેક મેચને ઓસ્ટ્રેલિયામાં SBS Radioના માધ્યમથી જીવંત સાંભળો.

QATAR SOCCER FIFA WORLD CUP 2022

Cameroon's goalkeeper Gael Ondoua (L) and Brazil's Neymar (R) on office buildings in Doha, Qatar. Source: EPA / NOUSHAD THEKKAYIL/EPA/AAP Image

FIFA World Cup 2022ᵀᴹ 21મી નવેમ્બર 2022થી શરૂ થઇ રહ્યો છે અને તે ઓસ્ટ્રેલિયામાં SBSના માધ્યમથી મફતમાં નિહાળી શકાશે. તમામ 64 મેચને જીવંત અને મફતમાં અહીંથી સાંભળી શકાશે.

કેવી રીતે સાંભળશો

DAB રેડિયો પર FIFA World Cup 2022ᵀᴹ માટેના સ્ટેશન્સ SBS Football 1,2 અને 3, અથવા SBS Radioની મફત મોબાઇલ એપ પર તમામ મેચ 12 અલગ અલગ ભાષામાં સાંભળી શકાશે.
  • SBS Football 1 (available now): ટૂર્નામેન્ટ દરમિયાન દરેક મેચની જીવંત અંગ્રેજી કોમેન્ટ્રી, ઉપરાંત વર્લ્ડ કપ માટેનું મ્યુઝીક સાંભળી શકાશે.
  • SBS Football 2 and 3 (launching November 14): દરેક મેચમાં રમતી ટીમ માટે સ્થાનિક ભાષામાં કોમેન્ટ્રી.
  • SBS Arabic24: દરેક મેચની અરેબિક ભાષામાં કોમેન્ટ્રી
કોમેન્ટ્રી FIFA World Cup 2022ᵀᴹ બ્રોડકાસ્ટ પાર્ટનર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અને તે SBSના અરેબિક, સ્પેનિશ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ, જર્મન, ડચ, ક્રોએશિયન, પોલિશ, જાપાનીસ, કોરિયન, પર્સિયન અને અંગ્રેજી માધ્યમ પર ઉપલબ્ધ થશે.
ટૂર્નામેન્ટ દરમિયાન SBS Radio 3નું SBS Football 2માં પરિવર્તન થશે અને દરેક મેચની ભાષામાં કોમેન્ટ્રી સાંભળવા મળશે. આ સમયગાળા દરમિયાન BBC World Service સાંભળવું હોય તો ની મુલાકાત લેવી.

ફૂટબોલ માટેના ગીત

ફૂટબોલ મેચના સમય પછી ફૂટબોલના ગીત, મ્યુઝીક, અગાઉની ટૂર્નામેન્ટના સત્તાવાર ગીત સાંભળો. DAB Radio અથવા પર SBS Football 1 દ્વારા વર્લ્ડ કપનું મ્યુઝીક સાંભળો.

FIFA World Cup 2022ᵀᴹ તારીખ અને સમય

SBS Radioની ભાષાકીય કોમેન્ટ્રી ટૂર્નામેન્ટ શરૂ થવાના અમુક દિવસો અગાઉ જાહેર કરવામાં આવશે.
  • Group Stage: November 21 - December 3
  • Round of 16: December 4 - 7
  • Quarter-Finals: December 10 - 11
  • Semi-Finals: December 14 - 15
  • 3rd vs 4th playoff: December 18
  • World Cup Final: December 19
ભાષાકીય બ્રોડકાસ્ટ પાર્ટનર્સમાં BBC, Radio Nacional de España, Radio France Internationale, BAND, beIN, RTP, ARD, SRF, RNE, Radio Oriental Montevideo, HRT, RFI, NHK, NOS, VRT, Polskie Radio, Seoul Broadcasting System નો સમાવેશ થાય છે.

Share
Published 8 November 2022 1:38pm
By SBS Radio
Presented by Vatsal Patel
Source: SBS


Share this with family and friends