સંશોધનો દર્શાવેછે કે વાપરીને ફેંકી દેવાતા નો યોગ્ય પદ્ધતિથી નિકાલ ન કરવામાં આવે તો બીજા કચરાની જેમ સમુદ્રો અને જળ સ્ત્રોતોમાં એકઠા થાય છે, જે ચિંતાજનક બાબત છે.
બે વર્ષ પહેલા કોવિડની મહામારી શરુ થતા પહેલાથી પર્યાવરણવાદીઓ જમીન અને જળ સ્ત્રોતોમાં વધતા ફેસ માસ્કના પ્રમાણને લઈને ચિંતા જતાવી રહ્યા હતા.
હાલમાં થયેલ મુજબ વિશ્વભરમાં દર મહિને 129 અબજ ફેસ માસ્કનો ઉપયોગ કરી નિકાલ કરવામાં આવે છે, જેનો અર્થ છે દર મિનિટે 30 લાખ ફેસ માસ્ક.પર્યાવરણ પર અસર
A man guides a raft through a polluted canal littered with plastic bags and other garbage, in Mumbai, India. (AP Photo/Rafiq Maqbool) Source: AP
અભ્યાસ મુજબ મોટા ભાગના વાપરીને ફેંકી દેવાય એવા ફેસ માસ્ક પ્લાસ્ટિક માઇક્રોફાઈબરથી બનેલા હોય છે જે વાતાવરણમાં દશકાઓથી માંડીને કેટલાક સો વર્ષો સુધી પણ ટકી શકે છે.
અભ્યાસકારો ચેતવે છે, "પ્લાસ્ટિકના અયોગ્ય નિકાલની જેમ ફેસ માસ્ક પણ પર્યવરણ માટે મોટી સમસ્યા બને એ પહેલા એમના યોગ્ય નિકાલ પદ્ધતિ વિષે જાગૃતિ કેળવવી આવશ્યક છે."
અસુરક્ષિત પદ્ધતિથી નિકાલ કરાયેલ ફેસ માસ્ક માનવ અને પશુ પ્રજાતિ માટે એક સીધુ જોખમ છે. કચરો ઉપાડનાર લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગવાની શક્યતા રહે છે.
કેવા માસ્કનો ઉપયોગ કરવો? વાપરીને ફેંકી દેવાય એવા કે ફરીથી વાપરી શકાય એવા?
પર્યાવરણને અનુકૂળ માસ્ક
(MIT) એટલે મેસેશ્યૂટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના મુજબ ફરીથી વાપરી શકાય એવા માસ્ક પર્યાવરણને પહોંચતા નુકસાન અને એને લગતા ખર્ચાઓ 75 ટકા ઘટાડવામાં કરવામાં મદદ કરે છે.
N95 માસ્ક જનતા અને સ્વાસ્થ્ય કર્મચારીઓમાં ઘણા પ્રચલિત છે. ફરીથી વાપરી શકાય એવાં N95 માસ્ક પણ ફેંકી દેવાય એવા માસ્ક જેટલાજ અસરકારક છે.
અભ્યાસ મુજબ મહામારીના પરિણામે 7,200 ટન મેડિકલ કચરો ઠલવાઇ રહ્યો છે જેમાં મોટા ભાગનું પ્રમાણ નિકાલ કરાયેલ માસ્કનું છે.પર્યાવરણ વિશેષજ્ઞોની ભલામણ
A N95 mask is seen on the sidewalk next to corona beer bottle caps outside a Medical Centre. Source: AAP
- ફરીથી વાપરી શકાય એવા ફિલ્ટર વાળા માસ્ક નો ઉપયોગ કરો. નિયમિત રીતે ફિલ્ટરને મશીનમાં ધોતા રહો અને કપડા વાળા ભાગ માટે અપાયેલ સુચનોનું પાલન કરો
- ફરી વાપરી શકાય એવો વધારાનો માસ્ક સાથે રાખીને ચાલો જેથી ખરાબ અથવા ખોવાયેલ માસ્કની અવેજીમાં વાપરી શકાય.
- ઘરે ઢાંકણવાળી કચરા પેટીમાં માસ્કનો નિકાલ કરો
- કચરો વીણવાવાળાઓ માટે માસ્ક એક બાયોહઝાર્ડ છે જેથી ક્યારે પણ એનો નિકાલ રીસાઇકલિંગમાં ન કરવો
- માસ્કને જાહેરમાં ન ફેંકો