મુખ્ય મુદ્દા
- ઓસ્ટ્રેલિયન ઇલેક્ટોરલ કમિશન દ્વારા તમારા મતદાન મથક વિશે માહિતી મેળવી શકાય છે.
- ચૂંટણીના દિવસે અને તે અગાઉ મતદાન કરવા માટે ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે.
- વોટ આપવા સાથે જોડાયેલી માહિતી વિવિધ ભાષામાં ઉપલબ્ધ છે.
- ઓસ્ટ્રેલિયન ઇલેક્ટોરલ કમિશન તમને વોટ આપવા સંબંધિત મદદ મળી રહે તે માટે ટેલિફોન ઇન્ટરપ્રિટરની સુવિધા પૂરી પાડે છે.
ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ અને તેનું આયોજન કરવા માટે એક સ્વતંત્ર સંસ્થા કાર્યરત છે. ઓસ્ટ્રેલિયન ઇલેક્ટોરલ કમિશન (AEC) દેશના નાગરિકો ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે તમામ પ્રકારની મદદ પૂરી પાડે છે.
મતદાન ક્ષેત્ર વિશે જાણો
ઓસ્ટ્રેલિયામાં કેન્દ્રીય ચૂંટણી માટે કુલ 151 સીટ છે. AEC તમને ક્યા ચૂંટણી ક્ષેત્રમાં તમે રહો છો તે વિશે માહિતી પૂરી પાડે છે. મુલાકાત લો. .
તમે 13 23 26 પર ફોન કરી અથવા મદદ મેળવી શકો છે.મતદાન મથક વિશે જાણો
Voting Centre Source: AEC
AEC સ્કૂલ, સામુદાયિક કેન્દ્ર, ચર્ચ અને અન્ય સ્થળોએ ચૂંટણીમાં મતદાન કરી શકાય તે માટે શરૂ કરે છે.
AEC ના પ્રવક્તા જેસ લિલી જણાવે છે કે તમે તમારા વિસ્તાર તથા પોસ્ટકોડનું નામ લિન્કમાં લખી મતદાન મથક શોધી શકો છો.
તેમાંથી તમારા મતક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહ્યા હોય તેવા ઉમેદવારની યાદી પણ મળવી શકાય છે.
ચૂંટણી શનિવારે છે અને, તમે મતદાન મથક પર જઇને તમારો મત આપી શકો છો.
ચૂંટણી કમિશનના અધિકારીઓ રેસિડેન્સિયલ કેર, અંતરિયાળ સમુદાય, હોસ્પિટલ તથા જેલમાં મુલાકાત લેશે અને ત્યાં રહેતા મતદાતા વોટ આપી શકશે.
તમારી ભાષામાં મતદાન
તમને આવશક્યતા હોય તો અન્ય વ્યક્તિની મદદ મેળવી શકાય છે. વોટ કરવા માટે તમારી ભાષામાં માહિતી મળી રહે તે માટે પણ ઉપલબ્ધ છે.
વોટ કરવાના અન્ય પ્રકાર
ચૂંટણીના ઘણા દિવસો અગાઉથી જ વહેલું મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર શરૂ થઇ જાય છે.
આ ઉપરાંત, તમે પોસ્ટલ વોટ ઓનલાઇન માધ્યમ પર અથવા AEC ની વેબસાઇટ પરથી મેળવી શકો છો.
કોવિડ-19ના કારણે આ વર્ષે યોજાનારી ચૂંટણી અલગ હશે. અમે લોકોને જો મતકેન્દ્ર સુધી જવું સુરક્ષિત ન લાગતું હોય તો તેમને નો વિકલ્પ ઉપલબ્ધ કરાવીશું, તેમ AEC ના પ્રવક્તા જેસ લિલીએ જણાવ્યું હતું.
કોવિડ-19ના કારણે આઇસોલેટ થયેલા લોકો AEC ની ટેલિફોનિક સેવાનો ઉપયોગ કરી શકશે.
AEC ની સુવિધાઓ ચૂંટણીની તારીખની જાહેરાત થયા બાદના અઠવાડિયામાં શરૂ થાય છે.આંતરરાજ્ય તથા વિદેશમાંથી મતદાન
Remote Polling Source: AEC
જો તમે આંતરરાજ્ય મુસાફરી કરો છો તો તમે પોસ્ટલ વોટ અથવા ઇન્ટરસ્ટેટ મતદાન કેન્દ્રની મુલાકાત લઇ શકો છો.
તમે વિદેશ પ્રવાસમાં હોવ તો ત્યાંથ પણ વોટ કરી શકાય છે. AEC ની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત, કેટલાક ઓસ્ટ્રેલિયન હાઇકમિશન પણ મતદાનની સુવિધા આપશે.
માહિતી પ્રસાર
રાજકિય પક્ષો અને સ્વતંત્ર ઉમેદવારો ઘણી વખત મતદાન ક્ષેત્રની બહાર મત વિશેની માહિતી વહેંચતા હોય છે. જોકે, તેઓ તમને ગેરમાર્ગે દોરતી માહિતી ન આપે તેનું ધ્યાન રાખવું જોઇએ, તેમ ઇલેક્ટોરલ એનાલિસ્ટ વિલીયમ બોવે જણાવ્યું હતું.
પાર્ટી દ્વારા ચૂંટણીના દિવસે મતક્ષેત્ર બહાર આપવામાં આવતી માહિતીમાં ગેરમાર્ગે દોરતી માહિતી હોઇ શકે છે. તમારે એ પ્રમાણે વોટ ન કરવાનો હોય. તે ફક્ત ભલામણ હોય છે.
Ballot paper Source: AEC
તમને એક લીલું અને એક સફેદ બેલેટ પેપર મળશે.
લીલું બેલેટ પેપર
લીલા બેલેટ પેપરમાં તમારે હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ (સંસદના નીચલા ગૃહ) માટે એક ઉમેદવારની પસંદગી કરવાની હોય છે. હાલમાં હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવમાં 151 સીટ છે. દરેક ચૂંટણી ક્ષેત્ર તેનું એક સાંસદનું પ્રતિનિધિત્વ હોય છે.
બોવ જણાવે છે કે લોકો માટે ચૂંટણીનો મતલબ દેશના નેતા (વડાપ્રધાન) પસંદ કરવા તેમ છે. પરંતુ, દેશના નેતા સંસદમાં સૌથી વધુ સીટ જીતનારા પક્ષના નેતા બને છે. એટલે તમે સીધું જ તે નેતા માટે વોટ નથી કરતા.
નીચલા ગૃહમાં સૌથી વધુ સીટ જીતનારો પક્ષ સરકારની રચના કરે છે.
ગ્રીન બેલેટમાં મતદાન કરતી વખતે તમે તમારા પસંદગીના ઉમેદવારની બાજુંમાં 1 નંબર, ત્યાર બાદ બીજા પસંદગીના ઉમેદવારની બાજુંમાં 2 નંબર અને ત્યાર બાદ તમામ પસંદગીના ઉમેદવાર માટે તે પ્રમાણે મત આપવામાં આવે છે.
સફેદ બેલેટ
સફેદ બેલેટમાં સેનેટ (ઉપલા ગૃહ)ની 76 સીટ માટે મતદાન કરવાનું હોય છે. તમે તમારા રાજ્ય કે ટેરીટરી માટે સેનેટરની પસંદગી માટે વોટ કરશો.
સેનેટ માટે વોટીંગ થોડું અલગ રહેશે. બોવ જણાવે છે કે મોટા બેલેટ પેપરમાં રાજ્યના તમામ ઉમેદવારના નામ લખ્યા હોવાથી તે મતપત્ર થોડું મોડું હશે.
પરંતુ, તેમાં મત આપવો સરળ છે. તેમાં મત આપવાના 2 પ્રકાર છે. લાઇનની ઉપર અને લાઇનની નીચે બોક્સ બનેલા હોય છે. લાઇનની ઉપર દરેક પક્ષના બોક્સ બનેલા હોય છે. મત આપવાનો સૌથી સરળ રસ્તો તમારી પસંદગીના 6 પક્ષ પસંદ કરી તેમને તમારી પસંદગી પ્રમાણે 1થી 6 નંબર આપો. જો તમે નક્કી કર્યું હોય કે કયા ઉમેદવારને તમારે મત આપવો છે તો તમે લાઇનની નીચે બોક્સમાં નંબર કરી શકો છો. જો તમે લાઇનની નીચે મત આપો છો તો તમારે ઓછામાં ઓછા 12 બોક્સ પસંદ કરવા પડશે.
તમારી પસંદગીના ઉમેદવારોને ક્રમબદ્ધ મત આપવો એટલે કે પ્રેફરેન્શિયલ વોટીંગ.
જો તમે જે ઉમેદવારોને પ્રથમ ક્રમ આપ્યો હશે અને તે હરિફાઇમાંથી બહાર થઇ જાય તો તમારો મત બીજા ક્રમના ઉમેદવારને જાય છે અને આ પ્રક્રિયા જ્યાં સુધી ઉમેદવારનો વિજય ન થાય ત્યાં સુધી ચાલતી જ રહે છે. તેમ AEC ના પ્રવક્તા ઇવાન એકીન સ્મિથે જણાવ્યું હતું.મતની ગણતરી ન થાય
While queuing at your polling centre you might see a fundraising stall selling sausages in bread. This is fondly known as the ‘democracy sausage Source: AAP Image/James Ross
તમારે મતદાન સંબંધિત તમામ સૂચનાઓનું પાલન કરીને મત આપવાનો રહેશે. જો તમારું બેલેટ પેપર યોગ્ય રીતે ભરવામાં નહીં આવ્યું હોય તો તમારા વોટને ‘informal vote’ ગણવામાં આવશે અને તેને મતગણતરીમાં લેવામાં આવશે નહીં.
મતદાન ન કરવાથી શું થશે?
મતદાન ફરજિયાત છે. જો તમે વોટ ન આપી શકો તો AEC તમારા સંજોગોની સમીક્ષા કરશે. AEC ને જાણ છે કે જે લોકો વિદેશમાં હોય છે તેમના માટે વોટ કરવો શક્ય ન પણ બની શકે. દાખલા તરીકે..
એકીન સ્મિથ જણાવે છે કે જે લોકોએ મત માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને મતદાન કર્યું ન હોય તેમને નોન-વોટર નોટિસ આપવામાં આવશે. જો તમારી પાસે યોગ્ય કારણ હશે તો તે પૂરતું છે. તમારે ફક્ત તેમને તે કારણ જણાવવાનું છે. નહીં તો, તમારે 20 ડોલર દંડ ભરવો પડશે. જો અમને તમારો જવાબ નહીં મળે તો તમારે કોર્ટની ફી ઉપરાંત 170 ડોલરનો દંડ ભરવો પડી શકે છે.
પરંતુ મુખ્ય નુકસાન તમે તમારો મત ન આપ્યો તે છે. તેથી જ યોગ્ય રીસર્ચ કરો અને તમારો મત આપો.
ખોટી માહિતીનો પ્રચાર - પ્રસાર ન થાય તે માટે AEC નું રજીસ્ટર
AEC એક સ્વતંત્ર અને તટસ્થ સંસ્થા છે. અને ચૂંટણી પ્રક્રિયા મજબૂત રીતે કરવામાં આવે છે. AEC એ ગેરમાર્ગે દોરતી માહિતીનો પ્રચાર - પ્રસાર ન થાય તે માટે શરૂ કર્યું છે.