ઓસ્ટ્રેલિયામા બુશફાયર હંમેશા થાય છે પણ જે ૨૦૧૯-૨૦ મા અનુભવાયુ એ ભયાનક હતું.
દાવાનળમા ૧૪ મિલિયન એકર જેટલી જમીન બળીને ખાક થયી હતી અને સાથે ૨૦ લોકો તથા ૧ બિલિયનથી વધુ પશુ – પક્ષીઓએ જીવ ગુમાવ્યા હતા.
બુશફાયર એન્ડ નેચરલ હઝાર્ડસ કોઓપેરેટિવ રિસર્ચ સેન્ટરના સીઈઓ, ડૉ રિચર્ડ થોર્નટન મુજબ આ ઉનાળામા પણ બુશફાયરનુ જોખમ એટલું જ છે છતા ગયા વર્ષની સરખામણીમા અમુક મહત્વના મુદ્દાઓ જુદા તરે છે.
"આ વર્ષે આપણે લા-નીના તરીકે ઓળખાતી આબોહવા અનુભવી રહ્યા છીએ જેનો અર્થ થાય છે ઉનાળામાં વધારે વરસાદ. જેથી કરીને દેશભરમાં ગયા વર્ષ જેમ વન વિસ્તરોમાં લાગતી આગને બદલે ઘાસમાં લાગનારી આગનું જોખમ વધ્યુ છે."
ડૉ થોર્નટન કહે છે કે ઘાસથી પ્રસરતી આગને બુશફાયરથી ઓછી ગંભીરતાથી લેવી એક મોટી ભૂલ છે.
વીજળી પડવાથી, કૅમ્પફાયરમાં બેદરકારીથી અથવા ઊંચા ઘાસમાં વાહન ઉભું રાખવાથી આગના અકસ્માત સર્જાઈ શકે છે. આ પ્રકારની આગ લાગતાની સાથે ઘણી ઝડપથી પ્રસરી શકે છે - દાવાનળથી વધુ ઝડપથી પ્રસરતી આગ હવાની સાથે તરત અલગ દિશાઓમા ફંટાઈ લોકો માટે જોખમી બની શકે છે.
ગયા વર્ષના વિનાશક બુશફાયર ને ધ્યાનમા લેતા ડિઝાસ્ટર રોયલ કમિશને પ્રતિકૂળ હવામાન સામે પગલા લેવા આયોજન અને પ્રતિસાદ તરફ ધ્યાન દોર્યુ છે.
કમિશને રાજ્ય અને ટેરીટરીની સરકારોને ઓલ હઝાર્ડ ઓસ્ટ્રેલિયન વોર્નિંગ સિસ્ટમ શરૂ કરવાની ભલામણ કરી હતી.
જેના ફળસ્વરૂપ ઑસ્ટ્રેલેશિયન ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસ ઑથોરીટીસ કાઉન્સિલ દ્વારા નવી ઓસ્ટ્રેલિયન વોર્નિંગ સિસ્ટમ રચવામા આવી જે ડિસેમ્બરની શરૂઆતથી કાર્યરત છે.
રંગીન ત્રિકોણોથી ચેતવણીનુ સ્તર દર્શાવતી આ પદ્ધતિ આ પ્રકારે છે:
પીળો રંગ સલાહ-સૂચન માટે, નારંગી રંગ સાવચેતી અને લાલ રંગ આપાતકાળની ચેતવણી દર્શાવે છે.પ્રથમ સ્તર સલાહનો સંકેત દર્શાવે છે કે આગની ઘટના બની છે પણ હાલમા ભયજનક નથી.
Source: Getty Images
બીજા સ્તરે છે 'વોચ એન્ડ એક્ટ' જે દર્શાવે છે કે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે અને સ્વરક્ષણ કરો.
ત્રીજુ સ્તર આપાતકાળ ની ચેતવણી દર્શાવે છે જે મુજબ લોકો જોખમમા છે અને બચાવ માટે સમયસર પગલા જરૂરી છે.
હવે થી આ ત્રણ સંકેતો વેબસાઈટ અને એપ પર જોવા મળશે.
આ સંકેતો જોતા જ તકેદારીના પગલા ભરવા જરૂરી છે.
બચાવ માટે શું કરવું એની માહિતી ઉપલબ્ધ કરાવાશે.
દાખલા તરીકે, નારંગી ત્રિકોણ સાથે યોગ્ય પગલા ભરવાની માહિતી આપવામાં આવશે 'વૉચ એન્ડ એક્ટ: પ્રિપેર ટૂ લિવ'.
સમય જતા આ રંગ-ચિન્હોની પદ્ધતિ નો ઉપયોગ બુશફાયર અને બીજી આપાતકાળની પરિસ્થિતિઓમાં પણ કરવામા આવશે.
Source: Getty Images
ઇમરજન્સી વોર્નિંગ
જોકે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને નોર્ધન ટેરીટરી જેવા રાજ્યોએ નિર્ણય લીધો છેકે તેઓ આ પદ્ધતિનો ઉપયોગ થોડા સમય બાદ અમલમા લાવશે અને બીજા જોખમો જેવાકે પૂર, વાવાઝોડા અને હીટ વેવ નો આ પદ્ધતિમા સમયગાળે સમાવેશ કરવામા આવશે.
ઓસ્ટ્રેલિયન ફાયર એન્ડ ઈમરજંસી સર્વિસીસ કમિશન નો ભાગ, નેશનલ પબ્લિક ઇન્ફર્મેશન એન્ડ વૉર્નિંગ્સ ગ્રુપ ના સભ્ય ફિયોના ડૂનસ્ટનના કહેવા મુજબ જોખમોની ગંભીરતા દર્શાવતી વિવિધ સ્તરની ચેતવણીની પદ્ધતિ ઓસ્ટ્રેલિયન વોર્નિંગ સિસ્ટમનુ મુખ્ય અંગ છે.
અમે ત્રણ સ્તરની ચેતવણી પદ્ધતિ વિકસાવી છે. અમારો સુસંગત પ્રયાસ છે કે સલાહ, જુઓ અને વર્તો તથા આપાતકાળ ની ચેતવણી પદ્ધતિ નો અમલ દેશભરમાં થાય.
અમુક પ્રકારના આગના બનાવોની ચેતવણી સાઇરન ના અવાજ સાથે રેડિયો અથવા ટીવી પર પ્રસારિત કરવામાં આવે છે.
પણ અમુક આગ એટલી જલ્દી પ્રસરે છે કે ચેતવણી આપવા માટે પૂરતો સમય નથી મળતો, ફિયોના ડૂનસ્ટન કહે છે.
ઈમરજન્સી એલર્ટની પ્રણાલી દ્વારા ઉચ્ચતમ સ્તરની ચેતવણી દરમ્યાન જયારે લોકોને જાન-માલનું જોખમ હોય અને તાત્કાલિક સહાયની આવશ્યકતા હોય ત્યારે ફોનપર સંવાદિક અને લેખિત સંદેશાઓ પહોંચાડવામાં આવે છે.
ઇમરજન્સી એલર્ટ એક રાષ્ટ્રીય ટેલિફોન વોર્નિંગ સિસ્ટમ છે જેનો ઉપયોગ આપાતકાળની સેવાઓ દ્વારા સંભવિત કે વાસ્તવિક કટોકટીમા ટેલિફોન પર સંવાદિક અને મોબાઈલ ફોન પર લેખિત સંદેશ દ્વારા ચેતવણીઓ મોકલવા માટે કરવામા આવે છે.
ઇમરજન્સી એલર્ટ માટે કોઈ રજીસ્ટ્રેશન કે સાઈન-અપ કરવાની જરૂર નથી કારણ કે આ વ્યવસ્થા નેશનલ ટેલિફોન ડેટાબેસ સાથે સંકળાયેલી હોય છે.આ વ્યવસ્થા ભલે ફક્ત સુરક્ષા પ્રદાન કરે છે પણ એને હળવાશમા ન લેવી, ફિયોના ડૂનસ્ટન કહે છે.
Firefighter nsw rural service Source: Getty Images
ઉનાળા જેવી જોખમી ઋતુઓ દરમ્યાન જયારે આગ અને ઉષ્ણ હવામાનની સંભાવના વધે છે, લોકોએ પ્રવાસ શરુ કરતા પહેલા ગંતવ્યસ્થાનની આબોહવા વિષે અગાઉથી જાણકારી રાખવી હિતાવહ છે.
આવનારા દિવસોમાં આગ અને હીટવેવ જેવી પરિસ્થિતિઓની આગોતરી માહિતી જો ફોન ન હોય તોપણ યોગ્ય તકેદારી રાખવા મદદરૂપ રહેશે. અમે લોકોને પ્રવાસ દરમ્યાન આસપાસની પરિસ્થિતિઓથી વાકેફ રહેવા પ્રોત્સાહિત કરીએ છીએ.
સંભવિત જોખમોથી માહિતગાર રહેવા સ્થાનિક રેડિયો નું પ્રસારણ, અગ્નિશામક દળની વેબસાઈટ અને એપ્સ પર પ્રતિકૂળ હવામાન વિષે માહિતી લઇ શકાય છે, તેમ ફિયોના ડૂનસ્ટને ઉમેર્યું હતું.
દરેક અગ્નિશામક અને આપાતકાલીન સંસ્થાઓની વેબસાઇટ્સ છે જેમાં ચેતવણીઓ વિષે માહિતી લેખિતમા અથવા જોખમી વિસ્તારો નકશાપર દર્શાવામાં આવે છે.
ફિયોના મુજબ દરેક આપાતકાળની સેવાઓ ઑસ્ટ્રેલિયાના વિવિધ સાંસ્કૃતિક સમુદાયો સુધી પહોંચે છે.
સુનિશ્ચિત કરવામાં આવે છે કે ભાષાંતરો સાથે માહિતી સમજાય એવી સાદી-અંગ્રેજી ભાષામા આપવામાં આવે. અમે તકેદારી રાખીએ છીએ કે માહિતી લોકો સુધી પહોંચે અને લાભદાયી બને.
જર્મનીમા જન્મેલી જુલિયા ગ્રેઇનર અગ્નિશામક દળ ની સ્વયંસેવિકા છે. ગયા ઉનાળામા તેણીએ ટુકડી સાથે પૂર્વ વિક્ટોરિયામા સાગરકાંઠે આવેલ મલ્લાકૂટામા ફરજ બજાવી હતી જ્યાં આગ પર નિયંત્રણ મેળવવુ લગભગ અશક્ય બની ગયું હતુ અને સહેલાણીઓને બચાવવા નૌકાદળની સહાય લેવી પડી હતી.
એક બાળકના માતા, જુલીયાએ આપાતકાળની સેવાઓ અને સમુદાયો વચ્ચે સંપર્ક વ્યવહારમા થયેલા સુધારાને આવકાર્યા છે.
"પ્રવાસીઓ આગની ક્ષમતાને ઓછી આંકે છે, એની પ્રસરવાની ઝડપ અને ઉષ્ણતાના પ્રમાણ વિશે સજાગ નથી. અગ્નિશામક કર્મચારી તરીકે અમને હંમેશા સાંભળવા મળે છે: અમે રાહ જોઈને વધીશું - રાહ જોવાથી જીવ જઈ શકે છે! મોડા પડતા બહાર નીકળવાના રસ્તાઓ બચ્યા ન હોય. નીકળ્યા વગર જોખમની ખબર પડતી નથી અને પડે પણ નહિ."
જુલિયા ગ્રેઇનર અનુસાર ઑસ્ટ્રેલિયામાં આવેલા ઉનાળાના જોખમોથી સાવધ કરવા હજી વધારે પગલા ભરી શકાય છે.
"વિમાનમાં મુસાફરોને ઓસ્ટ્રેલિયા વિશે વિડિઓ બતાવવામા આવે છે. એ સાથે અહીંના જોખમો વિશે પણ માહિતી ઉમેરી શકાય તો? ફક્ત સાપ નહિ પણ બીજા જોખમો જેવા કે પૂર, અને બુશફાયર વિશે પણ માહિતી હોઈ શકે. મફત એપ્પ વિશે જાણકારી આપવાથી તેઓ જોખમો અને આગના બનાવોથી માહિતગાર રહી શકે."
વિદેશ પ્રવાસથી વંચિત રહેનાર હજારો ઓસ્ટ્રેલિયન્સ આ વખતે રજાઓ માણવા દેશભરના કેમ્પીંગ ગ્રાઉન્ડસમા જવાની સંભાવના છે.
સાઉથ ઓસ્ટ્રેલિયન પાર્ક રેન્જર સેઇજી ઇવાઓ કહેછે તાજેતરમા થયેલા વરસાદને કારણે લોકપ્રિય ઉજાણી સ્થળો પર નકામી વનસ્પતિ ઉગી ગઇ છે.
ઉગી રહેલું ઘાસ દર્શાવે છે કે આ વર્ષ સામાન્ય નથી. ઘાસથી લાગતી આગ આપણા માટે ચિંતાનો વિષય છે.
સેઇજી ઇવાઓની કૅમ્પર્સને વિનંતી છે કે કેમ્પફાયર કરતી વખતે આગ-પ્રતિબંધિત સંકેતોનું ધ્યાન રાખે અને સામાન્ય બુદ્ધિનો પ્રયોગ કરે.
"પવન જયારે જોરમાં હોય ત્યારે કૅમ્પફાયર ન કરવાનો નિર્ણય તમારે જાતે લેવો પડશે અથવા સાવચેતી રૂપે વાહન કે તંબુની આડશ ઉભી કરવાની તકેદારી રાખવી પડશે. સહેલાણીઓએ આગ અને સુરક્ષાની જવાબદારી લેવી પડશે. આગ પર નજર રાખવી જરૂરી છે. અમારું સૂચન છેકે પાછા ફરતી વખતે આગને સરખી રીતે પાણીથી ઓલવ્યા વગર આગળ ન વધવુ."નેશનલ ઇમજન્સી વોર્નિંગ સિસ્ટમ -
Source: Getty Images
બુશફાયર એલર્ટ એપ માટેની લિંક
, , ,, , ,
ઓસ્ટ્રેલિયામાં આપાતકાળની પરિસ્થિતી, તમારી તથા તમારી મિલ્કતોની સુરક્ષા માટે ની મુલાકાત લો.