ઓસ્ટ્રેલિયાના શહેરોમાં થશે ઉત્તરાયણની ઉજવણી

ઓસ્ટ્રેલિયામાં રહેતા પતંગરસીકો ઉત્તરાયણના તહેવારની મજા માણી શકે તે માટે દેશના સિડની, મેલ્બર્ન, પર્થ, કેનબેરા, એડિલેડ તથા હોબાર્ટ શહેરમાં કાઇટ ફેસ્ટીવલનું આયોજન થઇ રહ્યું છે. આગામી દિવસોમાં કયા શહેરમાં ફેસ્ટીવલ યોજાશે તેની પર એક નજર...

Bondi Celebrates Festival Of The Winds

Representational image of people flying kites in Australia. Credit: Lisa Maree Williams/Getty Images

ગુજરાતીઓનો લોકપ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ. 14 તથા 15 જાન્યુઆરીના દિવસે ગુજરાતમાં સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જાય છે.

છેલ્લા 2 વર્ષથી કોરોનાવાઇરસની મહામારીના કારણે દેશની સરહદો બંધ હોવાના કારણે ઓસ્ટ્રેલિયામાં રહેતા પતંગરસીકો ઉત્તરાયણનો તહેવાર મનાવવા માટે ભારત જઇ શક્યા નહોતા. વર્તમાન સમયમાં દેશની સરહદો ખુલી હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો ગુજરાત ઉત્તરાયણનો તહેવાર મનાવવા ગયા છે.

જોકે, ભારત નહીં જનારા અને અહીં ઓસ્ટ્રેલિયામાં હોય તેવા પતંગરસીકો ઉત્તરાયણનો તહેવાર મનાવવાથી વંચિત ન રહી જાય તે માટે ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં કાઇટ ફેસ્ટિવલનું આયોજન થઇ રહ્યું છે.

સિડની, મેલ્બોર્ન, પર્થ, બ્રિસબેન, એડિલેડમાં કાઇટ ફેસ્ટિવલ ઉજવાઇ રહ્યો છે. જેમાં પરિવાર, મિત્રો સાથે જઇને પતંગ ચગાવવાની મજા માણી શકાય છે.
Representational picture of kites.
Credit: Manthan Parikh
ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં યોજાનારા કાઇટ ફેસ્ટિવલના આયોજન પર એક નજર...

સિડની

15 જાન્યુઆરી 2023

મફત પ્રવેશ

ક્યાં - 15 જાન્યુઆરીના રોજ યોજાનારો કાઇટ ફેસ્ટિવલ કાસલ હિલ શોગ્રાઉન્ડ્સ, ન્યૂ સાઉથ વેલ્સ 2154 ખાતે યોજાશે.

સમય - સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી

કાઇટ ફેસ્ટિવલમાં પતંગ ચગાવવાની સાથે લાઇવ ડી.જે. મ્યુઝીક, ખાણીપીણી, બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ જેવા આકર્ષણ રહેશે. પતંગ ચગાવવા માટે પતંગ તથા દોરી સ્થળ પરથી મેળવી શકાશે.

મેલ્બર્ન

15 જાન્યુઆરી 2023

મફત પ્રવેશ

ક્યાં - 15 જાન્યુઆરીના રોજ યોજાનારો કાઇટ ફેસ્ટિવલ કેસી કોમેટ ફૂટબોલ ક્લબ, ક્રેનબર્ન - 3977 ખાતે યોજાશે.

સમય - સવારે 12થી સાંજે 7 વાગ્યા સુધી

કાઇટ ફેસ્ટિવલમાં પતંગ ચગાવવાની સાથે બાળકો માટે વિવિધ ફન એક્ટીવિટી, લાઇવ ડી.જે. મ્યુઝીક, ખાણીપીણી જેવા આકર્ષણ રહેશે. પતંગ ચગાવવા માટે પતંગ તથા દોરી સ્થળ પરથી મેળવી શકાશે.

પર્થ

29 જાન્યુઆરી 2023

મફત પ્રવેશ

ક્યાં - એશફિલ્ડ રીઝર્વ, કોલ્સટાઉન રોડ, એશફિલ્ડ - 6054 ખાતે યોજાશે.

સમય - સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી

પતંગ તથા દોરી સ્થળ પરથી મેળવી શકાશે.
Kaushal Parikh.jpg
The organiser of the Kite Flying festival, Kaushal Parikh. Credit: Kaushal Parikh
વિવિધ શહેરોમાં યોજાનારા કાઇટ ફેસ્ટિવલના આયોજક કૌશલ પરીખે SBS Gujarati ને જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષથી કોરોનાવાઇરસની મહામારીના નિયંત્રણોના કારણે ઉત્તરાયણનું આયોજન શક્ય બન્યું નહોતું. તથા, ઓસ્ટ્રેલિયામાં વસતા લોકો સરહદો બંધ હોવાના લીધે વતન ભારત જઇને પણ ઉત્તરાયણનો તહેવાર મનાવી શક્યા નહોતો.

તેથી જ આ વખતે દેશના અલગ - અલગ શહેરોમાં કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. જેમાં પતંગ ચગાવવા ઉપરાંત અન્ય આકર્ષણોનો આનંદ મેળવી શકાશે.

કેનબેરા

22 જાન્યુઆરી 2023

મફત પ્રવેશ

ક્યાં - પેટ્રીક વ્હાઇટ લૉન્સ, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી - 2600

સમય - સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી

ઇવેન્ટમાં બાળકો માટે વિવિધ ફન એક્ટીવિટી, લાઇવ ડી.જે. મ્યુઝીક, ખાણીપીણી જેવા આકર્ષણ રહેશે. પતંગ ચગાવવા માટે પતંગ તથા દોરી સ્થળ પરથી મેળવી શકાશે.

હોબાર્ટ

4 ફેબ્રુઆરી 2023

મફત પ્રવેશ

ક્યાં - રોયલ હોબાર્ટ, રેગેટ્ટા ગ્રાઉન્ડ્સ, હોબાર્ટ - 7000

સમય - સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી

રજીસ્ટ્રેશન જરૂરી

પતંગ ચગાવવા માટે પતંગ તથા દોરી સ્થળ પરથી મેળવી શકાશે.
Australian Community Life
Kite flying in Bondi, Australia Credit: Lesley-Ann Magno/flickr Editorial/Getty Images
એડિલેડમાં કાઇટ ફેસ્ટીવલની ઉજવણી

એડિલેડમાં 7મી જાન્યુઆરીના રોજ કાઇટ ફેસ્ટીવલની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં પતંગરસીકોએ ભાગ લીધો હતો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: 
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Share
Published 12 January 2023 3:57pm
By Vatsal Patel
Source: SBS

Share this with family and friends