ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ અને ઓછી કમાણી કરતા વિસ્તારોની યાદી ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ યાદી વર્ષ 2019-20 દરમિયાન ઓસ્ટ્રેલિયના રહેવાસીઓ દ્વારા કરવામાં આવેલા ટેક્સ રીટર્નને આધારી નક્કી કરવામાં આવી છે.
જેમાં દેશના સૌથી વધુ કમાણી કરનારા લોકો વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના કોટ્સલોય તથા પેપ્પરમીન્ટ ગ્રોવ વિસ્તારમાં રહે છે. જ્યારે ઓછી કમાણી કરતા વિસ્તારમાં ન્યૂ સાઉથ વેલ્સના ગર્લી વિસ્તારનો સમાવેશ કરાયો છે.
ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસના આંકડા પ્રમાણે, દેશમાં સૌથી વધુ કમાણી કરતા ટોચના 10 વિસ્તારોમાંથી 8 વિસ્તાર ન્યૂ સાઉથ વેલ્સના છે. જ્યારે સૌથી ઓછી કમાણી કરનારા વિસ્તારોમાંથી 5 વિસ્તાર રીજનલ ન્યૂ સાઉથ વેલ્સના છે.

Credit: ATO
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પોસ્ટ કોડ 6011 કોટ્સલોય તથા પેપ્પરમીન્ટમાં રહેતા 6581 રહેવાસીઓની સરેરાશ વાર્ષિક કમાણી 325,343 ડોલર છે.
બીજા તથા ત્રીજા ક્રમે સિડનીના ડાર્લિંગ પોઇન્ટ, એજક્લિફ, પોઇન્ટ પીપર તથા બેલેવુ હિલ વિસ્તારોનો સમાવેશ થાય છે. ડાર્લિંગ પોઇન્ટ, એજક્લિફ, પોઇન્ટ પીપર વિસ્તારમાં રહેતા લોકોની સરેરાશ વાર્ષિક કરમાણી 205,957 ડોલર તથા બેલેવું હિલના રહેવાસીઓની કમાણી 195,204 ડોલર છે.
વિક્ટોરીયાના હોક્સબર્ન તથા તૂરક વિસ્તારના 9970 રહેવાસીઓની સરેરાશ વાર્ષિક આવક 184,939 ડોલર છે.
સૌથી વધુ આવક મેળવતા ઓસ્ટ્રેલિયાના ટોચના-10 વિસ્તારો
પોસ્ટકોડ | રાજ્ય | વિસ્તાર | વસ્તી | સરેરાશ આવક |
6011 | વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા | કોટ્સલોય, પેપ્પરમીન્ટ ગ્રોવ | 6,581 | 325,343 |
2027 | ન્યૂ સાઉથ વેલ્સ | ડાર્લિંગ પોઇન્ટ, એજક્લિફ | 5910 | 205,957 |
2023 | ન્યૂ સાઉથ વેલ્સ | બેલેવુ હિલ | 7,382 | 195,204 |
2030 | ન્યૂ સાઉથ વેલ્સ | ડોવર હાઇટ્સ, રોઝ બે નોર્થ | 9,888 | 186,025 |
3142 | વિક્ટોરીયા | હોક્સબર્ન, તૂરક | 9970 | 184,939 |
2088 | ન્યૂ સાઉથ વેલ્સ | મોસમાન, સ્પીટ જંકશન | 20,158 | 177,645 |
2110 | ન્યૂ સાઉથ વેલ્સ | હન્ટર્સ હિલ, વૂલવિચ | 6173 | 175,907 |
2025 | ન્યૂ સાઉથ વેલ્સ | વૂલારા | 5,270 | 172,600 |
2063 | ન્યૂ સાઉથ વેલ્સ | નોર્થબ્રિજ | 4,445 | 170,619 |
2028 | ન્યૂ સાઉથ વેલ્સ | ડબલ બે | 3,570 | 170,051 |
સૌથી વધુ આવક મેળવતા ટોચના 10 વિસ્તારોમાંથી 8 વિસ્તારો ન્યૂ સાઉથ વેલ્સના છે જ્યારે એક-એક વિસ્તારમાં વિક્ટોરીયા તથા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
સૌથી ઓછી આવક મેળવતા ઓસ્ટ્રેલિયાના ટોચના-10 વિસ્તારોની યાદી
ન્યૂ સાઉથ વેલ્સના ગર્લી વિસ્તાર (પોસ્ટ કોડ 2398) બરેન જંક્શન, ડ્રીલડૂલ, નોવલી (પોસ્ટકોડ 2386) અને બૂમી, ગેરાહ (પોસ્ટકોડ 2405) સૌથી ઓછી આવક મેળવતા વિસ્તારો છે.
ગર્લી વિસ્તારમાં 138 રહેવાસીઓની સરેરાશ વાર્ષિક આવકમાં 23,484 ડોલરનો ઘટાડો થયો છે જ્યારે બરેન જંક્શન, ડ્રીલડૂલ, નોવલીમાં 210 રહેવાસીઓની સરેરાશ વાર્ષિક આવકમાં 17,794 ડોલર ઘટ્યાં છે.
સૌથી ઓછી આવક ધરાવતા વિસ્તારોમાં ન્યૂ સાઉથ વેલ્સના 5, ક્વિન્સલેન્ડના 3, સાઉથ ઓસ્ટ્રેલિયાના 2 વિસ્તારોનો સમાવેશ થાય છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.