Voice to Parliament શું છે?
વર્ષ ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયાના આદિજાતિ સમુદાયના પ્રતિનિધિઓ ઉલુરુ ખાતે ભેગા થયા અને તેમણે ઓસ્ટ્રેલિયાવાસીઓ સામે પ્રસ્તુત કર્યું.
The Uluru Statement પરિવર્તનના ત્રણ મુખ્ય મુદ્દાઓને વાચા આપે છે. Voice , Makarrata ( જે માટે નો Yolingu શબ્દ છે) અને .
મુખ્ય મુદ્દાઓ
- વોઇસ ટુ પાર્લામેન્ટ, આદિજાતિ સમુદાયને લગતા વિષયોમાં કેન્દ્રીય સરકારને સલાહ સૂચનો આપતી આદિજાતિ સલાહકાર સંસ્થા માટેની માંગ છે.
- ઉલુરુ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ હાર્ટ ત્રણ મુખ્ય પરિવર્તનોની માંગ કરે છે જેમાંથી વોઇસ ટુ પાર્લામેન્ટ પ્રથમ છે.
- ઉલુરુ સ્ટેટમેન્ટના રચનાકારોએ મે-૨૦૨૩ અને જાન્યુઆરી ૨૦૨૪ ને જનમત સંગ્રહ માટેની સંભવિત તારીખો તરીકે સૂચવી છે.
પહેલું પરિવર્તન Voice to Parliament છે, જેને માટે સંવિધાનમાં સુધારાની આવશ્યકતા છે .
એનો અર્થ એવો થાય કે એમ કરવા માટે જનમત સંગ્રહની જરૂરિયાત છે. જેથી પ્રસ્તાવ ઓસ્ટ્રેલિયન નાગરિકો સામે મૂકી શકાય.
તે ઓસ્ટ્રેલિયાના કાયદાકીય અને રાજનીતિક તંત્રની દાયકા લાંબી પ્રક્રિયા અને ઓસ્ટ્રેલિયન નાગરિકોના આદિજાતિ સમુદાયને સંવિધાનિક માન્યતા આપવાના કાર્યોનું મિશ્રણ છે.
ઓસ્ટ્રેલિયનો માટે એનું શું મહત્વ છે?
જનમત સંગ્રહ ઓસ્ટ્રેલિયનોને એક નવી જોગવાઈને મંજૂર કરવા માટે કહેશે જે કેન્દ્રીય સંસદને સલાહકાર સંસ્થા બનાવવા માટે સક્ષમ બનાવે છે જે Voice of Parliament તરીકે ઓળખાશે.
ઓસ્ટ્રેલિયાનું બંધારણ, જે 1 જાન્યુઆરી 1901ના રોજ અમલમાં આવ્યું હતું. તે એબોરિજિનલ અથવા ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકોના અગાઉના વ્યવસાય અને તેમની જમીનના હકોને માન્યતા આપતું નથી.
સાદી ભાષામાં કહીએ તો, Voice of Parliament એ 60,000 વર્ષોથી ખંડમાં વસવાટ કરતા આ ખૂબ જ પ્રાચીન સમૂહને ઓસ્ટ્રેલિયન બંધારણ દ્વારા ઓસ્ટ્રેલિયન લોકશાહીમાં તેમનો અવાજ અને ભૂમિકાને અપાતી માન્યતા છે,
ઉલુરુ ડાયલોગના સહ-અધ્યક્ષ અને ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય માનવાધિકાર વકીલ, પ્રોફેસર મેગન જેન ડેવિસે જણાવ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયન લોકો અને ખંડને "રાષ્ટ્રની સંપૂર્ણ અભિવ્યક્તિ" તરીકે માનવા અંગે પણ છે, જે દેશને ઇતિહાસમાં પ્રથમ વખત "આગળ વધવા” માટે સક્ષમ બનાવે છે.
"તે ઘણા બધા સુધારાઓનો એક ભાગ છે જે ઉલુરુ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ હાર્ટ દ્વારા આપણા લોકોને સશક્ત બનાવવા માટે જરૂરી પરિવર્તનના સંદર્ભમાં માંગવામાં આવ્યું હતું અને તેમાં makrrata કમિશનનો સમાવેશ થાય છે જે એક કરાર અથવા સંધિ કમિશન છે," તેમણે કહ્યું.
આદિજાતી સમુદાયના જીવન વિશે નિર્ણય લેવા માટે નિયમો અને કાયદા ઘડાય ત્યારે તેમને કેન્દ્ર સ્થાને રાખી તેમના મતને મહત્વ આપવામાં આવે તે જરૂરી છે.
હાલ આ અંગે આપણે ક્યાં છીએ?
એ ચૂંટણીની રાત્રે કરેલા વિજયી ભાષણના સંબોધનમાં જણાવ્યું હતું કે, "ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટી તરફથી હું ઉલુરુ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ હાર્ટ માટે કટિબદ્ધ છું.”
આ નિવેદન પર, પ્રોફેસર ડેવિસે કહ્યું, "તે રાહત અને સિદ્ધિની લાગણી છે પરંતુ હજુ પણ લાંબી મજલ કાપવાની છે".
“અમે ઉત્સાહિત છીએ, ઓસ્ટ્રેલિયા ભાગ્યે જ તેના બંધારણમાં ફેરફાર કરે છે. અને અમારા લોકો માટે, અમને ક્યારેય કોઈ પણ પ્રકારની બંધારણીય સત્તાની તક મળી નથી. તેથી, આ એક ખૂબ જ નોંધપાત્ર બાબત છે. તે 1967ના લોકમતથી અલગ છે, કારણ કે આ સુધારો આપણા લોકોને સશક્ત બનાવશે," તેમણે જણાવ્યું.
ઉલુરુ ઘોષણાના સંદર્ભમાં જનમત સંગ્રહ માટે હવે પ્રતિબદ્ધતા છે, જે નિવેદનનો પ્રથમ ભાગ છે અને નવી કેન્દ્રીય સરકાર તેની શરૂઆત કરી રહી છે.
આગામી પગલાં
આદિજાતિ સમુદાયની માંગણીઓને બંધારણમાં સમાવી શકાય તે પહેલાંના આ મહત્વપૂર્ણ પગલાં છે.
બંધારણીય રીતે સુરક્ષિત હોવાને કારણે, તે રાજકીય સમયપત્રકની અસરથી બહાર રહેશે.
તેનો અર્થ એ છે કે આદિજાતિ સશક્તિકરણ અને રાષ્ટ્રના લોકશાહી જીવનમાં સક્રિય ભાગીદારી સત્તામાં રહેલા રાજકીય પક્ષ પર આધારિત નથી.
અગાઉની ગઠબંધન સરકાર આ માંગણીઓ અંગે કાયદો બનાવવાનો ઇરાદો ધરાવતી હતી પરંતુ તેને બંધારણમાં સમાવિષ્ટ કરવાની કોઈ યોજના નહોતી અને જો તે માટે કાયદો બનાવવો હોય તો તેને રદ કરી શકાય છે.
READ MORE
What does Welcome to Country mean?
પરંતુ એકવાર તે બંધારણમાં આવી જાય, તે ફક્ત બીજા લોકમત દ્વારા જ ઉલટાવી શકાય છે.
તેના માટે કોઈપણ મતદાન પહેલાં રાજકીય સમર્થન અને વધુ પરામર્શની જરૂર પડશે.
જો ફેડરલ સંસદ બિલ પસાર કરે છે, તો ફેડરલ સંસદ માટે કાયમી આદિજાતિ સલાહકાર સંસ્થા બનાવવા માટે છ મહિનાની અંદર લોકમત યોજાવો જોઈએ.
ઉલુરુ સ્ટેટમેન્ટના રચનાકારો એ મે 2023 અથવા જાન્યુઆરી 2024ને લોકમત યોજવાની તરીકે સૂચવી છે.