હવે જાણો તમારા ખાદ્યપદાર્થો ક્યાંથી આવે છે

આગામી 1લી જુલાઇ 2018થી અમલમાં આવી રહેલા નવા કાયદા અંતર્ગત ખાદ્યપદાર્થ મૂળ ક્યાં દેશમાં ઉત્પન્ન થયો છે તેની જાણકારી પ્રોડક્ટ પર આપવાની રહેશે.

food labels

Source: Getty Images

1લી જુલાઇ 2018થી ગ્રાહક કોઇ પણ વસ્તુ ખરીદશે ત્યારે તેને જે તે વસ્તુ ક્યાં દેશમાં ઉત્પન્ન થઇ છે તેની જાણકારી પ્રાપ્ત થશે. ઓસ્ટ્રેલિયન સરકારે ઉદ્યોગો માટે વસ્તુ પર તે ક્યાં ઉત્પાદિત થઇ છે તેની જાણકારી આપવી અનિવાર્ય બનાવી છે.

નવા લેબલ અંગેનો નિયમ 1લી જુલાઇ 2016ના રોજ અમલીકરણમાં મૂક્યો હતો પરંતુ ઓસ્ટ્રેલિયન સરકારે ખાદ્યપદાર્થો ઉત્પાદિત કરતી કંપનીઓને જરૂરી સુધારા કરવા માટે બે વર્ષનો સમય આપ્યો હતો.

1લી જુલાઇ 2018થી આ નવો કાયદો ફરજિયાત બનશે.

લેબલના નવા કાયદા પ્રમાણે વસ્તુ પર તે ક્યાં ઉત્પન્ન થઇ, ક્યાં બની અને પ્રોસેસ ઓસ્ટ્રેલિયા અથવા અન્ય દેશમાં થઇ ઉપરાંત તે પ્રાથમિક કે બિન-પ્રાથમિક હરોળમાં આવે છે તે જાણવા મળશે.
Anand Luhar, a shop owner in Melbourne
Anand Luhar, a shop owner in Melbourne. Source: Anand Luhar
સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા નિયમ અંગે ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા આનંદ લુહારે જણાવ્યું હતું કે, "આ નિયમ આવકાર્ય છે. ગ્રાહક જ્યારે પણ કોઇ ચીજવસ્તુ ખરીદે છે ત્યારે તેનો હક બને છે કે તે વસ્તુ ક્યાં ઉત્પાદિત થઇ છે, તેની પર કઇ જગ્યાએ પ્રોસેસિંગ થયું છે, તેમાં કઇ અન્ય ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરાયો છે. આ કાયદા અંતર્ગત ગ્રાહક હવે જ્યારે વસ્તુ ખરીદવા જશે ત્યારે તે વધારે ચોક્કસાઇપૂર્વક ખરીદી કરશે."

"આ ઉપરાંત ઘણી વખત વસ્તુઓની નકલ પણ કરાય છે, તે બંધ થશે. મેં જોયું છે કે કેટલીક વસ્તુઓ માત્ર ભારતમાં જ વેચાવા માટે ઉત્પાદિત થઇ હોય છે પરંતુ કેટલાક વેપારીઓ ગેરકાયદેસર રીતે અહીં તેનું વેચાણ કરે છે તે પણ બંધ થવું જોઇએ."

નવો નિયમ કોફી શોપ્સ, રેસ્ટોરન્ટ્સ, પબ, ટેક અવે જેવા બિઝનેસને લાગુ પડશે નહીં. આ ઉપરાંત જે ઉત્પાદનો 30મી જૂન 2018 પહેલા ઉત્પાદિત થયા છે તેમને પણ નવા કાયદામાં છૂટ મળશે. જોકે તે ઉદ્યોગની જવાબદારી બનશે કે તેઓ ખાદ્ય વસ્તુઓની સાચી, યોગ્ય અને ચોક્કસ માહિતી આપે.

Label on the tomatoes in a super market in Australia
Label on the tomatoes in a super market in Australia. Source: Brendon Thorne/Bloomberg via Getty Images


'Grown in' 'Produced in' and 'Made in'વચ્ચેનો ફેરફાર સમજો

જો કોઇ પણ ખાદ્યપદાર્થની સામગ્રીઓ ઓસ્ટ્રેલિયામાં બનેલી હશે તો એને 'Grown in',ખાદ્યપદાર્થની સામગ્રીઓ ઓસ્ટ્રેલિયન હોય અને તેનું મોટાભાગનું ઉત્પાદન અહીં થયું હોય તેવી ચીજવસ્તુઓને 'Produced in Australia'કહેવાશે, તો કોઇ પણ વસ્તુની સામગ્રી ઓસ્ટ્રેલિયન કે બીજા દેશની હોય પરંતું તેની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓસ્ટ્રેલિયામાં થઇ હશે તો એ 'Made in Australia' કહેવાશે.

પ્રાથમિક ખાદ્યપદાર્થોમાં ઓસ્ટ્રેલિયન સામગ્રી હશે તો જ તેને 'Grown in Australia' કહેવાશે

ફળો, શાકભાજી, મીટ, બ્રેડ, દૂધ, જ્યુસ, સીફૂડ, મધ, સિરીયલ જેવી ખાદ્યસામગ્રીઓ "પ્રાથમિક ખાદ્યપદાર્થો" કહેવાશે. નવા કાયદા પ્રમાણે આ પદાર્થો જો ઓસ્ટ્રેલિયામાં ઉત્પન્ન થયા હશે અને તેમાં 100 ટકા ઓસ્ટ્રેલિયન સામગ્રીઓ વપરાઇ હશે તો જ તેને 'Grown in Australia' કહેવાશે.

પ્રાથમિક ખાદ્યપદાર્થો કે જેની પર ત્રિકોણીય આકારની અંદર કાંગારુનું નિશાન હશે તેનાથી ગ્રાહકને ખબર પડશે કે તે ઓસ્ટ્રેલિયામાં ઉત્પન્ન થયેલી વસ્તુ છે. 
Labels on products from Australian food icon Maggie Beer
Labels on products from Australian food icon Maggie Beer were likely to mislead the public about where they were manufactured. Source: AAP Image/ACCC
બિન-પ્રાથમિક ખાદ્યપદાર્થ માટે ઉત્પન્ન થયેલા દેશની વિગતો 

બિન-પ્રાથમિક ખાદ્યપદાર્થોએ તે ક્યા દેશમાં ઉત્પન્ન થઇ છે તેની વિગતો આપવી અનિવાર્ય બની છે. ચા-ખાંડ, બિસ્કીટ, નાસ્તો, વોટર બોટલ, સોફ્ટ ડ્રીન્ક્સ, સ્પોર્ટ્સ ડ્રીન્ક્સ અને આલ્કોહોલ બિન-પ્રાથમિક ખાદ્યપદાર્થોની શ્રેણીમાં આવે છે.

બિન-પ્રાથમિક ખાદ્યપદાર્થોની જેમ જ અગાઉથી જ તૈયાર એવી ખાદ્યસામગ્રીમાં તે ક્યાં દેશમાં ઉત્પન્ન થઇ છે તેની જાણકારી આપવી ફરજિયાત બની છે. ઉદ્યોગોએ જો તે ઉત્પાદિત વસ્તુમાં કેટલા પ્રમાણમાં ઓસ્ટ્રેલિયન સામગ્રીનો ઉપયોગ થયો છે તેની જાણકારી આપવી હોય તો બાર ચાર્ટ દ્વારા તે આપી શકે છે.


Share
Published 29 June 2018 5:47pm
Updated 4 July 2018 6:09pm
By Vatsal Patel


Share this with family and friends