આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કાયદાકિય માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન

ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વિવિધ ભાષાઓમાં કાયદાકીય બાબતો અંગેની માહિતી મેળવી શકે તે માટે "MyLegal Mate" મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. વિદ્યાર્થીઓ વિશ્વની છ ભાષાઓમાં માહિતી મેળવી શકશે.

A mobile application offering students multilingual legal information has been launched at the annual Lord Mayor’s Welcome for international students at Sydney Town Hall

Source: Supplied

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં અભ્યાસ માટે આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અહીંની કાયદાકિય બાબતોમાં પોતાની જ ભાષામાં માહિતી મેળવી શકે તે માટેની મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

સિડનીના ટાઉન હોલ ખાતે લોર્ડ મેયરે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના આવકાર માટે યોજેલા એક સમારંભમાં "MyLegal Mate" મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મદદ મળશે

સમારંભમાં વિદ્યાર્થીઓને આવકારતા પોતાના નિવેદનમાં લોર્ડ મેયર ક્લોવર મૂરેએ જણાવ્યું હતું કે નવા શહેરમાં મોટાભાગના વિદ્યાર્થીઓને ભાષા, સંસ્કૃતિ તથા અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
A mobile application offering students multilingual legal information has been launched at the annual Lord Mayor’s Welcome for international students at Sydney Town Hall
A mobile application offering students multilingual legal information has been launched at the annual Lord Mayor’s Welcome for international students at Sydney
અને, સમસ્યાનો હલ શોધવાનો યોગ્ય માર્ગ મળતો નથી, આ મોબાઇલ એપ્લિકેશનની મદદથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ થોડી જ ક્ષણોમાં કાયદાકિય માહિતી મેળવી શકશે. જે તેમને ન્યૂ સાઉથ વેલ્સ તથા સિડનીના વાતાવરણનો સકારાત્મક અનુભવ કરાવશે.

4 બાબતો પર વિશેષ ધ્યાન

એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓને લગતી 4 બાબતો પર વિશેષ ધ્યાન અપાયું છે. જેમાં વિદ્યાર્થીકાળ દરમિયાન નોકરીને લગતી બાબતો, હાઉસિંગ, શૈક્ષણિક સંસ્થાઓ સાથે થતા મતભેદો અને શારીરિક શોષણ વિશેની માહિતી આ એપ્લિકેશનના ઉપયોગથી મેળવી શકાશે.

Image

અંગ્રેજી સહિત 6 ભાષામાં ઉપલબ્ધ

MyLegal Mate એપ્લિકેશનમાં વિડીયો ફોર્મેટમાં પણ માહિતીનો સંગ્રહ કરાયો છે. આ ઉપરાંત, અંગ્રેજી સહિત વિશ્વની અન્ય છ ભાષામાં આ જાણકારી ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન યુનિવર્સિટીસ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને વાર્ષિક ફી  - સબસ્ક્રીપ્શન દ્વારા ઉપલ્બધ કરાશે, અને તે સંસ્થાઓના માધ્યમથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેનો મફતમાં વપરાશ કરી શકશે.

MyLegal Mate એપ્લિકેશન City of Sydney, StudyNSW અને Fair Work Ombudsman ના ફંડિંગથી તથા સિડનીની Practera કંપનીની ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવી છે.

Share

Published

By SBS Gujarati
Source: SBS


Share this with family and friends