ઓસ્ટ્રેલિયન રાજ્યમાં વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનના વપરાશ, સીટબેલ્ટનો નવો નિયમ અમલમાં

નિયમભંગ બદલ વાહનચાલકને 555 ડોલર અને 4 ડિમેરીટ પોઇન્ટ્સનો દંડ થશે.

Detection cameras rolling out across New South Wales in bid to catch drivers on mobile phones

New mobile phone and seatbelt detection cameras are now operating across Victoria. Credit: NSW Government

વિક્ટોરીયા રાજ્યના રહેવાસીઓ રસ્તા પર સુરક્ષિત રહે અને અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય તે ઉદ્દેશ્ય સાથે રાજ્યના રસ્તાઓ પર નવા મોબાઇન ફોન તથા સીટબેલ્ટ ડીટેક્શન કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે.

રાજ્યના પોલિસ બાબતોના મંત્રી એન્થની કાર્બિનેસે જણાવ્યું હતું કે, રાજ્યના રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા તથા સીટબેલ્ટ ન બાંધ્યો હોય તેવા લોકોને પકડવા માટે AI ટેક્નોલોજીયુક્ત કેમેરા સત્તાવાર ધોરણે કાર્યરત કરવામાં આવ્યા છે.

વાહનમાં વિવિધ ટેક્નોલોજીની સંખ્યા વધી રહી છે અને તેના વપરાશના કારણે વાહનચાલક બેધ્યાન થઇ શકે છે. તેથી જ સરકારે નવો નિયમ અમલમાં મૂક્યો છે.
Road Safety Cameras
Source: AAP
સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિક્ટોરીયન રોડ સેફ્ટી સ્ટ્રેટીજી 2021-2030 યોજના હેઠળ સરકાર 33.7 મિલિયન ડોલરનું રોકાણ કરી રહી છે.
જે અંતર્ગત નવા કેમેરા લગાવવામાં આવ્યા છે અને અંદાજ મુજબ, વર્ષે 95 જેટલી ઇજા કે મૃત્યુના બનાવો રોકવામાં સફળતા મળશે.

શરૂઆતમાં, બે મોબાઇલ ફોન તથા સીટબેલ્ટ ડિટેક્શન કેમેરા પ્રણાલી શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ વર્ષ 2023ના મધ્યથી અન્ય સ્થળોએ કેમેરા સક્રીય કરાશે.

સમગ્ર વિક્ટોરીયાના ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં મળીને કુલ 200 સ્થળોએ કેમેરા શરૂ કરવામાં આવશે.

ટેક્નોલોજી અમલમાં આવ્યાના ત્યાર બાદ 3 મહિના સુધી છૂટછાટ આપવામાં આવશે. ત્યાર બાદ વાહનચાલકોને નિયમ ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી તથા દંડ ફટકારવામાં આવશે.

રાજ્યભરમાં મોબાઇલ ફોન તથા સીટબેલ્ટ ડિટેક્શન કેમેરા વિશે જાગૃતિ તથા જ્ઞાન મળી રહે તે માટે ટ્રાન્સપોર્ટ એક્સીડન્ટ કમિશન (TAC) દ્વારા કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત, વાહનચાલકોને કેમેરા કાર્યરત છે તે વિશે યાદ કરાવવામાં આવી રહ્યું છે.

નવો નિયમ રાજ્યમાં શુક્રવાર 31મી માર્ચથી અમલમાં આવ્યો છે. જે મોબાઇલ વપરાશના વર્તમાન નિયમોને સુસંગત છે.

વાહન ચલાવતી વખતે મોબાઇલ વપરાશના નિયમો અદ્યતન ટેક્નોલોજી, વાહનોમાં અગાઉથી જ ફીટ કરવામાં આવેલા ડીવાઇસ, સ્માર્ટવોચ, ટેબલેટ જેવા ઉપકરણો સુધી આવરી લેવામાં આવ્યા છે.

વિક્ટોરીયા પોલિસ ઉપકરણોના ઉપયોગ તથા સીટબેલ્ટ સાથે સંકળાયેલા નિયમના ભંગ બદલ દંડ ફટકારી શકે છે. જે વાહનચાલકો ઉપકરણોના કારણે બેધ્યાન થઇને વાહન ચલાવતા ઝડપાશે તેમને 4 ડિમેરીટ પોઇન્ટ્સ તથા 555 ડોલરનો દંડ થઇ શકે છે.

વધુ માહિતી માટે ની મુલાકાત લો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share
Published 3 April 2023 4:38pm
By Vatsal Patel
Source: SBS

Share this with family and friends