ગયા વર્ષની સરખામણીમાં ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપની અરજીમાં મોટો ઘટાડો થયો હોવા છતા પણ લાખો માઇગ્રન્ટ્સને સિટીઝનશિપ મેળવવા માટે 16 મહિના જેટલી રાહ જોવી પડી રહી છે.
વર્તમાન સમયમાં 221,000 માઇગ્રન્ટ્સે ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ માટે અરજી કરી છે. તેમાંથી 30 હજાર જેટલા ભારતીય માઇગ્રન્ટ્સ છે. 27 હજાર જેટલા માઇગ્રન્ટ્સ યુનાઇટેડ કિંગડમના છે અને ત્રીજા ક્રમે ચીનના 17 હજાર લોકો છે.
ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ મેળવવા માટે 493 દિવસ જેટલો સમય લાગી રહ્યો છે. જે વર્ષ 2012-13માં 167 દિવસનો હતો.સિટીઝનશિપની અરજી કર્યા બાદ ડીપાર્ટમેન્ટ તે અરજી પર કોઇ નિર્ણય લે તેમાં લગભગ 410 દિવસનો સમય લાગે છે જે વર્ષ 2012-13માં ફક્ત 63 દિવસ હતો. ત્યારબાદ, છેલ્લી અને અંતિમ પ્રક્રિયા સ્થાનિક કાઉન્સિલ દ્વારા સિટીઝનશિપનો કાર્યક્રમ યોજવા પર આધારિત હોય છે.
The average number of days from lodging a citizenship application to receiving Australian citizenship. Source: Department of Home Affairs Source: SBS Punjabi
લેબર પક્ષના સાંસદ જુલિયન હિલના પ્રશ્ન બાદ ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે સિટીઝનશિપ અંગેના આંકડા પ્રસ્તુત કર્યા હતા. જેમાં જણાવ્યા પ્રમાણે ગયા વર્ષથી સરખામણીમાં લગભગ 1 લાખ જેટલી અરજીઓ ઓછી થઇ છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018-19માં લગભગ 1 લાખ 45 હજાર જેટલી અરજીને સિટીઝનશિપની માન્યતા આપવામાં આવી હતી.ઇમિગ્રેશન એન્ડ સિટીઝનશિપ મિનીસ્ટર ડેવિડ કોલમેને જણાવ્યું હતું કે સરકારે સિટીઝનશિપની અરજી અંગેની કાર્યવાહીમાં ઝડપ આવે તે માટે 9 મિલિયન ડોલરનું રોકાણ કરીને નવી સિસ્ટમ અમલમાં મૂકી છે. આ ઉપરાંત, ગૂંચવણભર્યા કેસનો ઝડપથી નિકાલ આવે તે માટે વિવિધ ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે.
ده کشور با بالاترین تعداد متقاضی Source: Department of Home Affairs
સિટીઝનશિપ એપોઇન્ટ્સની સંખ્યા વધારતા અરજીકર્તાના ઇન્ટરવ્યું અને સિટીઝનશિપ ટેસ્ટમાં પણ ઝડપ આવી છે, તેમ ડેવિડ કોલમેને જણાવ્યું હતું.
ડીપાર્ટમેન્ટના વર્તમાન આંકડા પ્રમાણે, સિટીઝનશિપની અરજી પર લગભગ 22 મહિનામાં ચૂકાદો આવે છે.