ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ઘર ખરીદવમાં લોકોને મદદ કરવા સરકારે ફર્સ્ટ હોમ બાયર્સ લોન માટે ડિપોઝિટ ઓછી કરવાની યોજના જાહેર કરી છે.
૧લી જાન્યુઆરી ૨૦૨૦થી દર વર્ષે ઓસ્ટ્રેલીયામાં પોતાનું પહેલું ઘર ખરીદનાર ૧૦,૦૦૦ ફર્સ્ટ હોમ બાયર્સને માત્ર ૫% ડિપોઝિટ ભરવી પડશે.
બાકીના ૧૫% રકમની બાંયધરી કેન્દ્ર સરકાર આપશે.
ગત ચૂંટણી પ્રચાર દરમિયાન સરકારે આ યોજનાની ઘોષણા કરી હતી. અને સંસદના બંને ગૃહોમાં આ યોજના પસાર થતાં સરકારે તેની વિગતો બહાર પાડી છે.
જો ઘર ખરીદતા સમયે 20% ડિપોઝિટની વ્યવસ્થા ના થઇ શકે તો મોર્ટગેજ વીમા (Lenders Mortgage Insurance)ની રકમ બાકાત કરી 95 ટકા સુધીની લોન મેળવી શકશે.
ઓછી અને મધ્યમ આવકવાળા ૧૦,૦૦૦ લોકો દર વર્ષે આ યોજનાનો લાભ લઇ શકશે.
યોજનનો લાભ લેવા માટે અવાકની મર્યાદા છે,
- સીન્ગ્લ (એકલી વ્યક્તિ) માટે વાર્ષિક આવક $125,000 થી ઓછી હોવી જોઈએ
- યુગલ માટે બંનેની મળીને વાર્ષિક આવક $200,000થી ઓછી હોવી જોઈએ
ગૃહ પ્રધાન માઇકલ ઝુકરે કહ્યું કે આ પ્રોજેક્ટ જાન્યુઆરી 2020 માં શરૂ થશે.
More stories on SBS Gujarati
કેવી રીતે ઘટાડી શકાય આપણું ઈલેક્ટ્રિસિટી બિલ?
આ યોજના હેઠળ મકાન ખરીદવા માટે દરેક શહેર માટે મકાનની કિંમત પર અલગ અલગ મર્યાદા જાહેર થઇ છે. ૫% ડિપોઝિટ ભરી સરકારી મદદ સાથે મકાન ખરીદવું હોય તો
- સિડનીમાં $ 700,000 સુધીની કિંમત વાળા મકાનો પર આ યોજનાનો લાભ મેળવી શકાશે
- મેલબર્નમાં $600,000
- બ્રિસ્બેનમાં $475,000
- પર્થમાં $400,000
- એડીલેડમાં $400,000
- હોબાર્ટમાં $400,000
- કેનબેરા અને ACTમાં $500,000
- નોર્ધર્ન ટેરેટરીમાં $375,000 સુધીની કિંમત વાળા મકાનો પર આ યોજનાનો લાભ મેળવી શકાશે
દેશના દરેક ભાગમાં, યોજનાએ ઘર ખરીદવાનો ખર્ચ ઘટાડ્યો છે.
આ પ્રોજેક્ટ હેઠળ દરેક રાજ્યમાં 250,000થી ઓછી વસ્તીવાળા નાના શહેરોનો પણ સમાવેશ કરવામાં આવશે. પ્રાદેશિક વિસ્તારોમાં ૫% ડિપોઝિટ ભરી પોતાનું પ્રથમ ઘર ખરીદવાની યોજના માટે મકાનની કિંમત મર્યાદા ઓછી રાખવામાં આવી છે.
State/Territory | Capital City and Regional Centres | Rest of State |
---|---|---|
NSW | $700,000 | $450,000 |
VIC | $600,000 | $375,000 |
QLD | $475,000 | $400,000 |
WA | $400,000 | $300,000 |
SA | $400,000 | $250,000 |
TAS | $400,000 | $300,000 |
ACT | $500,000 | |
NT | 375,000 |
દેશની ચાર મોટી બેંકોમાંથી માત્ર બે જ આ યોજનામાં સામેલ છે પરંતુ અન્ય બેન્કો અને નાના ધિરાણકર્તાઓ દ્વારા આ સુવિધા આપવામાં આવશે.
જોકે સરકારે જણાવ્યું નથી કે આ યોજના હેઠળની લોન પરના વ્યાજ દરમાં ભિન્નતા છે કે નહીં.
સંસદ દ્વારા પસાર કરાયેલ કાયદા કહે છે કે એક વર્ષ પછી આ પ્રોજેક્ટની સફળતા ચકાસવામાં આવશે.