વર્ષ 1894માં ગુંગ્લીએલમો માર્કોની નામક ઇટાલિયન વ્યક્તિ વડે પ્રથમ રેડિયો ટ્રાન્સમિશન આધારિત વાયરલેસ ટેલિગ્રાફ સેવા શોધવામાં આવી અને ત્યારથી રેડિયો પ્રસારણ મોટા પાયે વિશ્વભરમાં થાય છે.
પ્રારંભ
વર્ષ 1920માં પ્રથમ અમેરિકી લાયસન્સ ધરાવતા રેડિયો સ્ટેશન પિટ્સબર્ગ, પેન્સિલવેનિયા ખાતે શરુ થયા, અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો અંગે માહિતી આપતા કાર્યકર્મ સાથે.
વર્ષ 1933માં એફ એમ પ્રસારણની શોધ અમરિકી એન્જીનીયર એડવિન આર્મસ્ટ્રોંગે કરી, અને ત્યારથી આજ સુધી વીસવભરમાં એફ એમ રેડિયો લોકપ્રિય છે.
પાછળ કેટલાક વર્ષોથી રેડિયો સેવાઓ ઓનલાઇન, લાઈવ સ્ટ્રીમિંગ, પોડકાસ્ટ, એપ્સ અને વિવિધ મોબાઈલ ઉપકરણો પર મોજુદ છે.
1938 : રેડિયોના પ્રભાવનો અનુભવ થયો.
30 ઓક્ટોબર 1938ના રેડિયોની ક્ષમતા પ્રદર્શિત કરવામાં આવી જયારે અમેરિકી અભિનેતા અને ફિલ્મમેકર ઓર્સન વેલ્લેસે હર્બર્ટ જ્યોર્જ વેલ્સની નોવેલ ધ વોર ઓફ ધ વર્લ્ડને શ્રોતાજનો માટે રૂપાંતરિત કરી રજુ કરી.
આજનો રેડિયો
![World Radio Day information](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/wrdinstagramen.jpg?imwidth=1280)
Source: Worldradioday.ord
રેડિયો સમુદાયને જોડે છે અને સકારાત્મક વાતચીત માટે પ્રોત્સાહિત કરે છે. શ્રોતાજનોનો જરૂરત અને પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને રેડિયો પર વિવિધ પ્રકારના કાર્યક્રમો બનાવાય છે અને રજુ થાય છે.
13મી ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ !
![World Radio Day](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/banneren-02.jpg?imwidth=1280)
World Radio Day Source: World Radio Day
રેડિયો એક પ્રભાવશાળી માધ્યમ છે. ખાસ કરીને ગ્રામીણ અને દુરાંત વિસ્તારમાં માહિત અને મનોરંજન પહોંચાડવાનું, શિક્ષણ પહોંચાડવાનું અને આપાતકાલીન પરિસ્થિતિમાં સંચાર અને આપડા રાહતમાં મદદ પુરી પાડવાનું.![World Radio Day information](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/infographicwrd2017_en_world_map.jpg?imwidth=1280)
![World Radio Day information](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/infographicwrd2017_en_world_map.jpg?imwidth=1280)
Source: World Radio Day
આ દિવસનો ઉદેશ શું છે?
- લોકો સુધી રેડિયોના મહત્વને પહોંચાડવાનો
- રેડિયોના માધ્યમથી નીતિ નિર્માતાઓ માહિતી વહેંચે તે માટે પ્રોત્સાહિત કરવાનો
- આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાનો
![World Radio Day information](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/infographicwrd2017_en.jpg?imwidth=1280)
Source: WorldRadioday
વર્ષ 1975માં સરકારી સેવાઓની માહિતી આપતા, છ ભાષાઓ સાથે સિડની - મેલબર્ન થી શરુ થયેલ SBS રેડિયો પર આજે 74ભાષાઓમાં પ્રસારણ કરવામાં આવે છે. આ સાથે ચાર સંગીત પીરસતી ચેનલ્સ પણ છે.
SBS રેડિયો કેવી રીતે સાંભળી શકો છો? એપ્પ, પોડકાસ્ટ, લાઈવ સ્ટ્રીમિંગ કે પારંપરિક રીતે.
![Radio is you!](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/a3poster3bis.jpg?imwidth=1280)
Radio is you! Source: www.diamundialradio.org