SBS તેના દક્ષિણ એશિયન ભાષાના કાર્યક્રમો માટે બીજી ઓડિયો ચેનલ ઉપલબ્ધ કરાવી રહ્યું હોવાથી તમારી મનપસંદ ઓડિયો સામગ્રી સાંભળવી પહેલા કરતાં હવે વધુ સરળ બની છે.
ગુરુવાર 5 ઓક્ટોબર 2023 થી, બાંગ્લા, ગુજરાતી, હિન્દી, નેપાળી, મલયાલમ, પંજાબી, સિંહાલા, તમિલ અને ઉર્દૂ કાર્યક્રમોનું સવારે 11 થી સાંજના 6 દરમિયાન SBS PopDesi પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
આ ચેનલ દ્વારા, SBSનું લક્ષ્ય 15 લાખથી વધુ ઓસ્ટ્રેલિયનો સુધી પહોંચવાનું છે જેઓ ઘરમાં દક્ષિણ એશિયન ભાષા બોલે છે.
નવા અને તાજા સમયપત્રક સાથે, SBS PopDesi શ્રોતાઓને તેમની પસંદના પ્લેટફોર્મ પર અને તેઓ પસંદ કરે તે સમયે સમાચારો, ગીતો અને અન્ય જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવશે.
શ્રોતાઓ SBS Radio 2 પર પરિચિત સમયે કાર્યક્રમો સાંભળવાનું, યથાવત્ રાખી શકે છે, જે SBS ને શ્રોતાઓ સુધી પહોંચવા વધુ વિકલ્પો પૂરા પાડે છે.
આ ફેરફાર SBS50 Audio Strategy નો એક ભાગ છે, જે બ્રોડકાસ્ટ રેડિયો, લાઇવ સ્ટ્રીમિંગ, ડિજિટલ પબ્લિશિંગ અને પોડકાસ્ટિંગને વેગ આપવા પર કેન્દ્રિત છે, જેથી પ્રેક્ષકોની પસંદગીને વધુ યોગ્ય રીતે સંબોધી શકાય.
SBSના ઓડિયો અને લેંગ્વેજ કન્ટેન્ટના ડિરેક્ટર ડેવિડ હુઆએ જણાવ્યું હતું કે, "દક્ષિણ એશિયન વારસો ધરાવતા ઓસ્ટ્રેલિયાના વિવિધ સમુદાયો માટે અમારી પાસે નવી ચેનલ છે અને એ માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ."
એક જગ્યાએ તમે SBS ની વિવિધ ભાષાના કાર્યક્રમો, સમાચાર, સાંપ્રત બાબતો અને અમારા અદ્ભુત મનોરંજન તથા સંગીતની પ્રસ્તુતિ પણ મેળવી શકશો. અમે આ નવી વિસ્તૃત પ્રસ્તુતિ પર શ્રોતાઓનો પ્રતિસાદ મેળવવા માટે આતુર છીએ.David Hua, SBS Director of Audio and Language Content
સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે વૈવિધ્યસભર પૃષ્ઠભૂમિવાળા સમુદાયોને વધુ સારી રીતે સેવા આપવા માટે SBS નિયમિતપણે તેની સેવાઓની સમીક્ષા કરતું રહે છે.
આંકડાઓ દર્શાવે છે કે દક્ષિણ એશિયન સમુદાય ઓસ્ટ્રેલિયામાં સૌથી ઝડપથી વધતો સ્થળાંતરિત સમુદાય છે.
ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટીસ્ટીક્સ 2021ની વસ્તી ગણતરીમાં પંજાબી ભાષા બોલતા લોકોની સંખ્યા 239,033 નોંધવામાં આવી હતી. ત્યારબાદ, હિન્દી બોલતા લોકોની સંખ્યા 197,132, નેપાળી 133,068 અને ઉર્દૂ ભાષીઓની સંખ્યા 111, 873 છે.
વસ્તી ગણતરીના આંકડા મુજબ તમિલ બોલતા લોકોનું પ્રમાણ 95,404 છે. સિંહાલી 85,869, ગુજરાતી 81,334, મલયાલમ 78738, બાંગ્લા 70,116 અને તેલુગુ 59,406.
દક્ષિણ એશિયન ભાષાઓનો SBS PopDesi ચેનલમાં પ્રવેશ અને કેટલાક ભાષાના કાર્યક્રમોને નવા ટાઇમટેબલમાં ખસેડવાની કામગીરી સુલભતા વધારવા માટે કરવામાં આવી છે.
Source: SBS
શ્રોતાઓ સૂચિત પરિવર્તન માટે સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે. SBSના એક પંજાબી શ્રોતાના સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે, "પંજાબી કાર્યક્રમનો સમય રાતથી બદલીને સાંજે કરવા બદલ આભાર. અમારો પ્રતિસાદ સાંભળવા બદલ આભાર".
જેમ-જેમ SBS ડિજિટલ ક્ષેત્રમાં નવીનતા લાવે છે, તેમ તેમ તે ભવિષ્યમાં રેડિયોની ભૂમિકાને મજબૂત બનાવવાનું ચાલુ રાખશે.
5 ઓક્ટોબરથી શું બદલાશે તે અહીં આપવામાં આવ્યું છે:
Source: SBS Credit: SBS Nepali
હંમેશાં લોકપ્રિય PopDesi મ્યુઝિક મિક્સ આ સમયની બહાર સવાર, સાંજ અને સપ્તાહના અંતે પ્રસારિત કરવામાં આવશે.
હવે શ્રોતાઓને અમારી વેબસાઇટ અને SBS ઓડિયો એપ પર AM/FM રેડિયો, DAB+ રેડિયો, ડિજિટલ ટીવી અને સ્ટ્રીમિંગ મારફતે SBS ઓડિયો ભાષાના કાર્યક્રમો સાંભળવાની તક મળશે.
ઉપરજણાવેલ તમામ ભાષા કાર્યક્રમોનું SBS રેડિયો 2 પર પરિચિત સમયે પુનરાવર્તન અથવા પ્રસારણ કરવામાં આવશે.
SBS રેડિયો 2નું પ્રસારણ મેલબોર્ન, સિડની, કેનબેરા અને ન્યૂકેસલમાં AM અને FM બંને ફ્રીક્વન્સી પર થાય છે. SBS રેડિયો ઓસ્ટ્રેલિયાના અન્ય મુખ્ય કેન્દ્રોમાં AM અથવા FM ફ્રીક્વન્સી પર રાષ્ટ્રીય સ્તરે પણ પ્રસારણ કરે છે. ફ્રીક્વન્સીની સંપૂર્ણ યાદી જુઓ.
આ સમયપત્રક અને પ્લેટફોર્મમાં ફેરફારો હોવા છતાં, ખૂબ જ પ્રિય SBS ની સામગ્રી ઉચ્ચ ગુણવત્તાયુક્ત રહેશે કારણ કે SBS સમુદાયો માટે વિશ્વસનીય સ્રોત છે.
With image inputs from Deeju Sivadas and Abhas Parajuli and Vrishali Jain.