SBS Gujarati Diwali Competition 2024 - ઘરની સજાવટ કરો અને ઇનામ જીતો

હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળીની ઓસ્ટ્રેલિયામાં પરંપરાગત રીતે ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી થાય છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં વસતા લોકો પાસે તક છે, SBS Gujarati Diwali Competition 2024 માં ભાગ લઇને આકર્ષક ઇનામ જીતવાની.

Multi-generation Indian family making floral rangoli for Diwali celebration

Multi-generation Indian family making floral rangoli for Diwali celebration GettyImages Source: Moment RF / Mayur Kakade/Getty Images

SBS Gujarati House Decoration Competition 2024

દિવાળી નિમિત્તે તમે જો ઘરમાં સજાવટ કરી હોય કે મકાનને બહારથી રોશનીથી સજાવ્યું હોય એ ફોટો અમને [email protected] પર 25 ઓક્ટોબર 2024થી 8 નવેમ્બર 2024 દરમિયાન મોકલો.

સ્પર્ધામાં ભાગ લેનારી વ્યક્તિએ સજાવટ કે સુશોભનની સાથે ઉભા રહીને ફોટો ક્લિક કરીને અમને મોકલવાનો રહેશે.

ઇનામ

સ્પર્ધામાં 3 વિજેતા પસંદ કરવામાં આવશે. તેમને ગિફ્ટ વાઉચર આપવામાં આવશે.
  • પ્રથમ વિજેતાને 200 ઓસ્ટ્રેલિયન ડોલર,
  • બીજા વિજેતાને 100 ઓસ્ટ્રેલિયન ડોલર,
  • ત્રીજા વિજેતાને 100 ઓસ્ટ્રેલિયન ડોલર.
સ્પર્ધામાં ભાગ લેવાની પ્રક્રિયા

સ્પર્ધામાં ભાગ લેવા માટે તમારે 2 ફોટો [email protected] પર મોકલવાના રહેશે.

સ્પર્ધામાં ભાગ લેનારી વ્યક્તિ બંને ફોટોમાં દેખાય તેવી રીતે, પ્રથમ ફોટો સજાવટ કરતી વખતે અને બીજો ફોટો સજાવટ પૂરી થયા બાદ ક્લિક કર્યો હોય તે જરૂરી છે.

સ્પર્ધામાં ભાગ લેનારી વ્યક્તિએ તેમની માહિતી જેમાં, નામ, જન્મ તારીખ, ઓસ્ટ્રેલિયામાં ઘરનું સરનામું, ઇ-મેલ એડ્રેસ, ફોન નંબર મોકલવાનો રહેશે.

18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિએ જો સ્પર્ધામાં ભાગ લેવો હોય તો તેમના માતા-પિતાએ ઇ-મેલમાં બાળકની ભાગ લેવાની મંજૂરી અને બાળકની વિગતો આપવાની રહેશે.

માતા-પિતાએ ઇ-મેલમાં તેમની પોતાની વિગતો આપવી જરૂરી છે.
Coles Gift Cards
Source: SBS / SBS/Tracy Lo
25 ઓક્ટોબર 2024થી 8 નવેમ્બર 2024 (AEST) સાંજે 5 વાગ્યા સુધી એન્ટ્રી મોકલી શકો છો.

વિજેતાઓની જાહેરાત

સ્પર્ધકોમાંથી 3 વિજેતા પસંદ કરવામાં આવશે. જેની જાહેરાત 8મી નવેમ્બર 2024 બાદ કરવામાં આવશે. વિજેતાને ઇ-મેલ અથવા ફોન દ્વારા જાણકારી આપવામાં આવશે.

SBS Gujarati વેબસાઇટ પર વિજેતા દ્વારા કરવામાં આવેલી સજાવટનો ફોટો અને તેમનું નામ આર્ટીકલમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

સ્પર્ધામાં ભાગ લેવાની શરત

SBS Gujarati House Decoration Competition 2024 માં હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહેતી કોઇ પણ ઉંમરની વ્યક્તિ ભાગ લઇ શકે છે.

18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિએ જો સ્પર્ધામાં ભાગ લેવો હોય તો, તેમના માતા-પિતાએ તેમના બદલે તેમની એન્ટ્રી સબમીટ કરવાની રહેશે.

સ્પર્ધાના પ્રાયોજક, પ્રાઇઝ સપ્લાયર અને તેની સાથે જોડાયેલી કંપની તથા તેમના નજીકના પરિવારજનો ભાગ લઇ શકશે નહીં.

સ્પર્ધામાં વ્યક્તિ દીઠ એક જ એન્ટ્રી મોકલાવી શકાશે.

 સ્પર્ધાની અન્ય શરતો માટે ની મુલાકાત લો.

** ફોટો મોકલીને તમે SBSને આ ફોટો સોશિયલ મીડિયા સહિતના માધ્યમ પર વાપરવાની પરવાનગી આપી રહ્યા છો. તથા, ફોટોમાં ચિત્રિત હોય તેવા તમામ વયસ્ક સ્પર્ધક અને 18 વર્ષની ઓછી વયના બાળકોના માતા-પિતા આ અંગે સંમતિ આપી રહ્યા છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati  ને ફોલો કરો.

તમે  પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે  પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share
Published 23 October 2024 1:29pm
Updated 23 October 2024 1:43pm
By SBS Gujarati
Source: SBS

Share this with family and friends