ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં કોવિડ-19 પ્રતિરોધક રસી લેવાનો દર ધીરે - ધીરે વધી રહ્યો છે. અને, તેને ધ્યાનમાં રાખીને નિયંત્રણો પણ હળવા થઇ રહ્યા છે.
આ સાથે જ ગુજરાતીઓના સૌથી પ્રિય એવા તહેવાર નવરાત્રીના આયોજનની પણ શક્યતા દેખાઇ રહી છે.
ઓસ્ટ્રેલિયાના અન્ય શહેરોમાં જાહેર કાર્યક્રમોને પરવાનગી છે પરંતુ સિડની તથા વિક્ટોરીયામાં કોરોનાવાઇરસની પરિસ્થિતીને કારણે લોકોના ભેગા થવા પર નિયંત્રણો હોવાથી નવરાત્રિના આયોજનને અસર પહોંચી છે.
પરંતુ, કોરોનાવાઇરસના નિયંત્રણો હેઠળ રહેતા લોકોએ નિરાશ થવાની જરૂર નથી.SBS Gujarati ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ માટે લઇને આવ્યું છે #SBSNavratri2021
Indian women in traditional attire pose for photographs before practicing Garba. Source: AAP Image/AP Photo/Ajit Solanki
#SBSNavratri2021 માં ભાગ લેવા નવરાત્રી ઉજવણીની યાદો વર્ણવતો એક ઓડિયો રેકોર્ડ કરો અને અમનો મોકલો, પસંદ થનારા શ્રોતાઓને સરપ્રાઇઝ ગિફ્ટ મોકલવામાં આવશે.
ઓડિયોમાં તમે બાળપણ ક્યાં વિતાવ્યું તથા નવરાત્રીની ઉજવણી કેવી રીતે કરતા હતા તેનો ઉલ્લેખ કરી શકો છો. આ ઉપરાંત, હાલમાં ઓસ્ટ્રેલિયામાં કયા શહેરમાં રહો છો અને કોરોનાવાઇરસ મહામારી અગાઉ ઓસ્ટ્રેલિયામાં નવરાત્રી કેવી રીતે ઉજવતા હતા. સામાન્ય રીતે નવરાત્રી અગાઉ કેવી રીતે ખરીદી કરતા, ગરબાના કયા કાર્યક્રમોમાં ભાગ લેતા હતા, તથા છેલ્લા બે વર્ષથી કોવિડ-19ના નિયંત્રણો વચ્ચે નવરાત્રી કેવી રીતે ઉજવી રહ્યા છે, તે વિશે જણાવી શકો છો.
મહત્તમ 1 મિનીટથી 1.30 મિનીટ લાંબો ઓડિયો રેકોર્ડ કરી શકાશે.
ભાગ લેવા વિશેની વિગતો
- ભાગ લેવાની અંતિમ તારીખ 12 ઓક્ટોબર 2021
- ઓડિયો સાથે તમારી માહિતી મોકલવી ફરજિયાત
- ઓડિયો સાથે તમારે તમારું નામ, ઇમેલ એડ્રેસ અને ફોન નંબર મોકલવા જરૂરી છે.
- તમે રેકોર્ડ કરેલો ઓડિયો અમને SBS Gujarati ના Facebook Messenger તથા ઇમેલ દ્વારા મોકલાવી શકો છો.
#SBSNavratri2021 ના ઓડિયો SBS Gujarati વેબસાઇટ તથા રેડિયો કાર્યક્રમમાં પ્રસ્તુત કરવામાં આવશે.
** ઓડિયો મોકલીને તમે તમારા નામ સાથે ઓડિયો SBS ને ઓનલાઇન, રેડિયો કાર્યક્રમ તથા સોશિયલ મીડિયા માધ્યમ પર મૂકવાની પરવાનગી આપી રહ્યા છો. ઓડિયોમાં કોઇ 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ ભાગ લે તો તેમના માતા-પિતાની સહેમતિ જરૂરી છે.