SBS Gujarati ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી સમુદાયના લોકોને તેમની માતૃભાષામાં ઓસ્ટ્રેલિયાના જીવન, સંસ્કૃતિ, સાંપ્રત ઘટનાઓ તથા પ્રેરક પ્રસંગો વિશે માહિતી આપતી ભાષાકિય સેવા છે.
SBS Gujarati માટે સમાચાર, અહેવાલ તથા રેડિયો કાર્યક્રમ પ્રસ્તુત કરી શકે તેવા કેઝ્યુઅલ પ્રોડ્યુસરની ભરતી થઇ રહી છે.
SBS Gujarati માં કેઝ્યુઅલ પ્રોડ્યુસર તરીકેની જવાબદારી
SBS ની ગુજરાતી ભાષાની સેવામાં જોડાનારા કેઝ્યુઅલ પ્રોડ્યુસરને મેલ્બર્ન અથવા સિડની સ્ટુડિયોમાંથી સમાચાર, અહેવાલ તથા રેડિયો પર જીવંત કાર્યક્રમ પ્રસ્તુત કરવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. રેડિયો કાર્યક્રમ રજૂ કરવા માટેની તાલીમ પૂરી પાડવામાં આવશે.
પત્રકારત્વની ડિગ્રી ફરજીયાત નથી પરંતુ વિવિધ સાંપ્રત ઘટનાઓ પર સંશોધન કરી ઓનલાઇન માધ્યમ માટે અહેવાલ લખવાનું જ્ઞાન હોય તે હિતાવહ છે.
આ ઉપરાંત, ઉમેદવારને સોશિયલ મીડિયા પર અહેવાલ, વીડિયો તથા અન્ય સામગ્રી પોસ્ટ કરવાની જવાબદારી સોંપાઇ શકે છે.
ઉમેદવારો, ઓનલાઇન - સોશિયલ મીડિયા માધ્યમ માટે આકર્ષક શીર્ષક લખી શકે તથા SEO નું જ્ઞાન ધરાવે તે હિતાવહ રહેશે.
પ્રાસંગિક પ્રસારણકર્તાએ ગુજરાતી સમુદાયને લગતી ઘટનાઓ પર રીપોર્ટીંગ કરવાનું રહેશે, ભાષાંતર કરી રેડિયો - ઓનલાઇન માધ્યમ પર અહેવાલ પ્રસ્તુત કરવાના રહેશે.
SBS Gujarati માં કેઝ્યુઅલ પ્રોડ્યુસર તરીકે જોડાવાની લાયકાત
- ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં નિપુણતા
- સમાચાર તથા સાંપ્રત વિષયોમાં ઉંડો રસ તથા સંશોધન કરવાની ક્ષમતા
- ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામનું વ્યવસાયિક જ્ઞાન
- નિર્ધારીત દિવસે મેલ્બર્ન કે સિડની સ્ટુડિયોમાં હાજર રહી કાર્ય કરી શકે
- આ ભૂમિકા માટે ઓસ્ટ્રેલિયાના નાગરિક, પર્મેનન્ટ રેસીડન્ટ્સ અથવા ઓસ્ટ્રેલિયામાં કાર્ય કરવા માટેના હક ધરાવતા કોઇ પણ વિસાધારક અરજી કરી શકે છે.
- ભરતીની પ્રક્રિયામાં ભાષાકિય જ્ઞાનની ચકાસણી કરવા માટે એક ટેસ્ટ લેવામાં આવશે.
- અરજીકર્તા ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય તે જરૂરી રહેશે.