SBS અને SBS VICELAND પર પ્રસારિત થતા તમામ બિનઅંગ્રેજી ભાષી સમાચાર 23મી મે 2022થી નવી SBS WorldWatch ચેનલ પર પ્રસારિત થશે.
જે અંતર્ગત ભારતની વિવિધ ભાષામાં સમાચાર પણ SBS WorldWatch ચેનલના માધ્યમથી નિહાળી શકાશે.
DD ગિરનાર અમદાવાદ પર પ્રસારિત ગુજરાતી સમાચાર બુલેટીન હવે ઓસ્ટ્રેલિયામાં દરરોજ સાંજે 5 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.
વિશ્વના વિવિધ દેશોના સમાચાર તેમની પ્રાદેશિક ચેનલના માધ્યમથી SBS WorldWatch ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે.નીચે આપવામાં આવેલી યાદી મુજબ તમારી પસંદગીના સમાચાર SBS WorldWatch ચેનલ પર નિહાળી શકાશે.
Source: SBS
ભાષા તથા પ્રાદેશિક ચેનલ SBS WorldWatch ચેનલ પર સમય અને દિવસ
ગુજરાતી - ડીડી ગિરનાર અમદાવાદ દરરોજ સાંજે 5 વાગ્યે
હિન્દી - ડીડી હિન્દી ઇન્ડિયા દરરોજ સાંજે 6 વાગ્યે (નવો સમય)
મલયાલમ - ડીડી મલયાલમ (થિરુવનંતપુરમ) દરરોજ રાત્રે 10 વાગ્યે
પંજાબી - પીટીસી ન્યૂઝ નવી દિલ્હી દરરોજ સાંજે 5.30 વાગ્યે (નવો સમય)
તમિલ - ડીડી તમિલ દરરોજ રાત્રે 9.30 વાગ્યે (નવો સમય)
એનડીટીવી હિન્દી સમાચાર SBS On Demand પર ઉપલબ્ધ છે.
પોલીમર ટીવી ચેન્નાઇના તમિલ સમાચાર SBS On Demand પર જોઇ શકાશે.
SBS WorldWatch ચેનલ શું છે
SBS WorldWatch ચેનલ, મફતમાં સેવા ઉપલબ્ધ કરાવતી SBSની બહુભાષીય ચેનલ છે. જે 23મી મે 2022થી પ્રસારિત થઇ રહી છે.
તે ઓસ્ટ્રેલિયાના દર્શકોને વિશ્વના વિવિધ દેશોના સમાચાર અંગ્રેજી સિવાયની અન્ય ભાષામાં ઉપલબ્ધ કરાવશે.
વિશ્વના ટોચના આંતરરાષ્ટ્રીય પ્રસારણકર્તા દ્વારા પ્રસ્તુત થતા સમાચાર 35થી વધુ ભાષામાં નિહાળી શકાશે.
SBS WorldWatch ચેનલ કેવી રીતે નિહાળી શકાશે
23મી મે 2022થી SBS WorldWatch ચેનલ નંબર 35 પર નિહાળી શકાશે. અથવા Foxtel પર ચેનલ નંબર 644 પર નિહાળી શકાશે.
23મી મે, સોમવારથી વિશ્વની વિવિધ ભાષામાં સમાચારનું ચેનલ પર પ્રસારણ શરૂ થશે.
તમારા મંતવ્ય આપો
SBS WorldWatch નિહાળવા માટે કોઇ મદદ અથવા ચેનલ વિશે મંતવ્ય આપવા માટે SBSનો સંપર્ક કરી શકાય છે.
આ ઉપરાંત, તમે સોમવારથી શુક્રવાર સવારે 8.30થી સાંજે 5.30 વાગ્યા સુધી (AEST) ટોલ-ફ્રી નંબર 1800 500 727 પર સંપર્ક કરી શકો છો.