1. સુપરએન્યુએશન (સેવાનિવૃત્તિ) યોજના માટે કોણ હક્કદાર છે?
18 વર્ષ થી ઉપર ના કોઇપણ નોકરી કરતા લોકો, જેમની માસિક આવક $450 કે તેથી વધુ છે તેઓ આ માટે હક્કદાર છે. હાલમાં નોકરીદાતા (એમ્પ્લોયર ) વડે આપના પગાર નો 9.5% જેટલો ભાગ સુપર ફંડ માં જમા કરવામાં આવે છે.

2. કેટલાક નોકરીયાતો આ સુપરએન્યુએશન વિવિધ પ્રકાર ના રોજગાર ને લીધે ચુકી જાય છે.
જે નોકરી કરનાર વ્યક્તિ વિવિધ પ્રકાર ની પાર્ટ ટાઇમ નોકરીઓ કરે છે અને જેમનો માસિક પગાર $450 નથી થતો, તેઓને સુપરએન્યુએશન યોગદાન નથી મળી શકતું.

3. મોટા ભાગના એપ્રેન્ટીસ અને તાલીમાર્થીઓ જેઓ $ 450 કે તેથી વધુ થ્રેશોલ્ડ કમાણી કરે છે તેઓ સુપરએન્યુએશન માટે હકદાર છે.

4. તમારા પૈસા કોણ જાળવે છે?
બેંક, વીમા કંપનીઓ અને ઉદ્યોગો ફંડ ની સંસ્થાઓ સામાન્ય રીતે સરકારી બોન્ડ માં, વધુ અને ઓછા જોખમ ની જામીનગીરી ના રોકાણ માં નિવેશ કરી ને પૈસા ની જાળવણી કરે છે

5. કર્મચારીઓની તેમનું સુપર ક્યાં જાય એ અંગે નોમીનેશન આપી શકે છે.
જો કર્મચારીઓ કોઈ ફંડ પસંદ ન કરે તો, એમ્પ્લોયર પસંદગી કરશે. જો આ નિવેશ કોઈ ઓછુ સારું પ્રદર્શન કરતા ફંડ સાથે કરવામાં આવે તો, વ્યક્તિ પોતાની નિવૃત્તિ માટેની બચત ની નોંધપાત્ર રકમ ગુમાવી શકે છે.

6. વ્યક્તિગત યોગદાન થી તમારા ફંડ વધારી શકો છો
મોટી બચત કરનાર ને સરકાર પાસેથી બોનસ મળી શકે છે.

7. સુપર માં સહ યોગદાન ઓછી અને મધ્યમ આવક ધરાવતા કામદારો માટે લાગુ પડે છે.
જે કર્મચારીઓ ની વાર્ષિક આવક $51 હાજર થી ઓછી હોય અને સુપર માં તેમનું યોગદાન હોય, તેને વધારવા સરકારી $500 ના સહ યોગદાન માટે તેઓ લાયક છે.

8. સુપર એકાઉન્ટ્સ ને કન્સોલિડેટ કરી,બચત વધારી શકાય છે.
જુદા જુદા ભંડોળ માં નિવેશ ન રાખવા થી ફી , પેપરવર્ક ની બચત થાય છે સાથે સાથે સુપર ને અનુસરવું સરળ બને છે.

9. કેટલા વર્ષ ની ઉમરે સુપર ની બચત ને લઇ શકાય .
હાલમાં 57 વર્ષે, પણ ફરજીઆત નિવૃત્તિ ની ઉમર 70 વર્ષ તરફ જઈ રહી છે.

10. વિદેશી જન્મેલા ઓસ્ટ્રેલિયન તેમની નિવૃત્તિની બચત તેમની માતૃભૂમિ માં મેળવી શકે છે.
જો તમે તમારા વતન પાછા જવાનું નક્કી કરી લીધું હોય તો ત્યાં સંચિત નિવૃત્તિ બચત મેળવવા માટે અરજી કરી શકાય છે.
