1. આપને કયા પ્રકારના કાર્યોમાં રુચિ છે તે જાણો
આપને જે પ્રકારની નોકરીમાં રુચિ હોય તે અંગે જે- તે ક્ષેત્રની વ્યક્તિ કે ઈન્ટરનેટ ની મદદ થી જરૂરી માહિતી મેળવો. આ સાથે એ પણ જાણવું જરૂરી છે કે આપને ફૂલ ટાઈમ, પાર્ટ ટાઈમ , કેઝ્યુઅલ, કરાર થી, કે સેલ્ફ એમ્પલોયડ તરીકે કામ કરવું છે.
Source: Pixabay/Public Domain
2. નોકરીની શોધ માટે સમય સીમા નક્કી કરવી અને ઈ મેઈલ એકાઉન્ટ ખોલવું
મોટાભાગના નોકરીદાતાઓ અરજી ઈ મેઈલ દ્વારા મંગાવે છે, આથી વ્યવસાયિક દ્રષ્ટિએ યોગ્ય ઈ મેઈલ એડ્રેસ હોવું અને ઈમેઈલને નિયમિત રીતે ચેક કરવા જરૂરી છે.
Source: AAP
3. આપની અરજી જરૂરી દસ્તાવેજો સાથે તૈયાર કરો
Source: AAP
4. સેન્ટરલિંક અને અન્ય રોજગારલક્ષી સેવાપ્રદાતા પાસે રજીસ્ટર કરવો
ઓસ્ટ્રેલિયાભરમાં સેન્ટરલિંક કે જોબ સર્વિસ ઓસ્ટ્રેલિયા જેવી સંસ્થાઓ દ્વારા નોકરી ઇચ્છુકને મફતમાં મદદ કરી શકે તેવી સગવળ છે. જો, આપ સેન્ટરલિંક પાસેથી નાણાકીય મદદ મેળવતા હોવ તો આપને નોકરી શોધવામાં મદદ કરી શકે તેવા વ્યક્તિની નિમણુંક પણ સેન્ટરલિંક કરી શકે છે.
Source: AAP/Dan Peled
5. આપના નેટવર્કનો ઉપયોગ કરો
આપના પરિવારજનો -મિત્રો પાસે થી નોકરી મેળવી શકાય તેવી સંભાવનાની માહિતી મેળવી જે - તે નોકરીમાટે ફોલો અપ કરો. આપ સંભવિત નોકરીદાતાનો સંપર્ક કરી શકો છો.
Source: Public Domain