સેટલમેન્ટ ગાઈડ : ઓસ્ટ્રેલિયાના સ્વદેશી લોકો વિષે જાણવા જેવી 7 અગત્યની બાબત

સ્વદેશી ઓસ્ટ્રેલિયનો એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેઇટ આઇલેંડરના વંશજો છે. ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીના ત્રણ ટકા જેટલી વસ્તી સ્વદેશી ઓસ્ટ્રેલિયનોના સમુદાયોની છે. ઓસ્ટ્રેલિયાના સ્વદેશી - એટલેકે મૂળ લોકો હોવા છતાંય મોટાભગના લોકો તેમના વિષે ખુબ ઓછું જાણે છે.

Bawaka Homeland, East Arnhem Land, Northern Territory - First Contact - Series 2 - Photograph by David Dare Parker

Source: photograph by David Dare Parker for SBS

ઓસ્ટ્રેલિયાના સ્વદેશી / મૂળ લોકો વિષે જાણવા જેવી 7 મહત્વની બાબત 

આ સમુદાયના લોકો તેઓ જે- તે સ્વદેશી સમુદાયમાં મોટા થયા હોય, તે સમુદાયની સાંસ્કૃતિક ઓળખ સાથે જોડાયેલ હોય છે.
Adam Goodes
Source: SBS

ઓસ્ટ્રેલિયાના મૂળ લોકો અંગે સૌથી મોટું મિથક એ છે કે મોટાભાગના  લોકો માને છે કેએબોરિજિનલ  અને  ટોરેસ સ્ટ્રેઇટ આઇલેંડર  સમુદાયના લોકો સ્વેતવર્ણનાં એટલેકે ગોરા નથી હોતા. 

આ સમુદાયના લોકોની જીવનશૈલીમાં તેમના સાંસ્કૃતિક વરસાની ઝલક જોવા મળે છે. આ બાબત જણાવે છે કે તેઓ કયા સ્વદેશી સમૂહના લોકો છે. આ સાંસ્કૃતિક વારસો એક પેઢીથી બીજી પેઢીને અપાય છે.
Getty Images
Source: Getty Images

એબોરિજિનલ  અને  ટોરેસ સ્ટ્રેઇટ આઇલેંડર  સમુદાયના લોકોની ખાસિયત એ છે કે તેઓ તેમની ભૂમિ, પરિવાર અને સમુદાય સાથે ખાસ સંબંધ ધરાવે છે  

વર્ષ 1901માં જયારે ઓસ્ટ્રેલિયાનું સંઘીય માળખું બન્યું ત્યારે તેઓને નાગરિકતાનો અધિકાર આપવામાં આવ્યો ન હતો.
Faith Bandler Referendum
Documentary, Vote Yes For Aborigines celebrating its historical significance and contemporary relevance of the 1967 Referendum. Source: Australian Institute of Aboriginal and Torres Strait Islander Studies/Audio Visual Archive
સાઈઠના દાયકાના અંત સુધી ઓસ્ટ્રેલિયામાં સ્વદેશી  એબોરિજિનલ અને ટેરેસ સ્ટ્રેઇટ આઇલેંડર  સમુદાયના લોકોને મતાધિકાર આપવામાં નહોતો આવ્યો કે તેમને કોઈ સામાજિક લાભના ભથ્થા આપવામાં આવતા 

એબોરિજિનલ અને ટેરેસ સ્ટ્રેઇટ આઇલેંડરના કોન્સેપટને સમજવા "ડ્રિમિંગ " કે "ડ્રિમટાઈમ " અંગ્રેજી શબ્દો છે
Tjawa Tjawa
Source: NITV

ડ્રિમિંગ એબોરિજિનલ અને ટેરેસ સ્ટ્રેઇટ આઇલેંડર સમુદાયના  આધ્યાત્મિક  સાર અને આપણી આસપાસ અને તેથી આગળની બાબતો સૂચવે છે.  ડ્રિમિંગ કથાઓ ક્યારેય પુરાણી નથી થતી, અને આપણને જીવનના વિવિધ પાસા અંગે  સૂચવે છે.  – 

એબોરિજિનલ સમુદાયના લોકો ક્યાંથી આવ્યા અને તેમની ઓળખ ભાષા પરથી કરી શકાય
Angelina Joshua hard at work at the Ngukurr Language Centre
Angelina Joshua keeping the language alive at the Ngukurr Language Centre (Photo by Elise Derwin for SBS) Source: Photo by Elise Derwin for SBS
જયારે યુરોપિયનનું અહીં આગમન થયું ત્યારે 270 જેટલી વિવિધ ભાષાઓ અને  વિવિધ સાંસ્કૃતિક પ્રેક્ટિસ અમલમાં હતી.  વર્તમાન સમયની વાત કરીએ તો  આજે 145 જેટલી ભાષાઓ જીવંત છે અને 18 જેટલી  ભાષાઓ ઓસ્ટ્રેલિયાભરના એબોરિજિનલ અને ટેરેસ ટ્રેઇટ આઇલેંડર લોકોમાં પ્રચલિત છે 


એબોરિજિનલ અને ટેરેસ સ્ટ્રેઇટ આઇલેંડર લોકો તેમની વંશીય લાઈન, પોતાના કબીલા અને ભાષા સમૂહો સાથે જોડાયેલા હોય છે.
Songlines 1
Source: NITV
પ્રોફેસર મિક ડોબ્સન AM ના અનુસાર - જયારે અમે દેશની વાત કરીએ તો તેનો અર્થ માતૃભૂમિ, અથવા ટ્રાઈબ અથવા કબીલાનો વિસ્તાર હોઈ શકે , એટલેકે અમે નકશા પરના ફક્ત એક સ્થાન કરતા વધુની વાત કરતા હોઈએ તેવું બની શકે.

એબોરિજિનલ અને ટેરેસ સ્ટ્રેઇટ આઇલેંડર લોકો દ્વારા ભૂમિ સંસાધનોના ઉપયોગ અને બચાવ માટે પ્રભાવી પદ્ધતિઓ પ્રસ્થાપિત કરવામાં આવી હતી
Indigenous fishing and the clash between native title and fishing laws.
Source: Supplied - NITV
કૈસાન્દ્રા  લોટન ગુંગારી મહિલા (SW Qld) અનુસાર  - વિવિધ સામુદાયિક જૂથોના ભૂમિ પર નિવાસ કરવાના અને તેને મેનેજ કરવાના અધિકારો વિષે સ્પષ્ટ રીતે  કલા, કથાઓ, ગીતો અને ડાન્સ દ્વારા જાણવામાં આવ્યું છે. " હું એ માન્યતા સાથે મોટી થઇ છું કે આપણો ભૂમિ સાથે ખાસ સંબંધ છે.  આ  ભૂમિ આપણી છે  અને આપણે આ ભૂમિના."


Share
Published 9 July 2018 11:41am
Updated 12 August 2022 3:43pm
By Harita Mehta, Ildiko Dauda, Trudi Latour


Share this with family and friends