ડોક્ટર પાસે જતા દર વખતે વ્યક્તિના રેકોર્ડ યાદ રહે તે જરૂરી નથી , આ પરિસ્થિતિમાં વ્યક્તિને અંગ્રેજી ન આવડતું હોય તો વધુ મુશ્કેલી થાય છે. આથી ઓસ્ટ્રેલિયન સરકારની ડિજિટલ સ્વાસ્થ્ય એજન્સી મારફતે વ્યક્તિના સ્વાસ્થ્ય સંબંધી જાણકારી ઓનલાઇન ઉપલબ્ધ કરાવાશે.
આમ કરવાથી વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય રેકોર્ડ હંમેશા જાણી શકશે. આ પહેલ થી સમય ની પણ બચત થશે અને ગ્રાહક સશક્ત બનશે.
Source: Getty Images
લાઈફ - સેવિંગ ટૂલ
ડોક્ટર દર્દીની સ્વાસ્થ્ય સમીક્ષા અપલોડ કરશે - જેમાં પ્રિશ્ક્રિપશન, રેકોર્ડ નો સમાવેશ થાય છે. વ્યક્તિ આ સમીક્ષામાં બદલાવ પણ કરી શકે છે. આપાતકાલીન સ્થિતિમાં આ ટૂલ જીવનરક્ષક સાબિત થઇ શકે છે.
વાલીઓ પોતાના બાળક માટે અને કેરર પોતાના વડીલો માટે આ રેકોર્ડ બનાવી શકે છે જેથી તમામ જરૂરી વિગતો એક જ જગ્યાએ થી મળી શકે.
નવા ઓસ્ટ્રેલિયનો માટે ખુબ ઉપયોગી ટૂલ
આ ટૂલના માધ્યમ થી વ્યક્તિ પોતાના એકાઉન્ટ માટે પ્રતિનિધિ નીમી શકે છે. જેમકે વાલીઓ તેના બાળકને .
ઓનલાઇન રેકર્ડ ઉપલબ્ધ હોવાથી વ્યક્તિને ઘણી સરળતા રહે છે, અઘરી મેડિકલ ટર્મ યાદ રકલહવી પડતી નથી, પણ ડોક્ટર જાતે જ તેને જોઈ શકે છે.
Source: My Health Record
રજીસ્ટર કરાવવા
આ સેવા માટે રજીસ્ટર કરવા મેડિકેર ની જરૂર છે અને રજિસ્ટ્રેશનની વિધિ :
- 1800723471 પર ફોન કરીને (ભાષાંતર સેવા માટે પહેલા 131450 પર ફોન કરવો )
ગોપનીયતા
જયારે વ્યક્તિ એકાઉન્ટ ખોલે ત્યારે જરૂરી છે કે પ્રાઇવસી સેટિંગ ની તાપસ કરે. એટલેકે પોતાના રેકોર્ડ કોણ જોઈ શકે તેની પસંદગી કરવી - જેમકે ક્યાં ડોક્ટર ક્યાં દસ્તાવેજો જોઈ શકે અને અન્ય વિગતો કોણ જોઈ શકે. વ્યક્તિ નોટિફાઈ મી વિકલ્પ પણ પસંદ કરી શકે છે.
જો વ્યક્તિ આ સેવા ન ઈચ્છે તો નીકળી શકે છે. આ માટે વર્ષ 2018 ના માધ્ય સુધી સમય છે.