સેટલમેન્ટ ગાઈડ: ઓસ્ટ્રેલિયામાં પોતાનો મત કેવી રીતે વ્યક્ત કરવો

ઓસ્ટ્રેલિયા આવનાર નવા આગંતુકો માટે પોતાનો મત વ્યક્ત કરવો જરૂરી છે અને તે કેવી રીતે કરી શકાય?

Australian flag - ADB

Source: ABD

ઓસ્ટ્રેલિયામાં પોતાનો મત કે અભિપ્રાય વ્યક્ત કરવા માટે ફક્ત   સ્થાનિક  સાંસદને મળવું જ પૂરતું નથી. એ જાણવું જરૂરી છે કે ક્યા સરકારી અધિકારીનો સમ્પર્ક કરવો અથવા કોણ યોગ્ય વ્યક્તિ છે જે ફરિયાદ સાંભળી શકે.

ઓસ્ટ્રેલિયાનો  નાગરિક ભાગીદારીનો ઉજ્જવળ ઇતિહાસ રહ્યો છે, આમ છતાંય નવા આગંતુકો કોઈ પ્રશ્ન કે મુદ્દે પોતાનો સ્ટેન્ડ લેતા કે અભિપ્રાય જાહેર કરતા ડરે છે.

પોતાના મતની ગણના કરાવવી

ઓસ્ટ્રેલિયામાં વસતા તમામ નાગરિકો લોકશાહી પ્રક્રિયામાં ભાગ લઇ પોતાનો મત વ્યક્ત કરી શકે છે. 18 વર્ષ કે તેથી ઉપરની તમામ વ્યક્તિને સ્થાનિક, રાજ્ય અને કેન્દ્ર સ્તરે ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર છે.
Voting
Members of the public casting their vote on election day of 2015. Source: AAP
ચૂંટણીમાં મત આપવા માટે જરૂરી છે કે વ્યક્તિનું નામ મતદાતા સૂચીમાં હોય. ઓસ્ટ્રેલિયા માં મતદાન ફરજીયાત છે. વ્યક્તિને મત આપવા માટે જરૂરી વિવિધ વિકલ્પ પણ આપવામાં આવે છે. 

વધુ માહિતી માટે  

તો પોસ્ટલ સર્વે શું છે?

વર્તમાન સજાતીય લગ્ન  વિષય પરનો પોસ્ટલ સર્વે "મત" જેવો નથી. જે ફરજીયાત નથી. ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટેસ્ટિક્સ  સજાતીય લગ્ન સંબંધી કાયદામાં કઈ ફેરફાર કરવો જોઈએ કે નહિ તે અંગે જનમત મેળવી રહ્યું છે.  આથી દરેક ઓસ્ટ્રેલિયને તેમાં ભાગ લેવો જરૂરી છે.
A postman on a motorbike delivers letters
Source: AAP
પણ પોતાનો અભિપ્રાય જનમતમાં આપવા માટે વ્યક્તિ એ ઓસ્ટ્રેલિયન મતદાર તરીકે રજીસ્ટર હોવું જરૂરી છે. વ્યક્તિ 18 કે તેથી વધુ આયુની હોવી જોઈએ. આવી વ્યક્તિને ટપાલ મારફતે એક ફોર્મ મોકલવામાં આવશે - પરત કરવાના પરબીડીયા સાથે.  જો આ પ્રકારના ફોર્મ 25મી સપ્ટેમ્બર સુધી ન મળે તો ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટેસ્ટિક્સનો સંપર્ક કરવો. જનમત જમા કરાવવાની અંતિમ તારીખ 7 નવેમ્બર છે અને આ અંગેનું પરિણામ 15 નવેમ્બરના રોજ એ બી એસની વેબસાઈટ પર 15 નવેમ્બરના પ્રકાશિત કરાશે.


પોતાની ભાષામાં મદદ મેળવવા

અંગ્રેજી સિવાય પોતાની ભાષામાં મદદ  મેળવવા ઓસ્ટ્રેલિયન ચૂંટણી પંચનો સંપર્ક કરવો, અહીં 26 વિવિધ  ભાષાઓમાં ભાષાંતર ઉપલબ્ધ છે.

સરકાર મારફતે

ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક, રાજ્ય અને કેન્દ્ર એમ ત્રણ સ્તરે પ્રતિનિધિઓ છે.

સ્થાનિક સરકાર

સ્થાનિક સરકાર ( )એટલે કાઉન્સિલ. આ સંસ્થા સ્થાનિક પ્રશ્નો જેમકે રસ્તાઓ, કચરાનો નિકાલ કે અન્ય સામુદાયિક સુવિધાઓ ક્ષેત્રે કાર્યરત છે.
Ballarat Town Hall
Ballarat Town Hall Source: Aaron Wan

કાઉન્સિલના કાર્યો અંગે અભિપ્રાય આપવો

વ્યક્તિ પોતાની કાઉન્સિલને જે- તે પ્રશ્ન અંગે ફોન કરી શકે છે અથવા ઈ મેઈલ કરી શકે છે. કાઉન્સિલ વડે જાહેર મીટીંગ નું આયોજન થાય છે તેમાં પણ ભાગ કઈ શકે છે.

કાઉંન્સિલનાં કાર્યોમાં ભાગીદાર થવાના અન્ય વિકલ્પો

  • ચૂંટણી, જનમત કે અન્ય મત અને અભિપ્રાય આપવો
  • કાઉન્સિલર તરીકે ચૂંટણી લડવી
  • કાઉન્સિલ બેઠકોમાં જવું
  • કાઉન્સિલની સમિતિમાં ભાગ લેવો
  • કાઉન્સિલના દસ્તાવેજો જોવા અને અભિપ્રાય આપવો
  • વિકાસની યોજનાઓમાં ભાગીદાર થવું

રાજ્ય સરકાર

રાજ્યના ધારાસભ્યનો સમ્પર્ક કરવો

રાજ્ય સરકાર વડે શિક્ષણ, હોસ્પિટલ , વાહનવ્યવહાર જેવી સુવિધા પુરી પાડવામાં આવે છે. અંગે જો કોઈ ચિંતા કે પ્રશ્ન હોય તો ધારાસભ્યનો સમ્પર્ક કરી શકાય છે. પોતાના વિસ્તારના ધારાસભ્ય અંગે જાણવા   રાજ્યની ધારાસભાની  વેબસાઈટ પર જઈ વ્યક્તિએ પોતાના વિસ્તારનો પોસ્ટ કોડ નાખવો જોઈએ . જે - તે મુદ્દે રજૂઆત કરવાની હોય તે અંગે થોડું રિસર્ચ કરવું સલાહભર્યું છે.
Parliament of Western Australia in Perth
Parliament of Western Australia in Perth Source: AAP

કેન્દ્ર સરકાર

સાંસદનો સંપર્ક કેવી રીતે કરવો

ઓસ્ટ્રેલિયન રાજકારણમાં કેન્દ્ર સરકારનો મહત્વનો રોલ છે. જો વ્યક્તિ સાંસદનો સંપર્ક કરવા ઇચ્છતી હોય તો સૌ પ્રથમ પોતાના મતવિસ્તાર અંગે જાણવું જરૂરી છે. મતવિસ્તાર પરથી જે- તે ક્ષેત્રના સાંસદને શોધી શકાય છે. ઓસ્ટ્રેલિયન ચૂંટણીપંચ નું  ‘’  સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપે છે.
Federal Parliament
Source: AAP

સૌથી અસરકારક વિકલ્પ શું હોઈ શકે ?

સૌથી અસરકારક વિકલ્પ   શું હોઈ શકે ?
જયારે જનપ્રતિનિધિનો સંપર્ક કરીએ ત્યારે પ્રોટોકોલ  ફોલો ()કરવો જરૂરી છે.  સામાન્યરીતે હસ્તલિખિત પત્ર વધુ અસરકારક હોય છે.  આ ઉપરાંત જે કઈ પણ રજૂઆત કરવામાં આવે તે સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જોઈએ .  જે - તે રજૂઆત અંગે વ્યક્તિની શું અપેક્ષા છે તે પણ જણાવવું જોઈએ.  વ્યક્તિ જો જનપ્રતિનિધિના જવાબ કે સમાધાન થી સંતુષ્ટ ન હોય તો ફરી સંપર્ક કરી શકે છે.

ઉપયોગી લિંક્સ

For more information on Australia’s federal system visit the  website.

For more information on how to vote visit the  website.

Translated information on voting in .




Share
Published 21 September 2017 3:27pm
Updated 12 August 2022 3:53pm
By Harita Mehta, Ildiko Dauda


Share this with family and friends