ઓસ્ટ્રેલિયા આવતા જ પહેલી જરૂરત હોય છે બેન્ક એકાઉન્ટ ની. બેન્ક એકાઉન્ટની મદદથી રહેવાની જગ્યાનું ભાડું, પગાર ચુકવણી અને અન્ય નાણાકીય વ્યવહારમાં સરળતા રહે છે.
ભૂતપૂર્વ બેન્કર જેમ્સ વાકીમ કહે છે કે ઘણી કંપનીઓ પગાર ચુકવણી માટે રોકડમાં વ્યવહાર નથી કરતી. 80 થી 90 ટકા જેટલા ચુકવણીના વ્યવહાર બેન્ક એકાઉન્ટ મારફતે થાય છે.
બેંકો
Source: AAP
ટ્રાન્ઝેક્શન એકાઉન્ટ સિવાય બચત ખાતું, ટર્મ ડિપોઝિટ જેવા વિવિધ વિકલ્પો પણ મોજુદ છે, જેના મારફતે વ્યક્તિને પૈસાની બચત પર રીવોર્ડ પણ મળે છે.
ઓસ્ટ્રેલિયામાં બેન્ક એકાઉન્ટ ખોલાવવું સરળ છે. જો વ્યક્તિને અંગ્રેજી ભાષામાં તકલીફ પડતી હોય, તો બેંક તરફથી સહાયતા કરવામાં આવે છે.
પ્રક્રિયા શું હોય છે ?
Source: CC0 Creative Commons
વ્યક્તિ પાસે ઓળખ માટેના ઓછામાં ઓછા 2 દસ્તાવેજ હોવા જોઈએ, જેના 100 પોઈન્ટ્સ કે તેથી વધુ થતા હોય.
| 70 points |
| 40 points |
| 25 points |
| 25 points |
વ્યક્તિ કોઈપણ શ્રેણીના વિસા ધરાવતી હોય, તે બેંકમાં ખાતું ખોલાવી શકે છે.
અન્ય સુવિધાઓ
બેંકમાં ખાતું ખોલાવવાની સાથે ડેબિટ - ક્રેડિટ કાર્ડ પણ મળે છે.
વ્યક્તિએ આ કાર્ડનો પિન નમ્બર કોઈપણ સાથે શેર ન કરવો જોઈએ.
બેંકની પસંદગી જરૂરત પ્રમાણે કરવી
Source: CC0 Creative Commons
વ્યક્તિએ પોતાની જરૂરત મુજબ બેંકની પસન્દગી કરવી જોઈએ. આ માટે મિત્રો, સાગા સંબંધીઓ અને પરિવારજનોની સલાહ લઇ શકાય.
Related:
The basics of banking