સેટલમેન્ટ ગાઈડ: હ્નદયરોગના હુમલાને કેવી રીતે જાણશો?

હ્નદયરોગનો હુમલો આવવો એક ચિંતાનો વિષય છે, શું આપ હ્નદયરોગના હુમલાના લક્ષણો વિષે જાણો છો?

Chest pain

Source: Pixabay

સ્વસ્થ હ્રદય માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી ખુબ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ હ્રદયરોગથી પીડિત હોય તો આ લક્ષણો વિષે જાણવું અંતે ત્વરિત પગલાં લેવા સલાહભર્યું છે.

જયારે હ્નદયરોગનો હુમલો થાય ત્યારે શું થાય છે?

Heart
Source: Pixabay
ઓસ્ટ્રેલિયન હાર્ટ ફાઉન્ડેશનના હ્રદયરોગ નિષ્ણાત ગેરી જેનિંગ્સ જણાવે છે કે, " જયારે હ્ર્દયની માંસપેશી સાંકળી થાય અને મુખ્ય એક માંસપેશી જે હ્ર્દયમાં ઓક્સિજન અને અન્ય પોષકતત્વો પહોચડતી હોય તેમાં બ્લોક થાય અને આ પરિસ્થિતિને જયારે હ્ર્દય સહન ન કરી શકે ત્યારે હૃદયરોગનો હુમલો  આવે છે."

જો આપના પરિવારમાં હ્ર્દયરોગનો ઇતિહાસ હોય તો  ખાસ નિયમિતરૂપે હ્ર્દયની તપાસ કરાવવી જોઈએ .  

કેટલાક જોખમી કારકો ક્યાં છે?

લોહીનું ઊંચું દબાણ

જયારે લોહીનું દબાણ ઊંચું  () હોય છે ત્યારે હ્ર્દય અને ધમનીઓ પર વધુ ભાર આવે છે. પણ નિયમિત લોહીના દબાણની તાપસ કરાવીને આ પરિસ્થિતિને અવગણી શકાય છે.
Blood pressure - AAP
Source: Anthony Devlin/PA Wire

ઉંચુ કોલેસ્ટ્રોલનું પ્રમાણ

રોજિંદા ખોરાકમાં અતિરિક્ત કોલેસ્ટ્રોલને અવગણીને લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જાળવી શકાય છે.

અનહેલ્થી આહાર અને ડાયાબિટીસ

Vegetables and fruits
Vegetables and fruits Source: GettyImages/fcafotodigital
બિનસ્વાસ્થ્યપ્રદ આહારથી વ્યક્તિ ઓવરવેઇટ બને છે જે હ્રદયરોગ થવાની શક્યતાઓ વધારી દે છે. જરૂરી વજન જાળવીને, સમતોલ આહાર પદ્ધતિ અપનાવીને લોહીના દબાણ અને કોલેસ્ટ્રોલને કાબુમાં રાખી શકાય છે. ડાયાબિટીસ ઓસ્ટ્રેલિયા વડે પણ ડાયાબિટીસને કાબુમાં રાખવા અંગે વિવિધ સૂચનો- સલાહ આપવામાં આવે છે.
LISTEN TO
http://audiomedia-sbs.akamaized.net/gujarati_150624_421283.mp3 image

http://audiomedia-sbs.akamaized.net/gujarati_150624_421283.mp3

12:15

શારીરિક પ્રવૃત્તિનો અભાવ

લાંબા સમય સુધી બેસી રહેવું અને નિષ્ક્રિય રહેવું એ હ્ર્દય માટે સારી બાબત નથી.  સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે દરરોજ 30 મિનિટ જેટલી કસરત કરવી જ રહી. આ માટે ચાલવાની કસરત થી શરૂઆત કરી શકાય.
A man jogs in Brisbane
Health is a must if you are into a road trip by motorhome Source: AAP

ધુમ્રપાન

જો આપ ધુમ્રપાન કરતા હશો તો આપના હ્ર્દય માટે આ વાત વધુ જોખમી છે. ધુમ્રપાન છોડવા માટે વિવિધ મદદ ઉપલબ્ધ છે. 
A smoker enjoys a cigarette
Source: AAP

સામાજિક અલગાવ અને ડિપ્રેશન

સામાજિક વર્તુળ ન ધરાવતા, પરિવાર અને મિત્રોથી દૂર રહેતા લોકો હ્ર્દયને લગતી પરેશાનીઓથી વધુ જોખમ અનુભવે છે. ડિપ્રેશન આમ વધારો કરતુ પરિબળ છે. નું સૂચન છે કે જો આપ બે અઠવાડિયાથી વધુ ડિપ્રેસ અનુભવતા હોવ તો આપના ડોક્ટર સાથે વાત કરવી.

કેટલાક જોખમી પરિબળો અંગે કઈ ખાસ કરી ના શકાય

હાર્ટ ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ કેટલાક પરિબળો છે જેના પર આપણો કોઈ કાબુ નથી જેમકે, ઉંમર, પારિવારિક ઇતિહાસ, સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ. જેમકે ભારતીય ઉપદ્વીપના લોકોમાં હ્રદયરોગનું પ્રમાણ વધુ જોવા મળે છે

કેટલાક લક્ષણો

બેચૈની અને છાતીમાં દુખાવો થવો

ચેતવણીના લક્ષણો દરેક વ્યક્તિદીઠ અલગ છે. સૌથી પહેલું લક્ષણ છાતીમાં દુખાવો છે. 

આપના હાથ, ગરદન કે પીઠમાં બેચૈની થવી

શરીરના ઉપરના ભાગમાં બેચૈનીનો અનુભવ થવો, હાથ ભારે અને ખોટા થઇ ગયેલા લાગવા

હાંફ ચડવો

હાંફ ચડવો, ગાળામાં કૈક અટક્યું હોય તેવું લાગવું, ઉલ્ટી જેવું થવું, ચક્કર આવવા, ઠંડો પરસેવો થવો.

શું કરવું જોઈએ?

An ambulance parks at St Vincent's Hospital
Source: AAP



સૌ પ્રથમ 000 ડાયલ કરી આપાતકાલીન સેવાની મદદ લેવી- એમ્બ્યુલન્સ બોલાવવી. એમ્બ્યુલન્સ ઓફિસર તરતજ એસ્પીરીન આપશે અને જરૂરી સારવાર આપશે.


Share
Published 27 April 2017 12:31pm
Updated 12 August 2022 3:59pm
By Harita Mehta, Ildikó Dauda


Share this with family and friends