રાષ્ટ્રીય વિકલાંગ વીમા યોજના ઓસ્ટ્રેલિયામાં વસતા કાયમી કે ખાસ પ્રકારની વિકલાંગતા ધરાવતા લગભગ અડધા મિલિયન લોકોને સામાન્ય જીવન જીવવા માટે જરૂરી મદદ પુરી પડે છે.
વર્ષ 2012માં લેબર સરકાર વડે જાહેર કરવામાં આવેલ આ યોજના જુલાઈ 2016 થી ઓસ્ટ્રેલિયાભરમાં ક્રમશ: અમલમાં મુકવામાં આવી રહી છે.
આ યોજનાના સર્વ પ્રદાતાઓનું માનવું છે કે આ યોજનાનો લાભ બિનઅંગ્રેજી ભાષી સમુદાયને મળે તે માટે હજુ ઘણું કરવાનું બાકી છે.
આ યોજના અંગે જાણવા લાયક 7 જરૂરી બાબતો:
રાષ્ટ્રીય વિકલાંગ વીમા યોજના જુલાઈ 2016 થી સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ક્રમશ: અમલમાં મુકવામાં આવી રહી છે.
લેબર સરકાર વડે વિકલાંગોના લાભાર્થે આ યોજના વર્ષ 2012માં જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2016થી આ યોજના ઓસ્ટ્રેલિયામાં ક્રમશ: લાગુ કરવામાં આવી રહી છે, આ યોજના વર્ષ 2019 સુધી સમગ્ર ઓસ્ટ્રેલિયામાં અમલમાં આવી જશે. દા. ત. ન્યુ સાઉથ વેલ્સ રાજ્યના ખાસ વિકલાંગતા મદદ મેળવનાર મોટાભાગના લોકો આ યોજનાં દાખલ થયાના શરૂઆતના બે વર્ષમાં શરૂઆતના 6 મહિના સુધી રાષ્ટ્રીય વિકલાંગતા વીમા યોજનાનો લાભ લઇ શકશે .
રાષ્ટ્રીય વિકલાંગ વીમા યોજના વિકલાંગોના જીવનને વધુ સરળ બનાવવાનો અભિગમ ધરાવે છે.
આ યોજના અંતર્ગત વ્યક્તિગત જરૂરતોને આધારે પ્લાન બનાવવામાં આવે છે, જેથી વિકલાંગ વ્યક્તિ તેમના ધ્યેયને પ્રાપ્ત કરી શકે. આ યોજનાના પ્લાનિંગ અધિકારીને મળતા પહેલા આપની જરૂરતોને જાણો અને પછીપ્લાનિંગ અધિકારી સાથે મળીને પ્લાન તૈયાર કરો.

Jack - an early enlister in the National Disability Insurance Scheme Source: National Disability Insurance Agency
આ યોજનાનો લાભલેવા માટે વ્યક્તિને કાયમી વિકલાંગતા હોવી જોઈએ, તેઓ પોતાના રોજબરોજના કાર્યો કરવા અસમર્થ હોવા જોઈએ.
આ યોજનાઓ લાભ લેવા વ્યક્તિ ઓસ્ટ્રેલિયન નાગરિક, કાયમી નિવાસી કે ખાસ રક્ષણ વિસા ધરાવતી હોવી જોઈએ.

Australian Visa Source: Visareporter
આ યોજનો લાભ લેવા ઇચ્છતી વ્યક્તિની ઉંમર 65 વર્ષથી ઓછી હોવી જોઈએ અને તે ઓસ્ટ્રેલિયામાં રહેતી હોવી જોઈએ.

A participant in the NDIS Source: National Disability Insurance Agency
આ યોજના કોમનવેલ્થ રાષ્ટ્રીય વિકલાંગતા વીમા સંસ્થાન વડે અમલમાં મુકવામાં આવી છે. એટલેકે આ કેન્દ્ર સરકારની યોજના છે.
દા.ત જો આપ વિક્ટોરિયાથી આ સેવાનો ઉપયોગ કરવા ઇચ્છતા હશો તો, આપનો સંપર્ક રાષ્ટ્રીય સેવા પ્રદાતા વડે કરવામાં આવશે.

Source: National Disability Insurance Agency
આપે NDIA નો સીધો સંપર્ક કરવાનો રહેશે સ્થાનિક ઓફિસના માધ્યમથી.
વિવિધ સેવા પ્રદાતાઓમાંની એક છે. તેઓ એડવોકસી મદદ કાર્યક્રમ () પણ પૂરો પડે છે, જેથી વ્યક્તિને પ્લાનિંગ પહેલાના સમયગાળામાંજ સીધી મદદ પહોંચાડી શકાય.
આ યોજનાની તૈયારીઓ વિષે જાણવા મુલાકાત લ્યો - .

Aran, a participant in the NDIS Source: National Disability Insurance Agency
મૂક - બધિર લોકો માટે ફોન સેવા નમ્બર છે : 1800 555 677
બોલી અને સાંભળી શકનાર માટે ફોન સેવા નમ્બર છે: 1800 555 727
ભાષાંતર કે ઇન્ટરપ્રિટેશન સેવાઓ માટે : 131 450
Find on Facebook/NDISAus or on Twitter @NDIS