ભાડાનો કરાર સાવધાનીથી વાંચવો - સમજાવો
ભાડાનો કરાર (The residential tenancy agreement) લીઝ તરીકે પણ ઓળખાય છે. આ એક કાનૂની દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં કેટલીક શરતો જણાવેલ હોય છે જેમકે કેટલું ભાડું ભરવાનું રહેશે, કેવી રીતે ભરવાનું રહેશે, આ કરારની સમયસીમા, ક્યાં પ્રકારનો ભાડા કરાર છે, જરૂરી બોન્ડ અથવા ડિપોઝિટ ની માહિતી અને અન્ય નિયમો અને શરતો. આ દસ્તાવેજનો યોગ્ય અભ્યાસ કરીને જ સહી કરવી.
rental agreement form Source: Getty Images
બોન્ડ ભરવો
ભાડે મકાન માટે ભરવો પડતો બોન્ડ કે ડિપોઝીટ ભાડા થી અલગ છે. મકાન ભાડુઆત જરૂરી નિયમો કે શરતો નું પાલન ન કરે તેવી પરિસ્થિતિમાં બોન્ડ એ મકાનમાલિક માટે એક પ્રકરની સુરક્ષા છે. દા. ત. વિક્ટોરિયા માં ભાડુઆત વડે ભરેલો બોન્ડ એ પાસે જમા થાય છે, અને ભાડા કરારનો અંત થતા આ બોન્ડ પરત આપવામાં આવે છે.
Scattered Australian Cash Source: Getty Images
મકાનની પરિસ્થિતિ (હાલત)નો રિપોર્ટ ભરવો
જયારે ભાડાના મકાનમાં પ્રવેશ કરવામાં આવે ત્યારે મકાનની સામાન્ય સ્થિતિનો અહેવાલ ભરવો જોઈએ જેમકે જરૂરી ફિટિંગ, મરમ્મતની જરૂર હોય કે અન્ય કાંઈપણ. આ રિપોર્ટ રિયલ એસ્ટેટ દલાલને અથવા મકાન માલિકને 7 દિવસમાં આપવો. આ રિપોર્ટ પર ભાડુઆત અને મકાનમાલિક સહમત થાય ત્યારબાદ જ સહી કરવી.
Source: AAP/Tracey Nearmy
દરેક વિગતની પ્રતિ (કોપી ) રાખવી
ભાડાનો કરાર, સ્થિતિ રિપોર્ટ, ભાડાની રસીદ, બોન્ડની રસીદ, પત્રવ્યવહાર કે ઇમેઇલ અને અન્ય રેકોર્ડ ની કોપી રાખવી હિતાવહ છે.
Searching In File Cabinet Source: Getty Images
ભાડુઆત તરીકેના હક્કો અને ફરજો વિષે જાણવું
દા. ત ન્યૂસાઉથ વેલ્સ રાજ્યમાં ઘરના ભાડાને લગતા વિવાદ કે મકાનની સંભાળ રાખવામાં મકાનમાલિક તરફથી વર્તાતી બેદરકારી માટે ન્યૂસાઉથવેલ્સ નાગરિક અને પ્રશાસનિક ટ્રિબ્યુલ (.) પાસે મદદ માંગી શકાય છે.
Source: AAP/Julian Smith
વિવિધ રાજ્યો અને પ્રદેશોમાં ભાડુઆત તરીકેના હક્કો અને ફરજો અંગે ની માહિતી વિવિધ ભાષામાં ઉપલબ્ધ છે.
વિક્ટોરિયા માટે -