વેતન, રજા અને અધિકાર
વ્યક્તિએ પોતાના વેતન અંગે જાણવા નો ઉપયોગ કરવો જોઈએ. અહીં વ્યક્તિને પ્રતિ કલાક $18.29 અથવા 38 કલાકના $694.90 ટેક્ષ પહેલા વેતન મળવું જોઈએ। જો વ્યક્તિ કેઝ્યુઅલ કર્મચારી હોય તો આ રકમમાં વધારો થઇ શકે છે
ચુકવણી વગરનું કામ
નોકરીદાતા વ્યક્તિના સ્કિલ્સની ચકાસણી માટે ક્યારેક ચુકવણી વગર ટ્રાયલ તરીકે કામ કરાવી શકે છે. પરંતુ આ માટે એક નિયત સમય હોય છે અને આ કામ નિરીક્ષણ હેઠળ જ થવું જોઈએ. દા.ત. જો કોઈ બેરિસ્તામાં નોકરી માટે અરજી કરે, તો ટ્રાયલ માટે અમુક કલાક થી વધુ જરૂર નથી. વોકેશનલ પ્લેસમેન્ટ કે સરકારી કાર્યક્ર્મ માટે અનપેઈડ ઇન્ટર્નશિપ કાનૂની રીતે માન્ય છે. એનો અર્થ એમ થાય છે કે વ્યક્તિ જે - તે સ્થળે કામ શીખવા જાય છે નહિ કે કર્મચારી તરીકે કામ કરવા. આ ઇન્ટર્નશિપ ટૂંકા ગાળાની હોવી જોઈએ અને વ્યક્તિને લાભદાયક હોવી જોઈએ.
Source: AAP
ચોક્કસ વિસા હેઠળ કામ કરવું
ક્યા વિસા હેઠળ કેટલા કલાક કામ કરવું તે અંગે માહિતી રાખવી એ વ્યક્તિની જવાબદારી છે.
આ અંગે માહિતી જાણવા મુલાકાત લઇ શકાય -.
જો વ્યક્તિ એ વિસા હેઠળના નિયમોનું સંપૂર્ણપણે પાલન ન કર્યું હોય તે છતાંય વ્યક્તિ શોષણ વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે.
શોષણ અને દુર્વ્યવહાર અંગે ફરિયાદ કરવી
Source: Fair Work Ombudsman
ફરિયાદ કરતા વ્યક્તિએ પોતાની ઓળખ આપવી જરૂરી નથી. આ માટે ઉપયોગી ટુલ્સ ()17 ભાષામાં ઉપલબ્ધ છે.
સલામત કાર્યસ્થળ
ઓસ્ટ્રેલિયામાં સલામત કાર્યસ્થળ એ કર્મચારીનો અધિકાર છે. જો વ્યક્તિ સલામતી ન અનુભવતી હોય તો તેણે જે- તે અધિકારી કે સરકારને જાણ કરવી જોઈએ. આ માટે વધુ માહિતી .