આગામી 18મી મેના દિવસે યોજાનારી કેન્દ્રીય ચૂંટણીમાં લાખો ઓસ્ટ્રેલિયન્સ મત આપશે. જોકે, ઓસ્ટ્રેલિયામાં પર્મેનન્ટ રેસીડેન્સી (PR) ની માન્યતા ધરાવતા લોકો ચૂંટણીમાં વોટ આપી શકશે નહીં.
ઓસ્ટ્રેલિયામાં બદલાતી વિવિધ પોલિસીની પર્મેનન્ટ રેસીડેન્ટ્સ પર દેશના નાગરિકો જેટલી જ અસર થાય છે. પરંતુ, તેમને કેન્દ્રીય ચૂંટણીમાં વોટ દ્વારા સરકાર પસંદ કરવાનો હક નથી.
ન્યૂઝીલેન્ડમાં પર્મેનન્ટ રેસીડેન્ટને વોટ આપવાનો અધિકાર છે જ્યારે, ઓસ્ટ્રેલિયાના વર્તમાન કાયદા પ્રમાણે, ઓસ્ટ્રેલિયાના નાગરિકો જ કેન્દ્રીય તથા રાજ્યોની ચૂંટણીમાં વોટ આપીને સરકાર ચૂંટી શકે છે, પર્મેનન્ટ રેસીડેન્ટ નહીં.