હાઇલાઇટ્સ
- આઇસોલેશનના સમયગાળાના ઘટાડા અંગે વડાપ્રધાને કરી પુષ્ટિ
- ઉચ્ચ જોખવાળી જગ્યાએ કામ કરનાર કર્મચારી માટે આઇસોલેશનનો સમયગાળો સાત દિવસ
- 9 સપ્ટેમ્બરથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં માસ્ક જરૂરી રહેશે નહીં
બુધવારે મળેલી રાષ્ટ્રિય કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો. કોવિડ-19ના સકારાત્મક પરિક્ષણ બાદ આઇસોલેશનનો સમયગાળો જે 7 દિવસનો હતો તે ઘટાડીને પાંચ દિવસનો કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રિય કેબિનેટની બેઠકમાં હાજર નેતાઓએ આ નિર્ણયમાં સંમતિ બતાવી હતી.
આ નિર્ણય બાદ ઓસ્ટ્રેલિયા હવે કોવિડ-૧૯ના નિયમોમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા સહિતના અન્ય રાષ્ટ્રોની હરોળમાં છે.
રાષ્ટ્રિય કેબિનેટની મળેલી બેઠકમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં મુસાફરી કરતા લોકો માટે હવેથી માસ્ક પહેરવું ફરજીયાત નહીં રહે.
વડાપ્રધાન એન્થની એલ્બનિઝીએ ફેરફારોની પુષ્ટી કરી હતી અને વધુમાં તેઓએ કહ્યું હતું કે નિયંત્રણો હળવા થયા બાદ લોકોએ જાતે જ સાવચેતી રાખવી જરૂરી રહેશે.
પ્રધાનમંત્રી એન્થની એલ્બનિઝીએ વધુમાં જણાવ્યુ, “જે લોકો ચેપગ્રસ્ત છે પરંતુ કોવિડ-19ના કોઇ લક્ષણો નથી તેમના માટે આઇસોલેશનનો સમયગાળો સાત દિવસથી ઘટાડીને પાંચ દિવસ કરવામાં આવ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે જે લોકોને કોવિડના લક્ષણો છે તેઓ ઘરે રહે.”
રાષ્ટ્રિય કેબિનેટની બેઠક મળ્યા બાદ વડાપ્રધાને કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે લોકો જવાબદારીથી વર્તે. જે લોકો ઉચ્ચ જોખમવાળી જગ્યાએ કામ કરી રહ્યા છે જેમ કે એજ કેર, ડિસએબીલીટી કેર અને હોમ કેર તેમને માટે હજુ પણ આઇસોલેશનનો સમયગાળો સાત દિવસનો જ છે.
જો કોઇ લક્ષણો ન હોય તો તે વ્યક્તિ પાંચ દિવસમાં પોતાનો આઇસોલેશનનો સમયગાળો પૂર્ણ કરી શકે છે.
આ તમામ ફેરફારો 9 સપ્ટેમબરથી અમલમાં મૂકવામાં આવશે.
આ ઉપરાંત આઇસોલેશનમાં રહેતી વ્યક્તિ માટે સહાય ચૂકવણીમાં ઘટાડો પણ તે જ દિવસથી લાગૂ થશે.
હાલમાં ચેપગ્રસ્ત વ્યક્તિ માટે નોકરીમાંથી રજા લેવાની ફરજ પડતા સરકાર તરફથી થતી 750 ડોલરની ચુકવણી 30મી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.
શુક્રવાર, 9 સપ્ટેમ્બરથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર ફેસ માસ્ક જરૂરી રહેશે નહીં.
ક્વોન્ટાસે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર માસ્ક દૂર કરવાના નિર્ણયને આવકાર્યો છે, જોકે એરલાઇનના કર્મચારીઓ જે મુસાફરો ફેસમાસ્ક પહેરવા ઇચ્છે છે તેઓને માસ્ક આપવાનું ચાલુ રાખશે. વર્જિન એરલાઇન્સએ પણ પુષ્ટિ કરી છે કે તે મુસાફરોને માસ્ક આપશે.
જોકે , એરપોર્ટ ટર્મિનલની અંદર તો માસ્ક પહેરવું મરજીયાત છે તેવો આદેશ પેહલાંથી જ આપવામાં આવ્યો હતો.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.