21 વર્ષીય ભારતીય મૂળનો પોશિક શર્મા, મેલ્બર્નના વેરિબીમાં રહેતો હતો અને ગુરુવારે વિક્ટોરિયાના મેરિસવિલ ટાઉનમાંથી ગુમ થયો.
પોશિકને છેલ્લે ગુરુવારે સાંજે ડક ઇન પબમાં જોવામાં આવ્યો ત્યારે તેને મિત્રો સાથે મતભેદ થતા તે એકલો પબમાંથી નીકળી ગયો હતો. પોશિકે લાલ રંગના બુટ અને સ્કાર્ફ અને કાળા રંગનું જેકેટ અને બીની પહેર્યા હતા.
ત્યારથી પોશિક શર્મા વિશે કોઈ માહિતી મળી નહોતી. વિક્ટોરિયન પોલીસ ઇન્સ્પેક્ટર ડેવિડ રાયને જણાવ્યું હતું કે પોશિક ફોન પર અથવા સોશિયલ મીડિયા પર પણ ઉપલબ્ધ નહોતો. પાંચ દિવસમાં તેણે બેંક એકાઉન્ટનો ઉપયોગ પણ કર્યો નહોતો.
પોલીસના જણાવ્યા અનુસાર, એક સાક્ષીની જૂબાની પરથી લાગે છે કે પોશિકે પસાર થતા કોઈ વાહન પાસે લિફ્ટ માંગીને મેલ્બર્ન પરત ફરવાનો પ્રયાસ કર્યો હશે.ત્યારબાદ પોલીસે જાહેર જનતાને અપીલ કરી હતી કે, મેરિસવિલ ખાતે ડક ઇન પબમાંથી કોઈને લીફ્ટ લેતા જોયો હોય , લીફ્ટ આપતા વાહન વિશે જાણકારી હોય કે પોતે લીફ્ટ આપી હોય તો પોલીસનો સંપર્ક કરે.
تمرکز عملیات جستوجو بر پیادهروها و آبروها بود. Source: SBS
દરમિયાન સ્વયંસેવકોની મદદથી નજીકના ડેમ અને આસપાસના જંગલનું નિરીક્ષણ કર્યું હતું. અને સવારે અગિયાર વાગ્યે મેરિસવિલ પાસેથી મળેલો મૃતદેહ પોશિક શર્માનો હોવાનું મનાય છે.
પોશિકના મોતને કોઈ શંકાસ્પદ ઘટના ગણવામાં નથી આવી કારણકે પોલીસે કહ્યું હતું કે જો પોશિકે આટલા દિવસ ખુલ્લામાં વિતાવ્યા હશે તો ઠંડીને કારણે તે ખુબ બીમાર હોવાની શક્યતા છે.