મહત્વના મુદ્દા
- આ વર્ષના અંત સુધીમાં યોજારાના વોઇસ જનમત માટે 17 મિલિયનથી વધારે ઓસ્ટ્રેલિયન્સ નોંધાયા છે.
- વોઇસ જનમત બિલ પાસ થવાની સાથે જ તેને યોજવાની તારીખ નક્કી કરવાની પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે.
- આ તારીખ 2 મહિનાથી 6 મહિનાની અંદર નક્કી કરવી જરૂરી છે
ઓસ્ટ્રેલિયાના લોકો વોઇસ ટુ પાર્લામેન્ટ જનમત માટે 6 મહિનાની અંદર વોટ આપશે તે નક્કી થઇ ગયું છે. વોઇસ જનમત માટેના બિલને સેનેટમાં 52ની સરખામણીમાં 19 વોટથી પસાર કરવામાં આવ્યું હતું.
સંસદમાં ગયા સોમવારે જનમત અંગેના છેલ્લા પડકારને પાર કરવામાં આવ્યો હતો. અને, હવે ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ વર્ષ 2017ના ઉલુરુ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ હાર્ટના એક મુખ્ય સ્તંભ વોઇસને બંધારણમાં સ્થાન આપવા અંગે મત આપશે.
જનમતની તરફેણ કરતા લોકોએ જણાવ્યું છે કે, 'સંસદનું કાર્ય હવે સમાપ્ત થયું છે', હવે આ ચર્ચા જમીની સ્તરે બંધારણમાં ફેરફારની દિશામાં આગળ વધશે.
ઇન્ડીજીનસ બાબતોના મંત્રી લિન્ડા બર્નીએ જણાવ્યું હતું કે, આ નવા પડાવને પાર કર્યા બાદ ઓસ્ટ્રેલિયા આદિજાતી સમુદાયના અધિકારોને બંધારણમાં ઓળખ અપાવવા માટે 'એક પગલું વધુ નજીક' આવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પગલું, 'એક મહાન દેશને વધુ મહાન' બનાવશે.
આજથી તે શરૂ થઇ ગયું છે, આજે રાજકીય ચર્ચાનો અંત આવ્યો છે. આજથી આપણે દેશમાં સામુહિક રીતે ચર્ચા શરૂ કરી શકીએ છીએ, તેમ તેમણે જણાવ્યું હતું.
એક લાંબા સમય સુધી આદિજાતીના ઓસ્ટ્રેલિયન્સ બિન-આદિજાતીના ઓસ્ટ્રેલિયન્સ કરતા નીચલા સ્તરનું જીવન જીવી રહ્યા છે... આ એક પડી ભાંગેલી વ્યવસ્થા છે. અને, વોઇસ તેને યોગ્ય કરવાનો એક ઉત્તમ માર્ગ છે, કારણ કે જ્યારે આપણે જમીની સ્તર પર રહેલા લોકોની વાત સાંભળીએ અને તેમની સાથે વિચાર વિમર્શ કરીએ છીએ, ત્યારે તેઓ વધુ સારા નિર્ણયો લઇને યોગ્ય પરિણામો મેળવી શકે છે.
લેબર સતત એક નિવેદન આપી રહ્યો છે કે, વોઇસ એક સંપૂર્ણ સલાહકાર સમિતિ હશે. તે આદિજાતીના ઓસ્ટ્રેલિયન્સને સરકાર તથા સંસદમાં તેમને લગતી બાબતો પર સલાહ આપવાની તક આપશે.
પરંતુ કેટલાક ટીકાકારોનું કહેવું છે કે, પ્રસ્તાવમાં કેટલાક જોખમ રહેલા છે, આ ઉપરાંત અન્ય લોકોનું માનવું છે કે, વોઇસથી આદિજાતી સમુદાયને અપૂરતા અધિકાર મળશે.
લગભગ 25 વર્ષમાં પ્રથમ વખત યોજાનારા જનમત માટેની તારીખ ગયા સોમવારથી 2થી 6 મહિનાની અંદર કોઇ પણ સમયે નક્કી થશે. જોકે, વડાપ્રધાન એન્થની એલ્બાનિસે જણાવ્યું હતું કે, જનમત આ વર્ષે જ યોજાશે.
આ આપણા જીવનમાં આવનારી એકમાત્ર તક છે. જે આપણા દેશને નવી ઉંચાઇઓ પર લઇ જશે, તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.
Independent Senator Lidia Thorpe reacts after the passing of the Voice to Parliament in the Senate chamber at Parliament House. Source: AAP / Lukas Coch
આ તક છે બાબતોને યોગ્ય કરવાની. આદિજાતીના ઓસ્ટ્રેલિયન્સ માટે કંઇક વધુ સારું કરવાની, તેમને સાથે લાવવાની.
ગંઠબંધને જનમત બિલને મંજૂરી આપી
વોઇસનો વિરોધ કરતા હોવા છતાં પણ, સોમવારે ગઠબંધને આ બિલને મંજૂરી આપવામાં ફાળો આપ્યો હતો.
લિબરલ પક્ષ તરફથી પ્રથમ હરોળના નેતા મિકેલિયા કેશે જણાવ્યું હતું કે, 'હા' મત આપવાના કારણે ઓસ્ટ્રેલિયાના બંધારણને હંમેશા માટે બદલવામાં આવશે. તેમણે દાવો કરતા જણાવ્યું હતું કે, લેબર સરકાર આ 'વિભાજીત' કરનારી સમિતિ કેવી રીતે કાર્ય કરશે એ બાબતે પૂરતી જાણકારી આપવામાં નિષ્ફળ રહ્યું છે.
(પરંતુ) અમને આ દેશના નાગરિકો પર પૂરો ભરોસો છે અને, આ મુદ્દા પર બોલવા માટેના તેમના અધિકાર પર પણ, તેમ તેમણે ઉમેર્યું હતું.
તે જાણીતું નથી, તે વિભાજીત કરનારું છે, અને તે સ્થાયી છે. જો તમને ખબર ના હોય કે વોઇસ કેવી રીતે કાર્ય કરશે, તો મારો મત છે કે તમારે એક જ મત આપવો જોઇએ: 'ના'.
ગઠબંધન તરફથી આદિજાતી બાબતોના પ્રવક્તા જેસિન્ટા પ્રાઇસ વર્લપિરિ-સેલ્ટીક મહિલા છે. તેમનું કહેવું છે કે, જનમત કાયદાકિય રીતે જોખમોથી ભરેલો હોવા છતાં પણ સંસદ પર તેની વિગતોનો બોજ નાખવો યોગ્ય નથી.
વડાપ્રધાનની ઇચ્છા છે કે આપણે તેની પર આંધળો વિશ્વાસ મૂકીને બ્લેન્ક ચેક પર સહી કરીએ. અને, તેમના જોખમોથી ભરેલા પ્રસ્તાવને કાયમ માટે સંવિધાનમાં જગ્યા આપીએ. અને, તેઓ કોઇ પણ વચન આપતા નથી. તેમ તેમણે ઉમેર્યું હતું.
ગઠબંધનના કેટલાક સભ્યોએ બિલની વિરુદ્ધમાં મત આપ્યો હતો. આ કર્યા બાદ તેઓ હવે જનમત માટે સાર્વજનિક જાણકારીઓની પત્રિકામાં 'ના' મત આપવા અંગે તેમનો વિચાર રજૂ કરી શકશે.
ગ્રીન્સે ઐતિહાસિક દિવસનું સ્વાગત કર્યું
ગ્રીન્સ પક્ષની આદિજાતી ઓસ્ટ્રેલિયન બાબતોના પ્રવક્તા ડોરિન્ડા કોક્સે પોતાની ટ્રીટી અને ટ્રૂથના મામલામાં સમાધાન કર્યું હતું. તેમની માંગ હતી કે તે વોઇસ અગાઉ લાગૂ થાય, તેમણે જણાવ્યું હતું કે, આદિજાતી સમુદાયના ઓસ્ટ્રેલિયન્સ માટે તે 'ઐતિહાસિક દિવસ' હતો.
સંસદનું કાર્ય હવે પૂરૂં થયું છે. હવે જમીની સ્તર પર જનમતના પક્ષમાં અભિયાન ચલાવવાનો સમય છે. આ સમયે સમુદાયમાં લોકોને આ જનમત કેમ મહત્વપૂર્ણ છે તથા કેમ 'વોઇસ ટુ પાર્લામેન્ટ' જરૂરી છે, તે અંગે જાણકારી આપવાનો છે.
Ms Burney, seated left, was present for the debate. Source: AAP / Lukas Coch
જ્યારે સેનેટર કોક્સ ભારપૂર્વક જણાવી રહ્યા હતા કે ઇન્ડીજીનસ અધિકારોને વોઇસ કમજોર કરશે નહીં, ત્યારે સ્વતંત્ર સેનેટર લીડિયા થોર્પ તેમના નિવેદનમાં સતત વિક્ષેપ કરી રહ્યા હતા. સેનેટર થોપ્રે વોઇસ પર સ્વતંત્ર તરીકે કેમ્પેઇન ચલાવવા માટે ગ્રીન્સ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.
સેનેટર થોર્પ સતત 'સાબિત કરો!', તેમ જણાવી રહ્યા હતા.
લીડિયા થોર્પે 'નકલી અને ઢોંગી' વોઇસ જનમતની ટીકા કરી
સેનેટલ લીડિયા થોર્પ જાબવરુંગ, ગુનાઇ અને ગુંડીમારા મહિલા છે. તેમણે સોમવારને 'અસિમિલેશન ડે' જણાવીને દેશવાસીઓને જનમતનો બહિષ્કાર કરવાનો અનુરોધ કર્યો હતો.
સંસદમાં પોતાનો પક્ષ રજૂ કરતા સેનેટર થોર્પે આ કાયદાને 'final nail in the coffin' તરીકે વર્ણવ્યું છે, તેમણે જનમતમાં 'ના' મત આપશે તેમ જણાવ્યું હતું.
હું આપણને કોઇ શક્તિ નહીં આપનારા વિનાશકારી વિચારના વિરોધમાં મત આપીશ.
મારા લોકોને કોઇ અધિકાર ન આપનારી બાબતમાં હું સહયોગ આપીશ નહીં. સત્તાધારી પક્ષ પોતાની જાતે જ નક્કી કરનારી બાબતોને હું સમર્થન આપીશ નહીં, તેમ તેમણે ઉમેર્યું હતું.
Minister for Indigenous Australians Linda Burney poses for a photo with 40 members of Jawun at Parliament House in Canberra. Source: AAP / Mick Tsikas
હાં, હું અહીં શ્વેત વર્ચસ્વના પીજંરામાં ઘૂસણખોરી કરવા, તેનો ધ્વંસ્ત કરવા માટે આવી છું. જેનું પ્રતિનિધિત્વ અહીં કરવામાં આવે છે.
સેનેટર થોર્પ, સંસદમાં તેમની ચર્ચા દરમિયાન 'ગેમિન' શબ્દ લખેલી ટી-શર્ટ ધારણ કરીને આવ્યા હતા. સંસદ ધરપકડ દરમિયાન એબરિજનલ લોકોના મૃત્યુ માટે નીમવામાં આવેલા રોયલ કમિશનની ભલામણોને લાગૂ કરે.
Independent senator Lidia Thorpe reacts during debate on the Voice to Parliament in the Senate chamber at Parliament House. Source: AAP / Lukas Coch
"આપણે આ બધી સુંદર, હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળી રહ્યા છીએ કે તેનાથી આપણું જીવન કેવી રીતે સુધરશે. તે બધું જ ઉકેલશે. આપણે આ જનમત પૂરો થાય ત્યાં સુધી કશું જ કરી શકીશું નહીં. અને, આ બધાની વચ્ચે જેલમાં આપણા બાળકો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.
સોમવારની ચર્ચા દરમિયાન બોલતા, લેબર પક્ષ તરફથી પ્રથમ હરોળના નેતા મલર્ન્ડિરી મેકકાર્થીએ ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓને "સારા ભવિષ્ય માટે" હા ની તરફેણમાં મત આપવા વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે, વોઇસ સ્વદેશી લોકો માટે "મોટો સોદો" બની રહેશે.
(પ્રથમ રાષ્ટ્રના લોકો) ઓસ્ટ્રેલિયના તમામ લોકોને આગ્રહ કરી રહ્યા છે તે તેઓ દેશના ઇતિહાસ પર ગર્વ અનુભવે, જ્યાં આપણે એકબીજાને નવી ઉંચાઇઓ મેળવવામાં મદદ કરીએ. તેમ તેમણે ઉમેર્યું હતું.
એક એવી જગ્યા જ્યાં ફર્સ્ટ નેશન્સના લોકો મુખ્યધારાના મુખ્ય ભાગ તરીકે પોતાના અનુભવી શકે.
પૌલિન હેન્સનના નિવેદન બાદ તેમના અવાજ - ઉચ્ચારને લઇને ચર્ચા
વન નેશનના સેનેટર પૌલિન હેન્સને ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓને આગ્રહ કર્યો છે કે, તેઓ સ્ટોલન જનરેશન્સ કેમ થયું તે અંગે 'પ્રશ્નો પૂછે'. ત્યાર બાદ સેનેટર મેકકાર્થીએ આવનારા મહિનાઓમાં ચર્ચામાં તેમના અવાજ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે દેશવાસીઓને સમગ્ર ચર્ચા દરમિયાન તેમની 'વધુ સારી બાજું તરફ' ધ્યાન આપવા જણાવ્યું હતું.
હું ચર્ચા દરમિયાન ચાલી રહેલી કોઇ ટીપ્પણીઓને સાંભળું છું તો ચિંતિત થઇ જાઉં છું, તેમ તેમણે ઉમેર્યું હતું.
Senator McCarthy conceded concern over the tenor of the debate, just moments after Pauline Hanson's (pictured) comments. Source: AAP / Lukas Coch
તે પછી જ આપણે એક દેશ તરીકે આપણી વધુ સારી બાબતને શોધી શકીએ છીએ, ઓસ્ટ્રેલિયન્સ તરીકે આપણી જાતનો વધુ સારો ભાગ શોધી શકીએ છીએ
સાંસદ હેન્સને જણાવ્યું હતું કે, જો તેમને દૂર કરવામાં ન આવ્યો હોત તો 'સ્ટોલન જનરેશન્સ' ના કેટલાય લોકો બચી શક્યા નહોત.
તમે જાણો છો, તમે સ્ટોલન જનરેશન્સ વિશે વાત કરો છો. તે એ સમયે થયું હતું. તમારી જાતને પૂછો કે શા માટે?, તેણે કહ્યું હતું.
1997ના વિસ્તૃત Bringing Them Home Report માં જણાવાયું હતું કે સ્વદેશી બાળકોને તેમના ઘરમાંથી દૂર કરવા એ માનવાધિકારોનું ઘોર ઉલ્લંઘન હતું. જેમાં સામેલ બાળકોના વંશજોને જેલમાં ધકેલવાની, આરોગ્યને લગતી સમસ્યાઓનો ભોગ બનવાની શક્યતા વધુ અને રોજગારી મળવાની શક્યતા ઓછી હતી.
એલ્બાનિસે જણાવ્યું હતું કે તેમણે સેનેટર હેન્સનની ટિપ્પણીઓનો ખ્યાલ નથી. પરંતુ, તેમણે ભૂતકાળમાં કરેલી ટીપ્પણીઓ સાથે સુસંગત છે તેવી ધારણા છે.
મારો તેમને જવાબ આપવાનો ઇરાદો નથી, કારણ કે મને નથી લાગતું કે તેને વડાપ્રધાન તરફથી પ્રતિસાદની જરૂર છે. હું તમામને આદરણીય ચર્ચા માટે હાકલ કરીશ, તેમ તેમણે જણાવ્યું હતું.
લોકો ગમે તે રીતે મત આપે પણ, હિમાયતીઓએ હકીકતોને વળગી રહેવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ, તેઓ જે જાણે છે તે સાચું છે તેવું ન કહેવું જોઈએ.
વોઇસ માળખાકીય રીતે પરિવર્તન લાવશે તેમ લિન્ડા બર્નીએ જણાવ્યું
લોકમત કહેવાતી બેવડી બહુમતી - એકંદરે બહુમતી અને મોટાભાગના રાજ્યોમાં બહુમતી દ્વારા પસાર કરવામાં આવે છે. નોધર્ન ટેરીટરી અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીના રહેવાસીઓની બાદમાં ગણતરી કરવામાં આવતી નથી.
સ્વતંત્ર સેનેટર ડેવિડ પેકોકે જણાવ્યું હતું કે, નોધર્ન ટેરીટરી અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીના રહેવાસીઓ પાસે એકસમાન વોટ નથી.
સેનેટર પોકોકે લોકમતને ઘડવાના ગઠબંધનના પ્રયાસોને "કેનબેરા વોઇસ" તરીકે વર્ણવ્યા હતા, જે "સ્પષ્ટપણે અસત્ય" હતા.
ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં સૌથી વધુ પરામર્શ પ્રક્રિયાઓમાંની એક પ્રક્રિયાનું આ પરિણામ છે... હા, જો તે તૂટેલું ન હોય, તો તેને ઠીક ન કરો. પણ જો તે તૂટી ગયું હોય તો તેને ઠીક કરવાની જરૂર છે. તેને ઠીક કરવાની આ એક તક છે, " તેમ તેમણે કહ્યું હતું.
ઇન્ડીજીનસ વોઇસ ટુ પાર્લામેન્ટ વર્ષ 2017માં આદિજાતીના નેતાઓ દ્વારા ઉલુરુ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ હાર્ટ દરમિયાન કરવામાં આવેલી ભલામણોમાંની એક ભલામણ છે.
ઓસ્ટ્રેલિયનોને આ વર્ષના અંતમાં એક લોકમતમાં હા કે ના મત આપીને પૂછવામાં આવશે - શું તેઓ સ્વદેશી ઓસ્ટ્રેલિયનોને અસર કરતા મુદ્દાઓ પર સલાહ આપવા માટે સંસદ અને કેન્દ્ર સરકારમાં કાયમી સ્વતંત્ર સંસ્થાની રચના કરવા માટે બંધારણમાં ફેરફારને ટેકો આપે છે કે કેમ.
જનમત સંગ્રહ સફળ થશે તો તેવી સ્થિતિમાં સંસદમાં સાંસદો દ્વારા મોડેલની ડિઝાઇન અને વિગતો નક્કી કરવામાં આવશે.
બર્નીએ જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે આ પ્રસ્તાવ ઇન્ડીજીનસ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો દ્વારા અનુભવવામાં આવતા નબળા આરોગ્ય, સામાજિક-આર્થિક અને આયુષ્ય અપેક્ષિત પરિણામો જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આરોગ્ય, સામાજિક અને સુખાકારી બાબતો પર સ્વદેશી અને બિન-સ્વદેશી ઓસ્ટ્રેલિયનો વચ્ચેના અંતર પર Closing the Gap દ્વારા ધ્યાન અપાય છે. ગયા અઠવાડિયે જારી કરવામાં આવેલી વિગતો અનુસાર 19માંથી ફક્ત 4 બાબતો જ યોગ્ય છે.
તેમણે જણાવ્યું હતું કે, તે માળખાકીય પરિવર્તન લાવે છે, અને તે અંતરને બંધ કરવા જેવા મુદ્દાઓ પર કાર્ય કરશે.
તેની તમામ સત્તા સિદ્ધાંત આધારિત છે. - તેની પાસે પ્રારંભ કરવા માટે એક પ્રચંડ નૈતિક સત્તા છે. તેના સિદ્ધાંતો વિશે વિચારો: તે સ્વતંત્ર હશે, અને તે માત્ર સંસદને જ નહીં પરંતુ [કેન્દ્ર] સરકારને પણ સ્વતંત્ર સલાહ આપશે.
તે જવાબદાર રહેશે. તે સંતુલિત રહેશે, તે સમુદાયની આગેવાની હેઠળનું હશે, અને તે અત્યારે અસ્તિત્વ ધરાવતાં માળખાં અને તંત્રોમાં અસ્તિત્વ ધરાવશે.
અમલદારશાહીને તેમાંથી બહાર કરો
નેશનલ પાર્ટીના નેતા ડેવિડ લિટલપ્રાઉડે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી સંસદમાં વોઇસ પર 'ના' વોટ માટે પ્રચાર કરશે.
તે સમયે તેમણે કહ્યું હતું કે તેમને નથી લાગતું કે આ પ્રસ્તાવ "ખરેખર અંતરને સમાપ્ત કરશે".
તેમણે કહ્યું કે તેઓ હજી પણ તે પદ અપનાવે છે અને તેમનું માનવું છે કે સમાધાન માટે વોઇસ ટુ પાર્લામેન્ટ બંધારણીય રીતે સ્થાપિત કરવાની જરૂર નથી.
તેમણે એબીસી રેડિયોને જણાવ્યું હતું કે, સરકારોએ આ સમસ્યાનો હલ લાવવાના પ્રયાસરૂપે અબજો ડોલર ખર્ચ્યા છે, પરંતુ આપણે તે ખોટી રીતે કર્યું છે.
સમાનતાનો ઇરાદો હંમેશાં રહ્યો છે, પરંતુ, વાત લાગૂ કરવા પર આવે છે. તેમણે જણાવ્યું હતું કે, 12 વર્ષ સુધી સત્તામાં ગઠબંધનનો ભાગ રહેલી તેમની પાર્ટી પણ આ સમસ્યાનો ભાગ રહી હતી.
અમે નિષ્ફળ ગયા. મને એમ કહેવામાં ડર નથી કે તમામ સરકારો નિષ્ફળ ગઈ છે ... જો તમે અમલદારશાહીને તેમાંથી બહાર કાઢશો, તો આપણે અંતર ઓછું કરી શકીએ છીએ.
તેમણે કહ્યું હતું કે, તેના જવાબમાં સામુદાયિક સ્તરે સમાધાનો સામેલ છે, જેમાં વોઇસ ટુ પાર્લામેન્ટની જરૂર નથી.
ત્યાં જ સ્થાનિક સમુદાયના વડીલોને - પ્રાદેશિક સ્તરે નહીં - સંલ્ગન અને સશક્ત બનાવવાની જરૂર છે. તે અમલદારોને કેનબેરાની બહાર લાવી તેમને ટાઉન હોલ અને કેમ્પફાયરની આસપાસ મોકલવા અને તે વડીલોને સાંભળે તે જરૂરી છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.