પેરેન્ટ્સ વિસા શ્રેણીમાં આવેલ બદલાવ અંગે જાણીએ

પેરેન્ટ્સ (વાલી) વિસા શ્રેણી(કોન્ટ્રીબ્યુટરી અને નોન કોન્ટ્રીબ્યુટરી)માં 1 જુલાઈથી કરવામાં આવેલ કેટલાક અગત્યના બદલાવ અંગે જાણીએ.

VISA

Source: Getty Image

ઓસ્ટ્રેલિયા વસતા લોકો જો પોતાના માતા-પિતા (વાલી)ને ઓસ્ટ્રેલિયા બોલાવવા ઇચ્છતા હોય તો પેરેન્ટ્સ વિસા શ્રેણીની બે પેટા શ્રેણી છે - કોન્ટ્રીબ્યુટરી (સહાયક) અને નોન કોન્ટ્રીબ્યુટરી (બિન સહાયક) વિસા. આ બંને પેટા શ્રેણીમાં મુખ્ય તફાવત ફી અને પ્રતીક્ષા સમય છે.

1 જુલાઈથી પેરેન્ટ્સ વિસાના અરજીકર્તાને  કેટલાક બદલાવ પ્રભાવિત કરી શકે છે.

પેરેન્ટ્સ (વાલી) વિસાની અરજીઓ હવેથી પર્થ મોકલવી

વાલીઓના વિસા માટેની તમામ અરજીઓ  પોસ્ટ કે કુરિયર મારફતે પર્થની વિસા અને નાગરિકતા ઓફિસમાં પહોંચાડવાની રહેશે. 

ક્રુક્સ માઈગ્રેશનના ઈમિગ્રશન વકીલ અને માઈગ્રેશન એજન્ટ ક્રિસ હન જણાવે છે કે, "કારણ કે હવેથી અરજીઓ પર્થ મોકલવાની છે, આથી નિશ્ચિત કરવું રહ્યું કે (અરજીઓ) એક્સપ્રેસ અથવા ટ્રેકિંગ નંબર સાથે પોસ્ટ કરેલ હોય , જેથી જાણી શકાય કે (સંબંધિત) વિભાગને દસ્તાવેજો મળ્યા છે કે નહિ." તેઓ ઉમેરે છે કે, "(સંબંધિત) વિભાગને દસ્તાવેજો મળ્યા કે નહિ તે સુનિશ્ચિત કરવું ખુબ જરૂરી છે. "
Visa application
Source: Getty Images

ફીમાં વધારો

આ મહિનાની શરૂઆતથી ફી માં અંદાજે 2 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે.

હંગામી કોન્ટ્રીબ્યુટરી પેરેન્ટ્સ વિસા શ્રેણી 173 હેઠળ અરજી કરનારે હવે $2,540ના બદલે $2,595 ફી ભરવાની રહેશે.

પેરેન્ટ્સ (વાલીઓના) વિસા માટેની પેટાશ્રેણી 143 (કાયમી કોન્ટ્રીબ્યુટરી પેરેન્ટ્સ વિસા), 884 (હંગામી વૃદ્ધ પેરેન્ટ  કોન્ટ્રીબ્યુટરી વિસા) અને 864 (કાયમી વૃદ્ધ પેરેન્ટ કોન્ટ્રીબ્યુટરી વિસા) હેઠળની ફીમાં $85નો વધારો કરવામાં આવ્યો છે.  હવેથી આ શ્રેણીઓ માટેની ફી $3,855 ચુકવવાની રહેશે.

વિસા મેળવવામાં લાગશે વધુ સમય

પેરેન્ટ્સ વિસા માટેનો પ્રક્રિયા સમય વધુ લાંબો કરવામા આવ્યો છે. શ્રી હનના જણાવ્યા અનુસાર, "હજુ હમણાં જ ગતવર્ષ સુધી જો વિભાગના અંદાજિત પ્રક્રિયા સમય પર દ્રષ્ટિપાત કરીએ તો તે 3 વર્ષનો હતો, હવે તે 4.5 વર્ષ થશે - જે કોન્ટ્રીબ્યુટરી પેરેન્ટ્સ વિસા માટે છે. અને જેમ સમય વધુ લાગે તેમ સ્વાભાવિક છે કે વાલીઓ વધુ વૃદ્ધ થશે અને તેમનું સ્વાસ્થ્ય પણ કથળશે, જે તેમના વિસાના અંતિમ નિર્ણયને પ્રભાવિત કરી શકે." 

વર્ષ 2017-18ના માઈગ્રેશન કાર્યક્રમ હેઠળ સરકારે 7,715 કોન્ટ્રીબ્યુટરી પેરેન્ટ્સ વિસા અને 1,500 નોન કોન્ટ્રીબ્યુટરી વિસા આપવાનું સૂચવ્યું  છે. આથી શ્રી હન જણાવે છે કે અરજીકર્તાઓએ વધુમાં વધુ માહિતી અને દસ્તાવેજો જોડવા.

તમામ આધાર - પુરાવા સાથેની અરજીઓ ઝડપથી પ્રોસેસ કરવામાં આવે છે.
Grandmothers
Source: Pixabay

સ્પોન્સર (પ્રાયોજક)ની આવક અંગે કોઈ બદલાવ હાલ પૂરતો નથી કરવામાં આવ્યો

સરકાર સ્પોન્સરની વધુ આવક અંગેની જોગવાઈ હમણાં લાગુ નથી કરવાની. પણ, શ્રી હનના સૂચન મુજબ જો વાલીઓ વિસાની અરજી માટે પાત્રતા ધરાવતા હોય તો તેઓએ ત્વરિત અરજી કરવી, કેમકે સરકાર કાયદા વધુ કડક કરી શકે છે.

તેઓએ જણાવ્યું કે, "સરકાર ઘણી વિસા શ્રેણી પર રેડ ટેપ લગાડી રહી છે. જે મોટા બદલાવ કરવામાં આવ્યા છે તે વર્ક વિસા, જનરલ સ્કિલ્ડ માઈગ્રેશન વિસા હેઠળ કરવામાં આવ્યા છે, જેમાં ન્યુનત્તમ પોઈન્ટ્સ 60 થી વધારી 65 કરવામાં આવ્યા છે. આ બદલાવ સૂચિત કરે છે કે ઇમિગ્રેશન દ્વારા ઓસ્ટ્રેલિયન માઈગ્રેશનને મુશ્કેલ બનાવવામાં આવી રહ્યું છે"

આ વિષય પર વધુ વિગત જાણવા મુલાકાત લ્યો -  .

 ની મદદની જરૂર હોય તો, 13 14 50 નમ્બર પર ફોન કરી શકાય  


Share
Published 12 July 2018 9:35am
Updated 12 August 2022 3:44pm
By Harita Mehta, Amy Chien-Yu Wang


Share this with family and friends