બુલિંગ એટલે કે કોઇ પણ વ્યક્તિને જાણીજોઇને કોઇ ચોક્કસ કારણસર પરેશાન કરવી.
ના સિનિયર એડવાઇઝર જેસ્સી મિશેલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયામાં સ્કૂલમાં અભ્સાસ કરતા બાળકોમાં બુલિંગનું પ્રમાણ વધ્યું છે. જેમાં એકબીજાની સાથે શારીરિક ઝડપ કરવા ઉપરાંત શાબ્દિક ધાક-ધમકી અને અભદ્ર ભાષાના ઉપયોગનો સમાવેશ થાય છે. ટીનેજર્સમાં ઇન્ટરનેટ દ્વારા થતા સાઇબર બુલિંગના પ્રમાણમાં વધારો થયો છે.

Student being bullied at school Source: Getty Images
જો તમારું બાળક બુલિંગનો ભોગ બન્યું હોય તો શું કરવું
ઘણી વખત બાળકો સાઇબર બુલિંગનો ભોગ બનતા હોવા છતાં પણ તેમના માતા-પિતાથી તે વાત છુપાવે છે. કારણ કે તેમને એમ લાગે છે કે જો તેઓ માતા-પિતાને આ ઘટનાનો ઉલ્લેખ કરશે તો તેઓ તેમના મોબાઇલ, લેપટોપ છીનવી લેશે અને શિક્ષા કરશે. તેથી જ માતા-પિતાની એ ફરજ છે કે બાળકોને શાંતિથી સાંભળે અને તેમને શિક્ષા ન કરે. તેમ ના સીઇઓ આન્દ્રે કાર્વાલ્હોએ જણાવ્યું હતું.
બાળકોના વર્તનમાં થતો ફેરફાર અનુભવો. જો બાળકો કોઇ પરેશાનીમાં હશે તો તેઓ યોગ્ય ખોરાક નહીં લે, ઉંઘવાની પદ્ધતિમાં ફેરફાર કરશે, ગુસ્સો કરશે અથવા તો રડવા લાગશે. શરીર પર પોતાની જાતે જ નિશાન કરશે, શાળાએ જવાનું ટાળવા માટે કોઇ ખોટું કારણ રજૂ કરશે.
તેથી જ જો કોઇ બાળક એમ કહે કે તે બુલિંગનો ભોગ બની રહ્યું છે તો તેમને જણાવો કે તેમણે માતા-પિતાને જણાવીને એક યોગ્ય પગલું ભર્યું છે.
અને, તેમની વાત શાંતચિત્તે સાંભળો અન તેમને સહારો આપો.
બાળકોને આક્રમક થવા ન જણાવો
જેસ્સી મિશેલે જણાવ્યું હતું કે આ પરિસ્થિતીમાં બાળક આક્રમક થઇ શકે છે જો બાળક આક્રમક થશે તો પરિસ્થિતી વણસી શકે છે. કેટલાક કિસ્સામાં બાળકો તેમની સામે થઇ રહેલા બુલિંગ પર ધ્યાન આપતા નથી અથવા તો જે વ્યક્તિ બુલિંગ કરી રહ્યો હોય તેને સમજાવે છે. આ પરિસ્થિતીમાં બાળકોના મિત્રો પણ તેમને યોગ્ય સહારો આપી શકે છે.
બાળક જો બુલિંગનો ભોગ બન્યું હોય તો તેમની સ્કૂલમાં રીપોર્ટ કરો અને તેની સાથે બનેલી તમામ ઘટનાઓની માહિતી આપો.

Source: Getty Images/kali9
ઓસ્ટ્રેલિયાની તમામ સ્કૂલમાં એન્ટી-બુલિંગ પોલિસી હોય છે. જે સ્કૂલની વેબસાઇટ પર આસાનીથી મેળવી શકાય છે. સ્કૂલ અને શિક્ષકને બુલિંગની પરિસ્થિતી અંગે માહિતગાર કર્યા અગાઉ પોલિસી વાંચવી હિતાવહ છે અને ત્યાર બાદ સ્કૂલની મદદ લઇ શકાય છે.
ઓનલાઇન સાઇબર બુલિંગ
સ્કૂલમાં અભ્યાસ દરમિયાન બાળકો બુલિંગનો ભોગ બનતા હોય છે પરંતુ વર્તમાન સમયમાં ઇન્ટરનેટ કે ઓનલાઇન માધ્યમો પર પણ બુલિંગનું પ્રમાણ વધ્યું છે.
ના કાઉન્સિલર બેલિન્ડા બ્યુમોન્ટે જણાવ્યું હતું કે, અગાઉના સમયમાં બાળકો જ્યારે સ્કૂલમાં કે કોઇ સામાજિક કાર્યક્રમમાં જતા હતા ત્યારે જ તોઓ બુલિંગનો ભોગ બનતા હતા. ઘરે આવ્યા બાદ તેમને શાંતિનો અહેસાસ થતો હતો પરંતુ હાલના સમયમાં બાળકો ઘરે આવીને પણ ઇન્ટરનેટ કે ઓનલાઇન માધ્યમાં સતત વ્યસ્ત હોય છે. તેથી ઘરમાં માતા-પિતાની હાજરીમાં પણ તેઓ બુલિંગનો ભોગ બની શકે છે.
જો બુલિંગ કોઇ વેબસાઇટના માધ્યમથી થતું હોય તો માતા-પિતા તે વેબસાઇટ પર તેનો રીપોર્ટ કરી શકે છે. જેમ કે, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક.
જો અમુક સમયમાં તે અંગે કોઇ પગલાં ન લેવાય તો ની મદદ લઇ શકાય છે.
Image
જો તમારું બાળક કોઇનું બુલિંગ કરી રહ્યું હોય તો...
કેટલીક વખત બાળક કોઇ અન્યનું કરતું હોય એવું પણ બની શકે છે. આ પરિસ્થિતીમાં પણ માતા-પિતાએ શાંતિપૂર્વક પગલાં લેવા જરૂરી બને છે.
માતા-પિતાએ બાળકોને સમજાવવા જરૂરી બને છે કે આ પ્રકારનું વર્તન સ્વીકાર્ય નથી. જોકે, તેમને કોઇ પણ પ્રકારનું લાબું ભાષણ કે લેક્ચર ન આપવું જોઇએ પરંતુ તેમને શાંતિથી સમજાવીને તે પ્રવૃત્તિ બંધ કરવા જણાવવું જોઇએ, તેમ કાર્વાલ્હોએ જણાવ્યું હતું.
બાળક કેમ આ પ્રકારનું વર્તન કરી રહ્યું છે તે સમજવું પણ માતા-પિતા માટે જરૂરી બને છે. જો બાળક કોઇ કારણસર ચિંતિત હોય, ઉદાસ હોય, કોઇની ઇર્ષા કરતો હોય તો તે બુલિંગ કરે તેવી શક્યતા વધી જાય છે.

Source: Getty Images/Chris Whitehead
બુલિંગની પરિસ્થિતીમાં મદદ લઇ શકાય તેવી સંસ્થાઓ
જો તમારું બાળક બુલિંગનો શિકાર બન્યું હોય કે તેણે જ બુલિંગ કર્યું હોય તો તેવા સંજોગોમાં સ્કૂલમાં કાઉન્સિલરની અથવા તો કિડ્સ હેલ્પલાઇનની મદદ લઇ શકાય છે.
માતા-પિતા તરીકે બુલિંગ વિશે જો વધુ જાણકારી મેળવવી હોય તો કિડ્સ હેલ્પલાઇન, અને ની મદદ મેળવી શકાય છે.
તમે બુલિંગ વિશેની માહિતી ઘણી ભાષાઓમાં મેળવી શકો છો જેમાં , અને વેબસાઇટ ઉપરાંત નો સમાવેશ થાય છે.