Key points
- "ઘાતક ક્રિસમસ સપ્તાહ" દરમિયાન એક ડઝનથી વધુ લોકોએ ડૂબવાને લીધે જીવ ગુમાવ્યો હતો.
- 25 ડિસેમ્બર બાદ રાજ્યભરમાં સરેરાશ દરરોજ 100 થી વધુ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
- તે 2019 પછી સૌથી વધુ છે.
હાલ જે દરે લાઇફગાર્ડ્સ લોકોને પાણીમાંથી બચાવી રહ્યા છે તે દર પાંચ વર્ષથી વધુ સમયથી જોવા મળ્યો નથી, લોકોને દરિયામાં રીપ કરંટના જોખમોની યાદ અપાવવામાં આવી રહી છે.
ક્રિસમસ અને નવા વર્ષની વચ્ચે - "ઘાતક ક્રિસમસ સપ્તાહ" માં એક ડઝનથી વધુ લોકોના ડૂબવાને લીધે મૃત્યુ થયાં હતા - ડિસેમ્બરની શરૂઆતમાં થયેલા નવ મૃત્યુમાં 17 બીજા મૃત્યુનો ઉમેરો થયો હતો.
NSW સર્ફ લાઇફસેવિંગ ઓસ્ટ્રેલિયાના સીઇઓ સ્ટીવન પીયર્સે SBS NEWS ને જણાવ્યું હતું કે 25 ડિસેમ્બરથી રાજ્યભરમાં સરેરાશ દરરોજ 100 થી વધુ બચાવ કરવામાં આવ્યા હતા, જે વર્ષ 2019 પછી સૌથી વધુ છે.
તેમણે જણાવ્યું હતું કે બુશફાયર અને COVID-19 નિયંત્રણો બાદ હવે રાજ્યના દરિયાકાંઠે હજારો લોકો ભેગા થયા છે, તેમણે ઉમેર્યું: “ જેટલા વધુ લોકો દરિયાકિનારે આવે છે, તેટલી રીપ કરંટ માં ફસાવાની અને ડૂબવાની વધુ સંભાવના છે. "
સર્ફ લાઇફસેવિંગ ઓસ્ટ્રેલિયા અનુસાર એવો અંદાજ છે કે દર વર્ષે ડૂબવાને લીધે થતાં મૃત્યમાં ઓછામાં ઓછા 21 માટે રીપ કરંટ જવાબદાર છે.
2021 ના અહેવાલમાં જાણવા મળ્યું છે કે લગભગ ચાલીસ લાખ ઓસ્ટ્રેલિયનો કોઈ તબક્કે અજાણતા રિપ કરંટમાં ફસાઈ ગયા છે, જેમાં 26 ટકાને બચાવવાની અથવા સલામતી માટે મદદ કરવાની જરૂર પડી છે.
પરંતુ રીપ કરંટ શું છે અને જો તમે તમારી જાતને તેમાં ફસાયેલા પામો તો તમે શું કરી શકો?
રીપ કરંટ શું છે અને તે શા માટે આટલો જીવલેણ છે?
રીપ કરંટ એ સૌથી સામાન્ય અને ખતરનાક જોખમોમાંનું એક છે જે ઓસ્ટ્રેલિયન દરિયાકિનારા પર મળી શકે છે.
પીયર્સે સમજાવે છે ."એક રીપ કરંટ એ પ્રવાહ છે જે ભરતીની હિલચાલ અને સમુદ્રના તળની ભૂગોળને કારણે થાય છે,"
"આવશ્યક રીતે, તે એક પ્રવાહ છે જ્યાં પાણી રેતીના કાંઠાની વચ્ચે અને બહાર ફરે છે અને કિનારાથી દૂર, સમુદ્ર તરફ મજબૂત ખેંચાણનું કારણ બને છે અને પછી ફરીથી બીચ પર ફરી વળે છે."
રીપ્સની આસપાસની સૌથી સામાન્ય માન્યતાઓમાંની એક એ છે કે જે કમનસીબ એમાં સપડાય છે તેને તે દરિયામાં દૂર તાણી જાય છે.
"હકીકતમાં," પીયર્સે કહે છે , "તેઓને લગભગ 1 થી 200 મીટર સુધી ખેંચી જઈને પછી ફરીથી બીચ તરફ ફરી વળે છે."
એકવાર જોરદાર રીપમાં ફસાઈ ગયા પછી, છૂટા થવું અને કિનારે પાછા ફરવું મુશ્કેલ બની શકે છે. રીપ્સ જટિલ છે, ઝડપથી આકાર અને સ્થાન બદલી શકે છે, અને તે શોધવાનું મુશ્કેલ બની શકે છે.
તમે રીપ કરંટ કેવી રીતે શોધી શકો છો?
રીપ્સની પ્રકૃતિ એવી છે કે તરવા માટે સલામત જગ્યાની શોધ કરતી વખતે તેઓ ભ્રામક બની શકે છે.
જ્યારે દરિયાકિનારા પર જનારાઓ વધુ ઉછળતા મોજાઓને બદલે સપાટ, સૌમ્ય દેખાતા ભાગ તરફ આકર્ષાય છે, ત્યારે આ સ્થાનો રીપ કરંટ માટે સૌથી વધુ સંભવિત સ્થાનો છે.
પીયર્સે કહ્યું, "જો તમે તેની થોડીક નજીક જશો, તો તમે રેતી અને કાટમાળને ધોઈને બહાર ખેંચાઈ જતા જોઈ શકો છો."
“જ્યારે લોકો બીચ પર આવે છે, ત્યારે તેમણે ઘાટા રંગ વાળી અને સપાટ જળસપાટીઓ ન પસંદ કરવી જોઈએ. તે, હકીકતમાં, એક રીપ છે."
જો તમે રીપમાં સપડાઈ જાઓ તો તમારે શું કરવું જોઈએ?
જ્યારે રીપ કરંટ હોય ત્યારે શક્ય તેટલું શાંત રહેવાનો પ્રયાસ કરવો જરૂરી છે.
પીયર્સે કહ્યું કે જો તમને સહાયની જરૂર હોય તો બીચ પરના લાઇફગાર્ડ્સને સૂચિત કરવા માટે તમારો હાથ ઊંચો કરવો જોઈએ . તે "ખરેખર મહત્વપૂર્ણ" છે.
સહાયની રાહ જોતી વખતે, તમારે રિપ કરંટ સાથે તરતું રહેવું જોઈએ અને તેની સામે લડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. કારણ કે રીપ કરંટ ચક્રીય રીતે આગળ વધે છે, એવી શક્યતા છે કે રીપ આખરે તમને કિનારે લઈ જશે.
વૈકલ્પિક રીતે, તમે બીચ અથવા કોઈપણ તૂટતા મોજાની સમાંતર દિશામાં રીપ સાથે સ્વિમિંગ કરવાનો પ્રયાસ કરી શકો છો. તમે તરંગોનો ઉપયોગ કરીને તમને સુરક્ષિત પાણીમાં પાછા ફરવામાં મદદ કરી શકો છો.
તેઓ ઉમેરે છે કે "જો તમે એવા સ્થાન પર સ્વિમિંગ કરતા હોવ કે જ્યાં પેટ્રોલિંગ ન હોય," તો "આશા છે કે બીચ પર કોઈ તમને ઉંચા હાથ સાથે જોશે, અને તેઓ ટ્રિપલ શૂન્ય પર કૉલ કરશે ."
ટ્રિપલ શૂન્ય પર કૉલ કરવાથી નજીકના લાઇફગાર્ડ્સને ડિસ્ટ્રેસ કૉલનો જવાબ આપવા અને જોખમમાં રહેલા વ્યક્તિને મદદ કરવા માટે ચેતવણી આપવામાં આવે છે.
તમે ઓસ્ટ્રેલિયામાં કેવી રીતે સુરક્ષિત રીતે તરી શકો?
સ્વિમિંગ કરતી વખતે સલામત રહેવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ફરજ પરના લાઇફગાર્ડની સલાહ અને માર્ગદર્શનનું પાલન કરવું. તેઓ હંમેશા કોઈપણ ખતરનાક પ્રવાહથી દૂર, તેમના લાલ અને પીળા ધ્વજ વચ્ચે તરવા માટે સૌથી સુરક્ષિત સ્થાનને ચિહ્નિત કરે છે.
પીયર્સે કહે છે કે "આ ઉનાળામાં, આપણે પહેલેથી ડૂબવાથી થતી દુઃખદ ઘટનાઓ જોઈ છે ... , અને અમે ખરેખર ચિંતિત છીએ કે જો લોકો ચેતવણીને ધ્યાન ન આપે તો આ વધી શકે છે કે પેટ્રોલિંગ સ્થાન પર તરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે,"
"જો અમે તમને બીચ પર જોઈ શકતા નથી, તો અમારી પાસે તમને બચાવવાની કોઈ તક નથી."
ઓસ્ટ્રેલિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. માઈકલ બોનિંગે પણ પાણીમાં બાળકોની દેખરેખની વાત આવે ત્યારે જાગ્રત રહેવાના મહત્વ પર ભાર મૂક્યો છે.
"તમારી પ્રાથમિક સારવાર અને CPR સમજી લેવું હિતાવહ છે," ડૉ બોનિંગે કહ્યું. "કટોકટીમાં શું કરવું તે જાણવું એ જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત પાડી શકે છે."
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.