ન્યુનત્તમ પગાર કે વેતન અંગે કેટલીક જરૂરી માહિતી

ઓસ્ટ્રેલિયામાં કામ કરનાર દરેક વ્યક્તિને યોગ્ય પગાર મળે તે નિશ્ચિત કરતા કડક કાયદાઓ છે. તો જાણીએ આ અંગે કેટલીક જરૂરી વિગતો

Café worker

Source: Pixabay

વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયામાં ન્યુનત્તમ પગાર પ્રતિકલાક  $18.29  છે. આ મુજબ ટેક્ષ કપાત પહેલાની ચુકવણી  $695   પ્રતિ સપ્તાહ છે. કોઈપણ નોકરીદાતા આ રકમથી ઓછી ચુકવણી ન કરી શકે.  કર્મચારી ઓછા પગારે કામ કરવા રાજી હોય તો  પણ નહિ.

કેવી રીતે જાણવું?

ન્યુનત્તમ પગાર સાથે કેટલાક અન્ય આર્થિક  લાભો છે જે કર્મચારીને મળવા જોઈએ. કેમકે  જો વ્યક્તિ રાતના કામ કરે, શનિ -રવિ કામ કરે કે જાહેર રજાના દિવસે કામ કરે તો તેને પેનલ્ટી રેટ પ્રમાણે વધુ પગાર મળે છે.  ફેરવર્ક લોકપાલની વેબસાઈટ પરથી આ વિષય પર વધુ માહિતી મેળવી શકાય છે. (. )

કેટલાક ખાસ ક્ષેત્રોમાં,  કેટલાક મોર્ડન એવોર્ડ છે જેને જોડવાથી પણ પગારની રકમ વધે છે. આ વિષય પર માહિતી  મેળવવા -( .

કેઝ્યુઅલ કર્મચારી તરીકે વ્યક્તિને 25% કેઝ્યુઅલ લોડિંગ મળવા પાત્ર છે.  એટલેકે વ્યક્તિના સામાન્ય કલાકના પગાર ઉપરાંત વ્યક્તિને લોડિંગની ચુકવણી કરવી જરૂરી છે કેમકે કેઝ્યુઅલ કર્મચારીને  વાર્ષિક  રજા કે લાંબી સેવાની રજાઓ મળતી નથી. 

bcd49f81-18c3-42df-9fe5-30274f4ce864_1519637694.jpeg?itok=eh7nkuET&mtime=1519637796

વેતનની ગણતરી કેવી રીતે કરવી

ફેરવર્ક લોકપાલ દ્વારા પગારની ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટરની સહાયતા આપવામાં આવે છે. આ સેવાનો ઉપયોગ કરવા વ્યક્તિ -  વેબસાઈટ પર જઈ, કેટલાક પ્રશ્નોના જવાબ આપી, પોતાના ન્યુનત્તમ પગાર અંગે જાણી શકે છે.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને બેકપેકર્સ


સિડની ટેક્નોલોજી યુનિવર્સીટીના કાયદાશાસ્ત્ર વિભાગના લેક્ચરર લૌરી બર્ગ વડે ગતવર્ષે  એક સર્વેક્ષણ કરવામાં આવ્યું જેમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી. SBS સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે  મોટાભાગના તમામ ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને બેકપેકરને ઓછું વેતન ચુકવવામાં આવે છે.  તેઓએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને બેકપેકર જે  એશિયન દેશો - તાઇવાન, ચાઈના અને વિએટનામ જેવા  દેશોથી આવે છે તેમને ઉત્તર અમેરિકા, આયર્લેન્ડ અને યુ.કે ના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને બેકપેકર કરતા ઓછું વેતન મળે છે.

10622bcb-a632-4df6-9342-a59f4bb11575_1519637803.png?itok=IsqDZq0C&mtime=1519637977

કેવી રીતે મદદ મેળવવી

ફેરવર્ક લોકપાલની વેબસાઈટ fairwork.gov.au પર 40 જેટલી ભાષાઓમાં પગાર, ઍનટાઇટલમેન્ટ અને રજા જેવા વિષયો પર વિગતવાર માહિતી ઉપલબ્ધ છે.

જો કોઈ વ્યક્તિ વાત કરવા ઈચ્છે તો 13 13 94 નમ્બર પર ફોન કરી શકે છે. અહીં ભાષાંતર સેવાઓ પણ ઉપલબ્ધ છે.

જો કોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી હોય તો -

ફેરવર્ક  લોકપાલના મીડિયા ડિરેક્ટર માર્ક લીનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ ફરિયાદ નોંધાવે તો " વિસા રદ થશે" - તેવો ભય ન રાખવો. તેઓના કાર્યાલયે ઈમિગ્રશન વિભાગ સાથે કરાર કર્યો છે જે મુજબ જો કોઈ વ્યક્તિ આ પ્રકારની  ફરિયાદ નોંધાવે, તપાસમાં મદદરૂપ થાય તો તેમના વિસા સ્ટેટ્સ પર કોઈ જોખમ ન થવું જોઈએ.

57dc1b6d-133a-47b0-8bc5-aa86d5720996_1505543172.jpeg?itok=jaZftZly&mtime=1505543667

Settlement Guide: What rights do you have at work?
It's important for migrants, just like any other Australian, to learn what rights they have as a worker in Australia and how to report exploitation.
job_search_-_aap.jpg?itok=BUizheSM&mtime=1507859412

Settlement Guide: Strategies you can employ to get a job interview in Australia
Newly arrived migrants are more likely to be jobless than Australian-born workers. Career coaches say the biggest hurdle many newcomers face is their inability to secure an interview despite their qualifications. So, what are the strategies job seekers can employ to get a job interview?
adult_learning_gettyimages.jpg?itok=Q0eVGa--&mtime=1504050339

Settlement Guide: Free English classes to help migrants find a job in Australia
Finding a job is a priority for migrants moving to Australia. But most workers need to be able to speak and write English well. Migrants can access free English classes to learn the basics of English or to improve their language skills to get a job.





 


Share
Published 5 March 2018 11:52am
Updated 9 March 2018 5:46pm
By Harita Mehta


Share this with family and friends