ફેક ન્યૂઝ રોકવા વોટ્સએપએ વધુ એક ફેરફાર કર્યો

વોટ્સએપના નવા ફીચર પ્રમાણે, યુઝર હવે એક સાથે પાંચ ગ્રૂપ કે વ્યક્તિઓને મેસેજ મોકલી શકશે.

WhatsApp

WhatsApp Source: AAP Image/EPA/HAYOUNG JEON

લોકપ્રિય મેસેજ એપ્લિકેશન વોટ્સએપએ અફવા તથા ખોટા સમાચાર રોકવા માટે પોતાની એપ્લિકેશનમાં એક ફેરફાર કર્યો છે. હવે એકસાથે પાંચ ગ્રૂપ કે વ્યક્તિઓને મેસેજ મોકલી શકાશે.

વોટ્સએપે આ અંગે જણાવ્યું હતું કે, અમે એપ્લિકેશનમાં એક ફેરફાર કરવા જઇ રહ્યા છીએ. સમગ્ર વિશ્વમાં ભારતમાં લોકો ફોટો, વીડિયો અને મેસેજ મોકલવા માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે. નવા ફીચર પ્રમાણે એક સાથે પાંચ ગ્રૂપ કે વ્યક્તિઓને મેસેજ કરી શકાશે.

અગાઉ, વોટેસએપમાં એક સાથે 20 ગ્રૂપ કે વ્યક્તિઓને મેસેજ મોકલી શકાતો હતો. પરંતુ જુલાઇ 2018માં ફેક ન્યૂઝનું પ્રમાણ વધતા ભારતમાં ટોળા દ્વારા લોકો પર હુમલા થયા હોવાના પણ સમાચાર બહાર આવ્યા હતા. અને ત્યાર બાદ કંપનીએ પગલા લેવાનું શરૂ કર્યું હતું.
WhatsApp
WhatsApp Source: AAP Image/Yui Mok/PA Wire
વોટ્સએપના પોલીસી એન્ડ કમ્યુનિકેશનના વાઇસ પ્રેસિડેન્ટ વિક્ટોરિયા ગ્રાન્ડે જણાવ્યું હતું કે, અમે એક સાથે 5 ગ્રૂપ કે વ્યક્તિઓને મેસેજ થઇ શકે તેવું ફીચર લાવી રહ્યા છીએ.

વોટ્સએપનું સર્વર ડાઉન, યુઝર્સ અટવાયા

બુધવારે સવારે વોટ્સએપ એપ્લિકેશનનું સર્વર ડાઉન થઇ જતા હજારો યુઝર્સ અટવાયા હતા. ડાઉન ડીટેક્ટર વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, બુધવારે સવારે પાંચ વાગ્યાની આસપાસ વોટ્સએપ સર્વર ડાઉન થઇ ગયું હતું.
સાઉથ અમેરિકા, નોર્થ અમેરિકા, યુરોપના કેટલાક દેશોમાં મેસેજ મોકલતી તથા મેળવતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે તમામ યુઝર્સને તેની અસર થઇ નહોતી.

આ સમસ્યા 90 મિનિટમાં જ ઉકેલાઇ ગઇ હતી.

Share
Published 23 January 2019 2:22pm
Updated 25 January 2019 5:09pm
By Vatsal Patel


Share this with family and friends