Key Points
- હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં જાપાન ફરી ટોચ પર છે, તેના નાગરિકો 193 સ્થળોએ વિસા-મુક્ત પ્રવેશ ધરાવે છે.
- ઓસ્ટ્રેલિયા આઠમા સ્થાને આવ્યું છે, જ્યાં નાગરિકો વિસા વિના 185 આંતરરાષ્ટ્રીય સ્થળોની મુસાફરી કરી શકે છે.
- વિશ્વભરમાં 42 એવા સ્થળો છે જ્યાં ઓસ્ટ્રેલિયાના પાસપોર્ટ ધારકોને પ્રવેશવા માટે વિસાની જરૂર પડે છે.
ક્યારેય વિચાર્યું છે કે કયા દેશનો પાસપોર્ટ સૌથી વધુ શક્તિ ધરાવે છે?
નવીનતમ મુજબ જાપાન તેના નાગરિકોને 193 આંતરરાષ્ટ્રીય ગંતવ્યોમાં વિસા-મુક્ત પ્રવેશ પ્રદાન કરીને સતત પાંચમા વર્ષે ટોચના સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રેલિયા આઠમા ક્રમે આવે છે. જયારે ભારતે તેનું સ્થાન ગયા વર્ષના મુકાબલે 2 ક્રમાંકનો સુધારો નોંધાવ્યો છે. હવે ભારતીય પાસપોર્ટ ધારકો ૫૯ દેશોમાં વિસા વિના પ્રવેશી શકે છે.
ઈન્ડેક્સનું સંકલન લંડન સ્થિત ઈન્વેસ્ટમેન્ટ માઈગ્રેશન કન્સલ્ટન્સી ફર્મ હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા કરવામાં આવ્યું છે, જે ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (IATA)ના ડેટાનો ઉપયોગ કરીને 227 સ્થળોએ 199 દેશોના પાસપોર્ટની વિસા-ફ્રી એક્સેસની તુલના કરે છે.
2023 માં, સિંગાપોર અને દક્ષિણ કોરિયન પાસપોર્ટ વિશ્વમાં બીજા સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે, ત્યારબાદ જર્મની અને સ્પેન ત્રીજા સ્થાને છે.
Japan topped the latest Henley Passport Index. Source: SBS
The Henley Passport Index ranks the Afghan passport as the least powerful. Source: SBS
એવા દેશો જ્યાં ઓસ્ટ્રેલિયનો વિસા વિના મુસાફરી કરી શકે છે
એવા 185 સ્થળો છે જ્યાં હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર,ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ ધારકો ક્યાં તો વિસાની જરૂર વગર મુસાફરી કરી શકે છે, અથવા જ્યાં તેઓ આગમન પર વિસા, મુલાકાતી પરમિટ અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરિટી (ETA) મેળવવા માટે સક્ષમ છે.
પોર્ટુગલથી પોલેન્ડ અને યુનાઈટેડ કિંગડમથી લઈને યુદ્ધગ્રસ્ત યુક્રેન સુધીના ઓગણચાલીસ યુરોપિયન દેશો ઓસ્ટ્રેલિયનોને વિસા વિના પ્રવેશ આપે છે.
ઓસનિયામાં એક ડઝનથી વધુ સ્થળો છે જે ઓસ્ટ્રેલિયનોને વિસા-મુક્ત મુસાફરી ઓફર કરે છે, જેમાં ન્યૂઝીલેન્ડ, ફિજી અને ફ્રેન્ચ પોલિનેશિયાનો સમાવેશ થાય છે અને કેરેબિયનમાં પણ એટલાજ દેશોમાં વિસા મુક્તિ પ્રદાન થયેલ છે , જેમાં બાર્બાડોસ, કેમેન ટાપુઓ અને જમૈકાનો સમાવેશ થાય છે.
બોત્સ્વાના, મોરોક્કો અને ટ્યુનિશિયા સહિત બાર આફ્રિકન રાષ્ટ્રો સાથે અમેરિકામાં ઓગણીસ સ્થળોએ ઓસ્ટ્રેલિયનોને પ્રવેશવા માટે વિસાની જરૂર નથી, જેમ કે આર્જેન્ટિના, બ્રાઝિલ અને મેક્સિકોનો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયનો વિસા વિના 10 એશિયન સ્થળોની મુલાકાત લઈ શકે છે, જેમાં હોંગકોંગ, મલેશિયા અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે અને ઇઝરાયેલ અને કતાર સહિત મધ્ય પૂર્વમાં છ દેશોમાં પણ ઓસ્ટ્રેલિયનોને વિઝાની જરૂર નથી.
કંબોડિયા, ઇજિપ્ત, લેબનોન, પેરાગ્વે અને સમોઆ વિશ્વભરના 40 થી વધુ સ્થળોમાંના એક છે જ્યાં ઓસ્ટ્રેલિયનો આવે ત્યારે વિસા અથવા મુલાકાતી પરમિટ મેળવી શકે છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશોમાં પ્રવેશ પર ETA ઉપલબ્ધ છે.
એવા દેશો જ્યાં ભારતીય પાસપોર્ટ ધારકો વિસા વિના મુસાફરી કરી શકે છે
ભારતીયો ઓસેનિઆના ફીજી સહિત 9 પ્રદેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે અથવા આગમન પર વિસા મેળવી શકે છે. જયારે એકમાત્ર યુરોપી દેશ અલ્બેનિયા માં આવી સુવિધા ઉપલબ્ધ છે.
મિડલ ઇસ્ટના ઈરાન, જોર્ડન, ઓમાન અને કતર ઉપરાંત અમેરિકાના બોલિવિયા અને અલ સાલ્વાડોર બનો પ્રવાસ કરવા ભારતીયોને અગ્રીમ વિસાની જરૂર નહિ પડે.
કેરબિયન ટાપુના બર્બુડા ,જમૈકા જેવા 10 દેશોમાં વિસા ફ્રી મુસાફરી શક્ય છે જયારે સેન્ટ લુસિયા જવા ઇચ્છતા ભારતીયોએ આગમન પર વિસા મેળવવા પડશે.
ભારતીયો માટે એશિયાના ભૂટાન , નેપાળ અને થાઈલેન્ડ સાથે 11 દેશ વિઝા ફ્રી કે ઓન એરાઇવલ વિઝા પ્રદાન કરે છે જયારે આફ્રિકા ના તાન્ઝાનિયા , ઝિમ્બાબ્વે અને મોરિશિયસ જેવા 21 દેશો માં આ સુવિધા ઉપલબ્ધ છે
એવા દેશો જ્યાં ઓસ્ટ્રેલિયનોને વિસાની જરૂર છે
એવા 42 સ્થળો છે જ્યાં ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ ધારકોએ ક્યાં તો પ્રસ્થાન પહેલા વિસા મેળવવાની જરૂર છે અથવા આગમન પર વિઝા માટે સરકાર પાસેથી પૂર્વ-મંજૂરી લેવી જરૂરી છે.
તેમાંથી અડધાથી વધુ આફ્રિકામાં છે જેમકે ઘાના, કેન્યા અને દક્ષિણ સુદાન.
બે પ્રદેશોમાં માત્ર એક જ ગંતવ્ય છે જેમાં ઓસ્ટ્રેલિયન પ્રવાસીઓ માટે વિસા જરૂરી છે - કેરેબિયનમાં ક્યુબા અને ઓશનિયામાં નૌરુ - જ્યારે એશિયામાં અફઘાનિસ્તાન, ચીન અને ઉત્તર કોરિયા સહિત 10 દેશોનો સમાવેશ થાય છે.
અઝરબૈજાન, રશિયા અથવા તુર્કીમાં જનારા યુરોપિયન પ્રવાસનું આયોજન કરતા ઓસ્ટ્રેલિયનોને પણ વિસાની જરૂર પડશે, જેમ કે મધ્ય પૂર્વમાં સીરિયા અથવા યમન, અથવા અમેરિકામાં ચિલી અથવા સુરીનામ તરફ જનારાઓને પણ વિસાની જરૂર પડશે.
ઓસ્ટ્રેલિયનો માટે સૌથી વધુ લોકપ્રિય આંતરરાષ્ટ્રીય પ્રવાસ સ્થળો
ઑસ્ટ્રેલિયન બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સના નવીનતમ ડેટા અનુસાર, ઑસ્ટ્રેલિયન રહેવાસીઓ માટે ઇન્ડોનેશિયા એ સૌથી વધુ લોકપ્રિય આંતરરાષ્ટ્રીય પ્રવાસ સ્થળ છે.
ન્યુઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓસ્ટ્રેલિયનો દ્વારા બીજા અને ત્રીજા સ્થાને સૌથી વધુ મુલાકાત લેવાય છે, જ્યારે યુકે, સિંગાપોર, ભારત, ફિજી, થાઇલેન્ડ, ઇટાલી અને વિયેતનામ ટોપ 10માં સ્થાન મેળવે છે.
આ યાદીમાં ભારત અને વિયેતનામ જ એવા રાષ્ટ્રો છે જ્યાં ઓસ્ટ્રેલિયાના લોકોએ જતા પહેલા વિસા મેળવવાની જરૂર છે.