ઓસ્ટ્રેલિયામાં હાલમાં કોરોનાવાઇરસના કારણે વિવિધ વેપાર ઉદ્યોગોને બંધ રાખવાનો આદેશ અપાયો છે. પરંતુ, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેમ કે ફાર્મસી, સુપરમાર્કેટ્સ હોસ્પિટલ્સ અને દવાખાના કાર્યરત રહી શકે છે.
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં બુધવારે ફાર્મસી અને સુપરમાર્કેટને જો જરૂર પડે તો દિવસના 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ સુધી ચાલૂ રહેવાની પરવાનગી આપવામાં આવી છે.
પ્લાનિંગ એન્ડ પબ્લિક સ્પેસ મિનિસ્ટર રોબ સ્ટોક્સના જણાવ્યા પ્રમાણે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો પુરવઠો યોગ્ય માત્રામાં ઉપલબ્ધ થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
Funcionários de supermercados são considerados trabalhadores essenciais. Source: AAP
કોને જીવન જરૂરિયાતની સર્વિસમાં સ્થાન આપી શકાય...
વડાપ્રધાન સ્કોટ મોરિસનના જણાવ્યા પ્રમાણે, જે કાર્યકર ડોક્ટર, નર્સ, શિક્ષક, તરીકે કાર્ય કરે અથવા સેન્ટરલીન્કમાં કાર્ય કરી લોકોની સમસ્યાનું સમાધાન કરે અથવા સુપરમાર્કેટ્સમાં માલ-સામાન વેચે તેવી સર્વિસને જીવન જરૂરિયાતની સર્વિસમાં સ્થાન આપી શકાય.
સુપરમાર્કેટમાં કાર્ય કરતા લોકો, કચરો એંકઠો કરતા ડ્રાઇવર્સ, પોસ્ટ ઓફિસમાં કાર્ય કરતા લોકો, મેડિકેર કે સેન્ટરલીન્કમાં કાર્ય કરતા લોકોની સુરક્ષા કરવી પણ જરૂરી છે.
ક્વિન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના પબ્લિક હેલ્થ વિભાગના પ્રોફેસર ગેરાર્ડ ફિટ્સગેરાલ્ડે જણાવ્યું હતું કે, આ તમામ સર્વિસમાં એકસાથે નહીં પરંતુ સમયાંતરે મુલાકાત લઇ તેમાં કાર્ય કરતા લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખી શકાય છે.
સ્કૂલ અને તેમાં કાર્યરત શિક્ષકો
વડાપ્રધાને સ્કૂલ ચાલૂ રાખવા સૂચન કર્યું હતું. તેમણે આ અંગે યુનિયન્સને મળવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, તેમણે વિવિધ રાજ્યો અને ટેરીટરીની સરકારોને પણ જીવન જરૂરિયાતની સર્વિસમાં કાર્ય કરતા લોકોની સરળતા માટે સ્કૂલ ચાલૂ રાખવા જણાવ્યું હતું.
મીડિયા
ઘણા બધા પત્રકારો અને મીડિયા ગૃહોને જીવન જરૂરિયાતની સર્વિસમાં સ્થાન આપી શકાય. રેડિયો, અખબાર, ટીવી, ડીઝીટલ પ્લેટફોર્મના માધ્યમથી તેઓ લોકોને બ્રેકિંગ ન્યૂઝ અને જરૂરી સમાચાર આપી શકે છે.
SBS પણ જીવન જરૂરિયાતની સર્વિસમાં આવે છે તેથી તે કાર્યરત રહેશે.
એક નિવેદનમાં SBS ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારી ન્યૂઝ સર્વિસ અને વિવિધ ભાષાની સર્વિસના માધ્યમથી અમે સમાજના વિવિધ સમૂદાયના લોકોને કોરોનાવાઇરસ અંગે તાજી અને સત્તાવાર માહિતી આપવા માટે કટિબદ્ધ છીએ.
જોખમ સંપૂર્ણ ઓછું નહીં થાય
જીવન જરૂરિયાતની સર્વિસ કોરોનાવાઇરસનો ફેલાવો અટકે તેવા પ્રયત્નો કરી રહી છે, પરંતુ પ્રોફેસર ફિટ્ઝગેરાલ્ડના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઇરસનું જોખમ ઓછું કરવા પ્રયત્ન થઇ રહ્યાં છે પરંતુ જીવન જરૂરિયાતની સર્વિસમાં કાર્ય કરતા કાર્યકરો પર જોખમ સંપૂર્ણ ઓછું નહીં થાય.
17મી માર્ચ મંગળવાર બપોરથી, જે લોકો વિદેશથી આવ્યા હોય અથવા કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને તેમને લક્ષણો જણાતા હોય તેમણે 14 દિવસની અંદર પોતાનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.
જો તમને તેમ લાગતું હોય કે તમને વાઇરસની અસર છે, તો તમારા ડોક્ટરને ફોન કરો, તેમની મુલાકાત ન લો અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનને 1800 020 080 પર સંપર્ક કરો.
જો તમને શ્વાસ લેવામાં અથવા મેડિકલ સહાયની જરૂર જણાય તો (000) પર ફોન કરો.