ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી છે અને હવે બંને ટીમોની નજર એડિલેડ ખાતે રમાનારી બીજી ટેસ્ટ મેચ પર રહેલી છે.
આ ક્રિકેટ સિઝનમાં, SBS South Asian, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે ભાગીદારી કરીને બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની 2 ટિકિટ જીતવાની તક આપી રહ્યું છે.
Australian Captain Pat Cummins (left) and Indian Captain Jasprit Bumrah (right) pose with the Border-Gavaskar Trophy ahead of the Border-Gavaskar series opener at Optus Stadium in Perth, Thursday, 21 November, 2024. Source: AAP / DEAN LEWINS/AAPIMAGE
સ્પર્ધામાં ભાગ લેવા શું કરશો?
એડિલેડ ઓવલ ખાતે 6ઠી ડિસેમ્બર 2024ના રોજથી શરૂ થતી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની 2 ટિકિટ જીતવા માટે તમારે...
તમારે ઓસ્ટ્રેલિયાના કોઇ પણ સ્થળે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ દરમિયાન તમે વિવિધ વાનગીઓની મજા માણી રહ્યા હોય તેવો ફોટો કે વીડિયો અમને મોકલવાનો રહેશે.
અને, 25 કે તેથી ઓછા શબ્દોમાં તમારે અમને જણાવવાનું રહેશે કે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ગ્રાઉન્ડ પર તમે કઇ વાનગીઓની મજા માણવાનું વધારે પસંદ કરો છો.
સૌથી શ્રેષ્ઠ પ્રસ્તુતિ ટિકિટ મેળવશે.
તમારી એન્ટ્રી 1 ડિસેમ્બર 2024ના રોજ રાત્રે 11.59 વાગ્યા પહેલા મોકલો.
તમારું નામ, સરનામું, જન્મતારીખ, ફોન નંબર અને ઇમેઇલ એડ્રેસ સામેલ કરવો જરૂરી છે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.