હાઇલાઇટ્સ
InTouch મલ્ટીકલ્ચરલ સંસ્થાના જણાવ્યા પ્રમાણે કોરોનાવાઇરસે પારીવારિક હિંસાનો ભોગ બનતી મહિલાઓના તણાવમાં વધારો કર્યો છે.
InTouch સંસ્થા કોરોનાવાઇરસના સમયમાં સામાન્ય સંજોગોની સરખામણીમાં વધુ સંખ્યામાં કેસ મેળવી રહી છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પીડિતોના વિસાની સ્થિતી તેમને મળતી સુવિધામાં અસર કરે છે.
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના જણાવ્યા પ્રમાણે, સામાન્ય સંજોગોમાં ઓસ્ટ્રેલિયામાં 15 વર્ષથી મોટી ઉંમરની દર 10માંથી ત્રણ મહિલાઓ શારીરિક હિંસાનો ભોગ બને છે.
જોકે, વિક્ટોરીયામાં પારિવારીક હિંસા સામે રક્ષણ આપવા માટે InTouch મલ્ટિકલ્ચરલ સેન્ટર ચલાવતા મિકહાલ મોરિસ જણાવે છે કે કોરોનાવાઇરસના લૉકડાઉન બાદ પારીવારિક હિંસાનો ભોગ બનેલા લોકો દ્વારા મદદ માટે સૌથી વધુ સંપર્ક કરવામાં આવ્યો છે.
સંસ્થાના દ્વીભાષી કેસ મેનેજર અને ઇમિગ્રેશન લોયર સામાન્ય દિવસોની સરખામણીમાં હાલમાં વધુ મહિલાઓને સલાહ સૂચન આપવામાં વ્યસ્ત બન્યા છે.
મોરિસ જણાવે છે કે, કોરોનાવાઇરસના કારણે મોટી સંખ્યામાં ટેમ્પરરી વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતી મહિલાઓએ તેમની નોકરી ગુમાવી છે. અને તેઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સેન્ટરલિન્ક, જોબસિકર અને જોબકીપર જેવી મદદ મેળવવામાં પણ ગેરલાયક છે.
તેમની પાસે કોઇ આવક નથી અને તેઓ હાલમાં તેમની પોતાની સુરક્ષા માટે ચિંતિત બની છે. તેમને જીવનનિર્વાહ અને ઘરના ભાડાની ચિંતા સતાવી રહી છે.
ડો રુચિતા રુચિતા InTouch માં કેસ મેનેજર તરીકે કાર્ય કરે છે.
તે જણાવે છે કે રેફ્યુજી અને માઇગ્રન્ટ્સ સમુદાયમાંથી આવતી મહિલાઓ શરમના કારણે મદદ લેવાથી વંચિત રહે છે.
ડો રુચિતાએ ઉમેર્યું હતું કે પારિવારીક હિંસાનો ભોગ બનેલી ત્રણ બાળકોની માતાએ અગાઉ ઘર છોડ્યું હતું પરંતુ તેને પોતાના ત્રણ બાળકોના જીવનનિર્વાહની ચિંતા સતાવતા તે ફરીથી તેને ત્રાસ આપતા પતિ પાસે પરત ગઇ હતી.
મને લાગે છે કે તેણ પોતાની સુરક્ષા સાથે બાંધછોડ કરી હતી પરંતુ તેની પાસે અન્ય કોઇ વિકલ્પ બચ્યો નહોતો.
InTouch પારીવારિક હિંસા જેવા કેસોમાં સંસ્થામાં જ કાયદાકીય સહાય પૂરી પાડતી ઓસ્ટ્રેલિયાની એકમાત્ર બહુસાંસ્કૃતિક સંસ્થા છે. વર્ષ 2018-19માં સંસ્થાનો સંપર્ક કરનારા કુલ લોકોમાં 40 ટકા લોકો ટેમ્પરરી વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા.મોરિસ જણાવે છે કે કોરોનાવાઇરસની મહામારીના સમયનો અપરાધીઓએ એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. લૉકડાઉનના સમયમાં અંગ્રેજી ભાષાની ઓછી સમજ ધરાવતી મહિલાઓએ તેમની પર જુલમ કરતા લોકો પર જ આધાર રાખવા મજબૂર થવું પડ્યું છે.
Source: Benjamin RondelGettyImages
વાઇરસે તેમની મુશ્કેલીમાં ઘણો વધારો કર્યો છે.
તે જણાવે છે કે જો મહિલાને કોઇપણ કારણસર જેમ કે, નાણાંકિય, માનસિક, શારીરિક રીતે તેમની સુરક્ષા સામે ખતરો પેદા થતો હોય તેવો અહેસાસ થાય, તેમનું કે તેમના બાળકોનું જીવન જોખમમાં હોય તેમ લાગે તો તેઓ મદદ માટે સંપર્ક કરી શકે છે.
ઇમિગ્રેશન લોયર નિલેશ નંદન જણાવે છે કે ટેમ્પરરી વિસા ધરાવતી યાતના વેઠનાર વ્યક્તિ હિંસક સંબંધનો અંત લાવવા માંગતી હોય તો તેમણે સામાજિક કાર્યકર્તા, ડોક્ટર, સાયકોલોજીસ્ટ અથવા પોલીસના સહયોગથી 2 પૂરાવા મેળવવા જરૂરી બને છે તથા અપરાધી સાથે તમામ સંબંધો કાપી નાંખવા.
તે જણાવે છે કે ભોગ બનનાર વ્યક્તિએ ઇમિગ્રેશન વિભાગને તેમના સંબંધનો અંત આવી ગયો હોવાનું તથા વર્તમાન પરિસ્થિતી અંગે જાણ કરવી પડશે.
કેન્દ્રીય સરકારે કોરોનાવાઇરસના સમયમાં ઘરેલું, પારિવારીક અને શારીરિક હિંસાનો ભોગ બની રહેલા લોકો માટે 150 મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે.
મોરિસ જણાવે છે કે ટેમ્પરરી વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતી મહિલાઓ પાસે મર્યાદિત સંખ્યામાં કાર્ય કરવાના હકો રહેલા છે. આ ઉપરાંત, તેઓ તેમના વિસાની પરિસ્થિતીના કારણે આરોગ્ય, સામુદાયિક અને સામાજિક સર્વિસ મેળવવાના લાયક પણ નથી.
હાલની આરોગ્યની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને InTouch સંસ્થાએ મેલ્બર્નની અન્ય સામાજિક સંસ્થા Sibling by Kinfolk સાથે મળીને પીડિતો માટે ખાદ્યસામગ્રીની વ્યવસ્થા કરી છે.
મોટાભાગના અમારા પીડિતો રેસ્ટોરન્ટ્સમાં વેઇટર તથા બ્યૂટી સલૂનમાં કાર્ય કરતા હતા. જે કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. અને, એટલા માટે જ મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Cre8tive Nails owner Rosie Thind with customer in Darwin, Friday, May 15, 2020. Source: AAP Image HELEN ORR
તે અહીં એક યુરોપીયન મૂળના ટેમ્પરરી વિસાધારકના સંપર્કમાં આવી, પ્રેમ થયો અને હાલમાં તે તેના ડિપેન્ડન્ટ વિસા હેઠળ છે.
ટ્રેસીનો ભૂતપૂર્વ સાથી ડ્રગ ડીલર બનતા તેમના સંબંધનો બે વર્ષ અગાઉ અંત આવ્યો હતો.
તેના ભૂતપૂર્વ સાથીદારે તેને ધમકીભર્યા મેસેજ આપવાનું શરૂ કરતા પરિસ્થિતી વધુ વણસી.
તે મને સતત મેસેજ કરતો રહેતો હતો. તેની એવી ઇચ્છા હતી કે મારું મૃત્યું થવું જોઇએ અને જો તે મને ફરીથી મળશે જો મારા મોં પર મુક્કો મારશે.
ટ્રેસી એકલી નથી. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટિક્સના જણાવ્યા પ્રમાણે, 15 વર્ષ કે તેથી મોટી ઉંમરની તેમના વર્તમાન અથવા ભૂતપૂર્વ સાથીદાર દ્વારા માનસિક તણાવનો અનુભવ કરે છે.
ટ્રેસીએ આ પ્રકારનો માનસિક તાણ બે વર્ષ સુધી ભોગવ્યો અને તેનામાં એક પ્રકારનો ડર અને ચિંતા ઉત્પન્ન થઇ ગઇ.
તેણે નોધર્ન ટેરીટરીમાં દિવ્યાંગ બાળકો અને જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓની સારસંભાળ રાખવાનું કાર્ય શરૂ કર્યું.
પાંચ વર્ષ સુધી કાર્ય કર્યા બાદ પણ તેમના નોકરીદાતા ટ્રેસીને સ્પોન્સર કરવામાં અસમર્થ હતા. કારણ કે તેમની સંસ્થા નોન-ફોર પ્રોફિટ એજન્સી હતી.
ટ્રેસી તેમને માનસિક રીતે તાણ આપતા સાથીદારથી સંપૂર્ણ રીતે દૂર ન રહી શકી અને તે તેના ડીપેન્ડન્ટ વિસા પર કાયમ રહી.
નોધર્ન ટેરીટરીમાં નવા જીવનની શરૂઆત કરનારી ટ્રેસી માટે એક નિરાશાજનક પળ હતી.
તે હજી પણ ડ્રગ્સ વેચે છે અને તેને તેના વિસા પણ મળી જશે, જે ગેરવ્યાજબી છે. હું આ ભયાનક પરિસ્થિતીમાંથી બહાર નીકળવા કંઇ કરી શકું તેમ નથી.
નંદન કહે છે કે ટ્રેસીએ પોતાની જાતે જ નવા વિસા માટે અરજી કરવી પડે તેમ છે કારણ કે તેનો ભૂતપૂર્વ સાથીદાર પણ વિદેશી નાગરિક છે.
તે જણાવે છે કે તેમના અત્યાચારી સાથીદારને છોડ્યાં બાદ મોટાભાગની ટેમ્પરરી વિસા ધરાવતી મહિલાઓ આ પ્રકારની પરિસ્થિતીનો સામનો કરે છે. અને, જો તેઓ તેમના સાથીદાર સામે પારીવારિક હિંસાની ફરિયાદ કરાવે તો તેમને ઇમિગ્રેશનમાંથી પણ કોઇ મદદ મળી શકતી નથી. કારણ કે તેમનો સાથીદાર પણ ટેમ્પરરી વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહે છે.
આ પરિસ્થિતી અત્યાચાર કરનાર વ્યક્તિને ગેરવ્યાજબી લાભ આપે છે.
વર્ષ 2015-2016માં, પારિવારીક હિંસાનો ભોગ બન્યાનું કારણ આગળ ધરી ટેમ્પરરી વિસા ધરાવતી . જેમાંથી 70 ટકા અરજીઓ સફળ રહી હતી.
બીજી તરફ, નંદનના જણાવ્યા પ્રમાણે, પાર્ટનર વિસા અરજીધારકની અરજી જ સફળ થતી હોવાથી ટેમ્પરરી વિસા ધરાવતી મહિલાઓ માટે ખૂબ જ નિરાશાજનક બાબત છે.તે કહે છે કે હતાશાના કારણે ઘણા ડિપેડન્ટ વિસા હેઠળ રહેલા પીડિતો અન્ય વિસા માટે અરજી કરે છે. જે સફળ થવાની શક્યતાઓ ઘણી ઓછી છે.
Source: DME PhotographyGetty Images
ટ્રિબ્યુનલ્સ અને ફેમિલી સર્કિટ કોર્ટ્સમાં આ પ્રકારની અરજીનો ભરાવો થાય છે.
InTouch સરકારને પારીવારિક હિંસાનો ભોગ બનતી તમામ મહિલાઓની વિસાની સ્થિતીને ધ્યાનમાં રાખ્યા વિના તેમને સુરક્ષા અને સહયોગ આપવા માટે ભલામણ કરી રહી છે.
મોરિસ ઘરેલું હિંસાનો ભોગ બનતા પીડિતને જો તેઓ અપરાધી સાથે જ રહેતા હોય તો પણ મદદ માટે સંપર્ક કરવાનું સૂચન આપે છે.
અમારી સર્વિસ અથવા 1800 RESPECT નો સંપર્ક કરો. અમે તમારો કેવી રીતે સંપર્ક કરી શકીએ તે અને યોગ્ય સમય જણાવો. એ પ્રથમ તબક્કો છે અને ત્યાર બાદ આગળ વધાશે.
વિશે વધુ માહિતી માટે નો સંપર્ક કરો અથવા જો તમે વિક્ટોરીયામાં રહેતા હોય તો તેમના ટોલ ફ્રી નંબર 1800 755 988 પર સોમવારથી શુક્રવાર સવારે 9થી સાંજે 5 સંપર્ક કરી શકાય છે.
રાષ્ટ્રીય સ્તરે મદદ મેળવવા માટે, 1800 RESPECT, તથા National Sexual Assault, Family & Domestic Violence Counselling Line નો 1800 737 732 પર સંપર્ક કરો.
જો તમે, માનસિક તણાવમાં છો અને સહાયની જરૂર છે તો કોરોનાવાઇરસ દરમિયાન માનસિક તણાવનો સામનો કરતા લોકો માટેની હેલ્પલાઇન નો 1800 512 348 પર સંપર્ક કરો અથવા નો 13 11 14 પર કોઇ પણ સમયે સંપર્ક કરો.
મહિલાઓના આરોગ્યને લગતી જાણકારી તમારી ભાષામાં મેળવવા માટે નો તેમના ટોલ ફ્રી નંબર 1800 656 421 પર સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધીમાં સંપર્ક કરો.
જો તમારે ભાષાકિય મદદ મેળવવી હોય તો, નો સંપર્ક કરી દુષાભિયાની મદદ મેળવો અને તમારા પસંદગીની સંસ્થા સાથે તમારો સંપર્ક કરાવવા માટે જણાવો.
જો તમારું જીવન ખતરામાં હોય તો 000 નો તાત્કાલિક સંપર્ક કરો.