ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ વિશ્વની પ્રથમ દાંતના પેઢાના રોગો સામે રક્ષણ આપતી અને તેની સારવાર કરતી રસી વિકસાવી છે.
આ અંગે ક્લિનિકલ પરીક્ષણ હવે શરુ થશે, પરંતુ અગ્રણી તબીબી જર્નલ NPJ વેક્સિન્સમાં પ્રકાશિત થયેલ આ સંશોધન તેની અસરકારકતાની ખુબ સંભાવના વ્યક્ત કરે છે.
પિરિયોડોન્ટિટિસ અને અન્ય કેટલીક પેઢાની બીમારીઓ પેઢા અને દાંત વચ્ચે જોડાણમાં કેટલાક બેક્ટેરિયાના વિકાસથી થાય છે. આ બેક્ટેરિયા કેટલાક ઝેરીલા પદાર્થો દાંતના પેઢામાં દાખલ કરે છે જેથી દાંતના પેઢાના સોફ્ટ ટીસ્યુનો નાશ પામે છે અને આગળ જતા દાંત પણ પડી જાય છે.
વર્તમાન પરિસ્થિતિમાં ગંભીર પિરિઓડોન્ટિટિસની સારવાર ઝેરીલા સળાને મેન્યુઅલી દૂર કરવામાં આવે છે.
મેલ્બર્ન યુનિવર્સીટીના ઓરલ કેર વિભાગના વૈજ્ઞાનિકો એ જાણ્યું કે આ બેક્ટેરિયા જે સપાટી પર જોવા મળે છે ત્યાં એક પ્રકારનું પ્રોટીન હોય છે જેમાંથી આ રસી વિકસાવવામાં આવી છે. આ રસી દાંતના મૂળના જોડાણ પાસે બેક્ટેરિયાના વિકાસને અટકાવીને - અવરોધિત કરીને સારવારમાં મદદ કરશે .
65 વર્ષથી વધુ ઉંમરમાં અડધાથી વધુ ઓસ્ટ્રેલિયનો ગંભીર થી અતિ ગંભીર પિરિયોડોન્ટિટિસથી પરેશાન છે.
ઓરલ સ્વાસ્થ્ય CRCના મુખ્ય કાર્યકારી અધિકારી પ્રોફેસર એરિક રેનોલ્ડ્સનુ કહેવું છે કે આ રસીના ઉપયોગથી લાખો ઓસ્ટ્રેલિયનોના જીવનમાં ફરક આવશે તેવી તેમને આશા છે.
"વર્તમાન સમયમાં પિરિયોડેન્ટિટિસની સારવાર સર્જરી કે એન્ટિબાયોટિક વડે કરવામાં આવે છે. આ પદ્ધતિઓ ઉપયોગી તો છે પણ ઘણા કિસ્સાઓમાં બેકટેરિયા ફરી થી ઉત્પ્ન્ન થાય છે અને આ રોગ ફરી થાય છે."
પિરિયોડોન્ટિટિસના દર્દીઓ સાથે ક્લિનિકલ પ્રયોગ વર્ષ 2018થી શરુ થઇ શકે છે.