યુએઇનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી

યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ) સિંગાપોર તથા જર્મનીને પાછળ પાડીને વિશ્વમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતો દેશ બન્યો. ઓસ્ટ્રેલિયા સાતમાં, ભારતીય પાસપોર્ટ ૬૬માં ક્રમે.

Australian passport.

Australian passport. Source: Getty Images/Kritchanut

યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ) સિંગાપોર તથા જર્મનીને પાછળ પાડીને વિશ્વમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતો દેશ બન્યો છે. 

ના જણાવ્યા અનુસાર, યુએઇનો પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિને વિશ્વના ૧૬૭  દેશોની મુલાકાત લેવા માટે અગાઉથી વિસા લેવાની જરૂર પડતી નથી. ૧૧૩ દેશ વિસા ફ્રી છે જ્યારે ૫૪  દેશ યુએઇના નાગરિકને એરપોર્ટ પર ઊતરાણ (on arrival visa) આપે છે.

૩૧ દેશમાં પ્રવેશવા માટે યુએઇના નાગરિકને વિસાની જરૂર પડે છે.

અગાઉ ઓક્ટોબર મહિનામાં બહાર પડેલી યાદીમાં યુએઇ ત્રીજા ક્રમે હતું પરંતુ હાલમાં જ તેના વિસા ફ્રી લિસ્ટમાં વધુ ચાર દેશોનો વધારો થતાં તે પ્રથમ ક્રમે આવી પહોંચ્યું છે. તેણે જર્મની તથા સિંગાપોરને પાછળ રાખીને પ્રથમ ક્રમ મેળવ્યો છે.

ભારત ૬૬માં ક્રમે

ભારતીય પાસપોર્ટ પર વિશ્વના ૨૫ દેશમાં વિસા ફ્રી પ્રવેશ મળે છે જ્યારે ૪૦ દેશ ભારતીય પાસપોર્ટ ધરાવતા વ્યક્તિને પ્રવેશ વખતે વિસા આપે છે. ૧૩૩ દેશ એવા છે જ્યાં પ્રવેશવા માટે ભારતીય નાગરિકને વિસા મેળવવા જરૂરી બને છે.

આશ્ચર્યજનક રીતે, ભારત કરતાં ઓછા જાણિતા દેશ જેમ કે, અન્ડોરા, સાન મારિનો, ગ્રેનાડા, ગ્વાટેમાલા, તુવાલુ જેવા દેશોનો રેન્ક પણ આ લિસ્ટમાં ભારતની સરખામણીએ ઘણો ઉંચો છે.
An Indian passport.
An Indian passport. Source: Getty Images/ChandraDhas

ઓસ્ટ્રેલિયા ૭મા ક્રમે

સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશોની યાદીમાં ઓસ્ટ્રેલિયા સાતમાં ક્રમે છે. ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ ધરાવતો નાગરિક ૧૦૯ દેશોમાં વિસા ફ્રી મુલાકાત લઇ શકે છે જ્યારે ૫૨ દેશમાં તેમને પ્રવેશ વખતે વિસા મળે છે. 

ઓસ્ટ્રેલિયા પહેલાં યુએઇ, સિંગાપોર, જર્મની, ડેનમાર્ક, સ્વીડન, ફિનલેન્ડ, લક્ઝમબર્ગ, ફ્રાન્સ, ઇટાલી, નેધરલેન્ડ્સ, સ્પેન, નોર્વે, સાઉથ કોરિયા, અમેરિકા જેવા દેશોનો નંબર આવે છે.
Travel and tourism in United Arab Emirates, with assorted passports
United Arab Emirates flag and three passports in different colors, representing freedom of travel to and from the country. Source: Getty Images/Kagenmi
સિંગાપોર તથા જર્મનીના પાસપોર્ટધારકને વિશ્વના ૧૬૬ દેશોમાં મુલાકાત લેવા અગાઉથી વિસા લેવાની જરૂર પડતી નથી. અમેરિકા તથા સાઉથ કોરિયાના પાસપોર્ટધારક ૧૬૫ દેશમાં વિસા વિના પ્રવેશી શકે છે.

યુનાઇટેડ કિંગડમનો પાસપોર્ટ ધરાવતા વ્યક્તિને વિશ્વના ૧૧૯ દેશોમાં વિસા ફ્રી પ્રવેશ છે જ્યારે ૨૫ દેશ તેમને દેશમાં પ્રવેશ વખતે વિસા આપે છે.

અફઘાનિસ્તાન સૌથી નીચલા ક્રમે

સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશોની યાદીમાં અફઘાનિસ્તાન સૌથી નીચલા ક્રમે છે. અફઘાનિસ્તાનના નાગરિકને વિશ્વના માત્ર ૫ દેશોમાં જ વિસા ફ્રી પ્રવેશ મળે છે. ૨૪ દેશ તેમને પ્રવેશ વખતે વિસા આપે છે. ૧૬૯ દેશોમાં પ્રવેશવા માટે અફઘાનિસ્તાનના નાગરિકને વિસા મેળવવા પડે છે.

Share
Published 4 December 2018 4:57pm
Updated 7 December 2018 5:44pm
By Vatsal Patel

Share this with family and friends