ગુજરાતી મૂળની માતાએ ઓસ્ટ્રેલિયામાં જીત્યા નેશનલ એવોર્ડ્સ

Arpana Patel with her kids.

Arpana Patel with her kids. Source: Supplied by: Arpana Patel

મેલ્બર્ન સ્થિત AveSol Accounting Services ના અર્પણા પટેલને AusMumpreneur એવોર્ડની B2B Services શ્રેણીમાં ગોલ્ડ તથા મલ્ટીકલ્ચરલ શ્રેણીમાં બ્રોન્ઝ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. અંગત જીવનના પડકારોને હરાવ્યા ઉપરાંત એકલે હાથે બાળકોને ઉછેર્યા અને વ્યવસાય સાથે તાલમેલ રાખીને મેળવેલી સફળતા વિશે અર્પણાએ SBS Gujarati સાથે વાત કરી હતી.


હાઇલાઇટ્સ

  • AusMumpreneur એવોર્ડ બાળકોના માતા હોવાની સાથે વેપાર - ઉદ્યોગમાં પણ સફળતા મેળવનારી મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે યોજાય છે.
  • અર્પણા પટેલે વર્ષ 2021ના AusMumpreneur એવોર્ડની જુદી-જુદી શ્રેણીમાં ગોલ્ડ તથા બ્રોન્ઝ એવોર્ડ્સ જીત્યા.
  • સંસ્થાના સહ-સંસ્થાપક કેટી ગાર્નરના જણાવ્યા પ્રમાણે, કોવિડ-19ની મહામારી દરમિયાન પણ મોટી સંખ્યામાં મહિલાઓએ વેપાર-ઉદ્યોગ શરૂ કરી સફળતા મેળવી છે.

ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share