ગુજરાતમાં આમ વિવિધ પ્રકારની હોળી, ધૂળેટી રમવાની પ્રથાઓ છે પણ એક ઓછી જાણીતી પ્રથા છે - વિસનગરની "ખાસડા હોળી ".
લોકો એક બીજા પર રંગ ના બદલે ખાસડા એટલે ચપ્પલ કે બુટ ફેંકીને હોળી રમે છે. આ પરંપરા કેમ શરુ થઇ તે નથી ખબર, પરંતુ આ પરંપરા 150 વર્ષ જૂની મનાય છે. જો કે સમય પ્રમાણે હવે સહેજ ફર્ક આવ્યો છે જ્યાં લોકો ચપ્પલના બદલે હવે ફળ -શાકભાજી મારે છે, અને રાત્રે ભવાઈના ખેલ યોજાય છે.