કોલીફ્લાવર પેને
સામગ્રી:
પેને પાસ્તા 250 ગ્રામ
કોલીફ્લાવર 250 ગ્રામ મોટું સમારેલું
પારમેઝાન ચીઝ 70 ગ્રામ
ઓલિવ ઓઇલ 50 મિલી
લસણ ઝીણું સમારેલું 2-3 કળી
તાજું લાલ મરચું 1 ઝીણું સમારેલું
પાર્સલે ગાર્નિશ માટે
મીઠું સ્વાદ અનુસાર
પદ્ધતિ
1. પાણી માં મીઠું નાખી ઉકાળવા દો. પાણીમાં પાસ્તા ને પાંચ મિનિટ સુધી ઉકાળવા દો . ત્યારબાદ તેમાં કોલીફ્લાવર નાખી પાસ્તા ચડી જાય ત્યાંસુધી ઉકાળવા દો.
2. ત્યારબાદ તેને નિતારી લો.
3. એક પેનમાં તેલ ગરમ કરી લસણ અને મરચા સાંતળી લો.
4. તેમાં નીતારી રાખેલા પાસ્તા અને કોલીફ્લાવર ઉમેરી હળવે હાથે મિક્સ કરો.
5. લગભગ 50 ગ્રામ ચીઝ ઉમેરો ફરી મિક્સ કરો.
6. એક બાઉલમાં પાસ્તા કાઢી બાકીની ચીઝ અને પાર્સલીથી ગાર્નિશ કરી સર્વ કરો.
ગુજરાતી પેને પાસ્તા
સામગ્રી:
પેને પાસ્તા 250 ગ્રામ
લીલું લસણ 50 ગ્રામ
કોથમીર 50 ગ્રામ
શેકેલા સીંગ દાણા 50 ગ્રામ
સીંગ તેલ 30 મિલી
લીલું મરચું ઝીણું સમારેલું સ્વાદ અનુસાર
આદુ ઝીણું સમારેલું 10 ગ્રામ
શેકેલા સીંગદાણા નો ભૂકો ગાર્નિશ માટે
તાજું ખમણેલું નારિયેળ ગાર્નિશ માટે
મીઠું સ્વાદ અનુસાર
પદ્ધતિ
1. પાણી માં મીઠું નાખી ઉકાળવા દો. પાણીમાં પાસ્તા ને 8-10 મિનિટ સુધી ઉકાળવા દો .
2. ત્યારબાદ તેને નિતારી લો.
3. મિક્સીમાં લીલું લસણ , કોથમીર અને સીંગદાણા ને ચટણી જેવા વાટી લો. ( થોડું પાણી ઉમેરી શકો)
4. એક પેન માં તેલ ગરમ કરી , આદુ અને મરચાને સાંતળી લો. તેમાં લસણ - કોથમીર ની ચટણી નાખી મિક્સ કરો.
4. તેમાં નીતારી રાખેલા પાસ્તા ઉમેરી હળવે હાથે મિક્સ કરો.
6. એક બાઉલમાં પાસ્તા કાઢી શેકેલા સીંગદાણા નો ભૂકા અને તાજા ખમણેલા નારિયેળથી ગાર્નિશ કરી સર્વ કરો.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.