1લી જુલાઇથી શરૂ થયેલા નાણાકીય વર્ષમાં નવા બેન્કિંગ કોડ અમલમાં આવ્યા છે. પ્રથમ વાર ASIC દ્વારા માન્ય ધોરણો પર કાર્ય કરતી બેંકને હવે ગ્રાહકોને કેન્દ્ર સ્થાને રાખવાની ફરજ પાડવામાં આવી રહી છે. ફાઇનાન્સ, રીયલ એસ્ટેટ અને માઇગ્રેશન સેવાઓ પૂરી પડતા Soniez Groupના મૃગેશભાઈ સોનીએ બેન્ક પાસેથી હવે શું નવી અપેક્ષા રાખી શકાય તે અંગે વાતચીત કરી હતી.