'ચાણક્ય'ના ૧૦૪૪થી પણ વધારે શૉ કરનાર કલાકાર મનોજ જોષી

Actor Manoj Joshi

Actor Manoj Joshi as Chanakya Source: Facebook

ગુજરાતી, મરાઠી ને હિન્દી એમ ત્રણ ભાષા અને નાટક, સિનેમા અને સિરિયલ એમ ત્રણ માધ્યમોમાં કામ કરનાર મનોજ જોષીએ ઈ.સ.1986માં રંગભૂમિ પર પસંદગી ઉતારી હતી. બાળપણથી જ નાટકનો શોખ ધરાવતા આ પદ્મ શ્રી કલાકાર SBS Gujarati સાથેની વાતચીતના આ પહેલા ભાગમાં વહેંચે છે પોતાનાં અત્યંત લોકપ્રિય નાટક ચાણક્ય સુધીની સફર.



Share