NDIS દિવ્યાંગ લોકોને મળતી સુવિધા વિશે કેટલીક જાણકારી
ઓસ્ટ્રેલિયામાં હાલમાં લગભગ 4 મિલીયન લોકો દિવ્યાંગ છે.
એક રીસર્ચ પ્રમાણે વિદેશમાં જન્મેલા અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા હોય તેવા દિવ્યાંગ લોકો તેમને પ્રાપ્ત થતી હોય તેવી યોજના કે સુવિધાનો લાભ લેતા નથી. હાલમાં ફક્ત 8 ટકા લોકો જ નેશનલ ડીસેબિલીટી ઇન્સ્યોરન્સ સ્કીમનો લાભ મેળવી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં નવા સ્થાયી થયેલા લોકો અને રેફ્યુજી અંગ્રેજી ભાષામાં વાર્તાલાપ ન કરી શકતા હોવાથી તેમને પ્રાપ્ત થતી વિવિધ સુવિધા મેળવવાથી અચકાતા હોય છે તેથી જ બહુસાંસ્કૃતિક સમાજના દિવ્યાંગ લોકો તેમને મળતી સુવિધાની યોગ્ય જાણકારી મેળવી શકે તે માટે વિશ્વની 14 ભાષાઓમાં તેમની સાથે વાર્તાલાપ શરૂ કરવામાં આવ્યો છે.
NDIS – નેશનલ ડિસેબિલીટી ઇન્સ્યોરન્સ સ્કીમ શું છે
નેશનલ ડિસેબિલીટી ઇન્સ્યોરન્સ સ્કીમ જે દિવ્યાંગ ઓસ્ટ્રેલિયાના નાગરિક અથવા પર્મેનન્ટ રેસીડેન્ટ હોય તેમને વિવિધ યોજનાઓ દ્વારા સામાન્ય જીવન જીવવા માટે મદદ કરે છે. જેમાં લોકલ એરિયા કો-ઓર્ડિનેટર દિવ્યાંગ લોકો માટે યોગ્ય પ્લાન બનાવી, જરૂરિયાત પ્રમાણે તેમને NDIS નો લાભ મળી રહે તેવા કાર્યો કરે છે.